AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking : કોઈ પણ ટીમ મેચ હારે કે જીતે અમ્પાયર કરે છે લાખોની કમાણી, કોણ બની શકે અમ્પાયર જાણો

ક્રિકેટના ચાહકો માત્ર ભારતમાં નહી પરંતુ દુનિયાભરમાં છે. કેટલાક યુવાનનું સપનું હોય કે, તે ક્રિકેટના ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવે પરંતુ જો ખેલાડી બનવામાં નિષ્ફળ જાવ છો તો નિરાશ થવાની જરુર નથી. તમારી પાસે એક શાનદાર તક છે, અમ્યાપર બની લાખોની નોકરી કરી શકો છો.

T20 World Cup Breaking : કોઈ પણ ટીમ મેચ હારે કે જીતે અમ્પાયર કરે છે લાખોની કમાણી, કોણ બની શકે અમ્પાયર જાણો
| Updated on: Feb 03, 2026 | 5:02 PM
Share

ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી પરંતુ ઉત્સાહ, જોશ છે. એટલા માટે ક્રિકેટની ફેન-ફોલોઈંગ કરોડોમાં છે. મેચ જોવાની સાથે લોકોને મેચ રમવી પણ ગમે છે. કેટલાક એવા લોકો એવા છે. જે આ ક્ષેત્રમાં જ પોતાનું કરિયર બનાવવા માંગે છે પરંતુ ક્રિકેટમાં કરિયર બનાવવાનો મતલબ માત્ર ખેલાડી બનવું નથી. તમે અમ્પાયર પણ બની શકો છો.જો તમને ક્રિકેટ વિશે સારી જાણકારી છે. તમે ક્રિકેટના તમામ નિયમો સારી રીતે જાણો છો. તો તમે અમ્પાયરિંગ પણ કરી શકો છો. બીસીસીઆઈ અને આઈસીસી જેવા મોટા બોર્ડના અમ્પાયર પણ બની લાખો રુપિયાની કમાણી કરી શકો છો.

ક્રિકેટ સાથે જોડાયેલા તમામ નિયમો વિશે જાણો

ક્રિકેટ અમ્પાયર બનવા માટે સૌથી પહેલા ક્રિકેટ સાથે જોડાયેલા તમામ નિયમો વિશે જાણકારી હોવી જોઈએ. આ સાથે નિર્ણય લેવાની ક્ષમતા, બોલવાની રીત તેમજ ફિઝિકલ ફીટ હોવું પણ ખુબ જરુરી છે. ત્યારબાદ તમારે રાજ્ય ક્રિકેટ સંધની સભ્યતા લેવી પડશે. રાજ્ય ક્રિકેટ સંધ દ્વારા આયોજિત મેચમાં અમ્પાયરિંગની શરુઆત કરવી પડશે. ત્યારબાદ સંધ તમને એથોરાઈઝ કરશે.

સ્ટેટ લેવલ પર 3 વર્ષ સુધી અમ્પારિંગ કરવાનો અનુભવ ત્યારબાદ બીસીસીઆઈ લેવલ 1 પરીક્ષા માટે આવેદન કરો આ પરીક્ષા પાસ કરો. અમ્પાયર બનવા માટે તમારે લેવલ-1ની પરીક્ષા પાસ કરવી પડશે. આ પેપર દર વર્ષે બીસીસીઆઈ દ્વારા આયોજિત કરવામાં આવે છે. પેપર પહેલા કોચિંગ ક્લાસનું આયોજન કરે છે.પરીક્ષા બાદ ઉમેદવારની પસંદગી મેરીટના આધારે કરવામાં આવે છે.

ટીમની હાર-જીત નક્કી થાય

જે ઉમેદવારની પસંદગી થાય છે. તો તેને એક ઈંડક્શન કોર્સ આપવામાં આવે છે.જેમાં અમ્પાયરિંગ વિશે જણાવવામાં આવે છે. ત્યારબાદ ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવે છે. જે આને પાસ કરે છે. તે લેવલ-2ની પરીક્ષામાં સામેલ થાય છે. ત્યારબાદ મેડિકલ ટેસ્ટ બાદ તેને બીસીસીઆઈ અમ્પાયર બનાવવામાં આવે છે. અમ્પાયરના નિર્ણ પર કોઈ પણ ટીમની હાર-જીત નક્કી થાય છે.

અમ્પાયરની ટ્ર્નિંગ ક્યાં હોય છે?

ભારતમાં અમ્પાયરની ટ્રેનિંગ બેંગ્લુરુમાં સ્થિત અમ્પાયર એકેડમીમાં થાય છે.

અમ્પાયરને કેટલો પગાર મળે છે?

જો અમ્પાયરના પગારની વાત કરવામાં આવે તો ઈન્ટરનેશનલ લેવલ પર અમ્પાયરનો પગાર ખુબ વધારે હોય છે. આઈસીસીની મેચ માટે અમ્પાયરની ફી 2 થી 3 લાખ સુધીની હોય છે. જો ડોમેસ્ટ્રીક ક્રિકેટની વાત કરીએ તો. દરેક મેચની ફી 40 થી 50 હજારની હોય છે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
g clip-path="url(#clip0_868_265)">