જય શાહે પોતાનું વચન પૂરું કર્યું, રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 World Cup જીત્યા બાદ બાર્બાડોસમાં ફરકાવ્યો ધ્વજ, વીડિયો

|

Jun 30, 2024 | 1:15 AM

2024 ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને બીજી વખત આઈસીસી T20 વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો છે.

જય શાહે પોતાનું વચન પૂરું કર્યું, રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 World Cup જીત્યા બાદ બાર્બાડોસમાં ફરકાવ્યો ધ્વજ, વીડિયો

Follow us on

2024 ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસમાં રમાઈ હતી.

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને બીજી વખત આઈસીસી T20 વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સમગ્ર ટૂર્નામેન્ટમાં તે અજેય રહી હતી.

મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ
Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો
વરસાદી માહોલ, રોમેન્ટીક વાતાવરણમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો
Over Calorie Burn : વધારે કેલરી બર્ન કરવાથી શરીરમાં શું ફેરફાર થાય છે?
ચોમાસાની ઋતુમાં વાદળ શા માટે અને કેવી રીતે ફાટે છે?

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 169 રન જ બનાવી શકી હતી.

તમને જણાવી દઈએ કે ભારત હોમ ગ્રાઉન્ડ પર ODI વર્લ્ડ કપ હારી ગયા બાદ સમગ્ર દેશનો ઉત્સાહ ઓછો થઈ ગયો હતો અને રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવાની વાતો ચાલી રહી હતી. જે બાદ જય શાહે ભારતને T20 કપ જીતવા અને બાર્બાડોસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું વચન આપ્યું હતું. ટીમ ઈન્ડિયાની આજે જીત બાદ રોહિત શર્માએ બાર્બાડોસમાં એ વચન પૂરું કર્યું.

Published On - 1:12 am, Sun, 30 June 24

Next Article