AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: આજે સિડનીમાં પાકિસ્તાનના બોરિયા બિસ્તરા બંધાવશે ન્યૂઝીલેન્ડ !

Pak Vs NZ : પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે તેના રેકોર્ડ પર ગર્વ જરૂર થશે, પરંતુ આ વર્લ્ડ કપમાં કિવી ટીમ નવી વાર્તા લખવાની તૈયારી કરી રહી છે.

T20 World Cup: આજે સિડનીમાં પાકિસ્તાનના બોરિયા બિસ્તરા બંધાવશે ન્યૂઝીલેન્ડ !
Kane williamson Image Credit source: BLACKCAPS Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 6:50 AM
Share

T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રમાશે. બંને ટીમો 9 નવેમ્બરે સિડનીના મેદાન પર સામસામે ટકરાશે અને આ મેચમાં કેન વિલિયમસનની કિવી ટીમ પાકિસ્તાનનું ઘમંડ તોડવા માટે તૈયાર છે. આ ટુર્નામેન્ટમાં ગ્રુપ 1ની ટોપર ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે નબળી રહી છે, પરંતુ આ વખતે તે જબરદસ્ત ફોર્મમાં ચાલી રહી છે અને જ્યારે પાકિસ્તાનની ટીમ પરાજય સાથે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે, ત્યારે કિવી ટીમ પાકિસ્તાન સામે હારની પરંપરા તોડવા માટેનું મેદાનમાં ટકરાશે.

વાસ્તવમાં પાકિસ્તાનની ટીમ એક સમયે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે પહોંચી ગઈ હતી. સુપર 12માં ભારત અને ઝિમ્બાબ્વે સામે હાર્યા બાદ બાબર આઝમની ટીમ સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને પાકિસ્તાન માટે સેમિફાઈનલનો રસ્તો બનાવ્યો હતો અને ત્યારબાદ પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી.

વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ પર પાકિસ્તાનનો દબદબો છે

જો કે, જે રીતે સમીકરણ બનાવવામાં આવ્યું હતું, તે ઈતિહાસનું પુનરાવર્તન થતું હોય તેવું લાગે છે, કારણ કે 1992 ODI વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન એ જ સેમીફાઈનલમાં પહોંચ્યું હતું, જ્યાં તેણે ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઈટલ મેચમાં પ્રવેશ કર્યો હતો અને ટાઈટલ જીત્યું હતું. અત્યાર સુધી પાકિસ્તાને 1992 અને 1999 ODI વર્લ્ડ કપ અને 2007 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું, પરંતુ આ હવે ભૂતકાળ બની ગયું છે.

પાકિસ્તાને ત્રણેય વખત મોટી જીત નોંધાવી હતી

1992ના ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બંને ટીમો પ્રથમ વખત સામસામે આવી હતી, જ્યાં પાકિસ્તાને 4 વિકેટે મેચ જીતી હતી. ત્યારબાદ 1999 ODI વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડને 9 વિકેટે હરાવ્યું હતું. 2007 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પાકિસ્તાને 6 વિકેટે જીત મેળવી હતી.

ન્યુઝીલેન્ડ 3 વખત રનર અપ હતું

2015 થી, ન્યુઝીલેન્ડની ટીમ ICC ઇવેન્ટમાં ધમાલ મચાવી રહી છે. 2015 અને 2019 ODI વર્લ્ડ વિજેતા અને 2021 T20 વર્લ્ડ કપનો રનર અપ રહ્યું. આવી સ્થિતિમાં આ વખતે પાકિસ્તાન આ ટીમને હળવાશથી ન લઈ શકે. કેન વિલિયમસનની ટીમ શરૂઆતના આંચકા આપીને પાકિસ્તાન પર દબાણ બનાવવાનો પ્રયાસ કરશે, હકીકતમાં પાકિસ્તાનના બેટ્સમેનો રનના દુષ્કાળથી ઝઝૂમી રહ્યા છે.

બાબરનું ફોર્મ માથાનો દુખાવો બન્યું

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ 50 રન પણ બનાવી શક્યો નથી. જ્યારે મોહમ્મદ રિઝવાન પણ જૂની સ્ટાઈલમાં જોવા મળતા નથી. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉથીએ સિડનીના એક જ મેદાન પર ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના ટોપ ઓર્ડરને હચમચાવી નાખ્યા હતા. પાકિસ્તાનની મજબૂત બાજુ તેની બોલિંગ પણ છે. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોમાં ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ અને કેપ્ટન વિલિયમસન સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">