રોહિત શર્માએ T20 World Cupની જીતનો સ્વાદ ચાખ્યા બાદ ,બારબાડોસની પીચની માટ્ટીનો સ્વાદ લીધો જુઓ વીડિયો

|

Jun 30, 2024 | 12:41 PM

ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ ચુકેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડકપ 2024નો ખિતાબી મુકાબલો જીત્યા બાદ બારબાડોસની પીચની માટીનો સ્વાદ લીધો હતો. જેનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રોહિત શર્માએ  T20 World Cupની જીતનો સ્વાદ ચાખ્યા બાદ ,બારબાડોસની પીચની માટ્ટીનો  સ્વાદ લીધો જુઓ વીડિયો

Follow us on

રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ બારબાડોસની પીચની માટીનો સ્વાદ લીધો હતો. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 7 રનથી હાર આપી છે. તેને ખુબ અનોખી સ્ટાઈલમાં જશ્ન પણ મનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડકપ 2024ની સીઝનમાં એક પણ મેચ હારી નથી. આ સાથે ઈતિહાસ પણ રચી દીધો છે. ચેમ્પિયન બન્યા બાદ 2 ખેલાડીએ ટી20 ઈન્ટરનેશલમાંથી સંન્યાસ પણ લઈ લીધો છે.

 

અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો
આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share

 

રોહિત શર્માએ બારબાડોસની માટીનો પીચનો સ્વાદ લીધો

વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ આઈસીસીએ રવિવારે રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં ભારતીય કેપ્ટન પીચ પર જોવા મળી રહ્યો છે. કારણ કે, આ ઘરતી પર તેમણે ઈતિહાસ રચ્યો છે. તેમણે પીચ પર જઈ તેનું સન્માન કર્યું અને તેની માટી ખાધી હતી.

 

 

વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટને અલવિદા કહ્યું

રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમની કેપ્ટનશીપમાં આખી મેચને પલટાવી નાંખી હતી. 16મી ઓવર સુધી ભારત સામે સાઉથ આફ્રિકાની ટીમની જીત જોવા મળી રહી હતી અને હેનરિક ક્લાસેન ભારતને હાર આપવાની મન બનાવી લીધું હતુ. હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહે પોતાની તાકાત લગાવી અને ભારતને જીત અપાવી હતી. આ મેચની જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેમણે કહ્યું કે, આ મારી છેલ્લી મેચ હતી.

17 વર્ષના બાદ ભારતે ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. ભારતે શનિવારે 29 જૂને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.

આ પણ વાંચો : બરોડાથી બાર્બાડોસ, વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ હાર્દિક પંડ્યાને યાદ આવ્યું બાળપણ, શેર કર્યો વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article