AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 4 ચોગ્ગા, 4 છગ્ગા… 18 વર્ષના ખેલાડીની રેકોર્ડબ્રેક અડધી સદી, IPL ઈતિહાસમાં પહેલીવાર થયો આ કમાલ

ચેન્નાઈ સુપર કિંગ્સના 18 વર્ષના યુવા બેટ્સમેને પંજાબ કિંગ્સ સામે રેકોર્ડબ્રેક ઇનિંગ રમી. તેણે અડધી સદી ફટકારી અને એક ખાસ યાદીમાં ટોચ પર પહોંચી ગયો. માત્ર 18 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીના આ મિત્રએ CSK ને મુશ્કેલ પરીસ્થિતિ માંથી ભાર કાઢ્યું.

Breaking News: 4 ચોગ્ગા, 4 છગ્ગા... 18 વર્ષના ખેલાડીની રેકોર્ડબ્રેક અડધી સદી, IPL ઈતિહાસમાં પહેલીવાર થયો આ કમાલ
Ayush MhatreImage Credit source: X
| Updated on: Apr 03, 2026 | 9:08 PM
Share

IPL 2026 ની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) ખાતે, યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ પંજાબ કિંગ્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલા CSK ની શરૂઆત ખરાબ રહી અને તેમણે ફક્ત 14 રનમાં પહેલી વિકેટ ગુમાવી દીધી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ક્રીઝ પર આવતાની સાથે જ 18 વર્ષીય આયુષ મ્હાત્રેએ આક્રમક વલણ અપનાવ્યું. તેણે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા અને યાદગાર અડધી સદી ફટકારી. તેણે 43 બોલમાં કુલ 73 રન બનાવ્યા.

આયુષ મ્હાત્રેની રેકોર્ડબ્રેક અડધી સદી

આયુષ મ્હાત્રેએ આ મેચમાં માત્ર 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે અડધી સદી પૂરી કરતા ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. આ શાનદાર ઇનિંગ સાથે આયુષ મ્હાત્રેએ એક મોટો રેકોર્ડ બનાવ્યો. તે ચેપોક સ્ટેડિયમમાં અડધી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બન્યો. તેણે 18 વર્ષ અને 261 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી. આ પહેલા આ રેકોર્ડ સુરેશ રૈનાના નામે હતો, જેણે 21 વર્ષ અને 148 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.

નાની ઉંમરમાં બે 50+ સ્કોર

તે હવે 19 વર્ષની ઉંમર પહેલા IPLમાં સૌથી વધુ 50+ સ્કોર કરનારા બેટ્સમેનોની યાદીમાં જોડાઈ ગયો છે. તેણે અત્યાર સુધીમાં બે અડધી સદી ફટકારી છે. તેણે ગયા સિઝનમાં 17 વર્ષ અને 291 દિવસની ઉંમરે એક અડધી સદી પણ ફટકારી હતી. આ યાદીમાં તેના કરતા ફક્ત વૈભવ સૂર્યવંશી આગળ છે. વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધીમાં ત્રણ અડધી સદી ફટકારી છે અને તે પણ ફક્ત 15 વર્ષનો છે.

આ યાદીમાં પણ ટોચ પર

આયુષ મ્હાત્રે IPL 2025 પછી પાવરપ્લેમાં ઓછામાં ઓછા 100 બોલનો સામનો કરનાર બેટ્સમેનોમાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ ધરાવે છે. 183.93 ના સ્ટ્રાઇક રેટ સાથે, આ યાદીમાં અન્ય કોઈ બેટ્સમેન તેનાથી આગળ નથી. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ પણ 34.33 છે.

Breaking News: CSK એ 14.2 કરોડના યુવા ખેલાડીને ઉતાર્યો મેદાનમાં, પંજાબ સામે કર્યું IPL ડેબ્યૂ

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">