ચોમાસાની ઋતુમાં વાદળ શા માટે અને કેવી રીતે ફાટે છે?

03 July, 2024

કૃષિપ્રધાન દેશ ભારતમાં ચોમાસું ખૂબ મહત્વનું છે. ચોમાસાનો વરસાદ કૃષિ, ઉર્જા ક્ષેત્ર તેમજ અર્થવ્યવસ્થાને ઘણી અંશે અસર કરે છે.

યોગ્ય સમયે વરસાદથી આપણને ઘણા ફાયદા થાય છે. પરંતુ ક્યારેક આ વરસાદ આફતનું કારણ બની જાય છે.

ચોમાસાની ઋતુમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવાના બનાવો બને છે. વાદળ ફાટવાથી ઘણું નુકસાન થાય છે.

ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે વાદળો કેમ અને કેવી રીતે ફાટે છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

વાદળ ફાટવાનો અર્થ એ નથી કે કોઈ જગ્યાએ વાદળ ફુગ્ગાની જેમ ફૂટશે. ક્લાઉડ બર્સ્ટનો ઉપયોગ હવામાનશાસ્ત્રમાં તકનીકી શબ્દ તરીકે થાય છે.

વરસાદના આત્યંતિક સ્વરૂપને વાદળ ફાટવું કહેવામાં આવે છે. તેને મુશળધાર વરસાદ પણ કહેવામાં આવે છે.

હવામાનશાસ્ત્રીઓના મતે, જ્યારે વાદળો મોટી માત્રામાં ભેજ એટલે કે પાણી લઈને જઈ રહ્યા હોય ત્યારે તેમના રસસ્તામાં પહાડ કે ગરમ હવા આવે છે, ત્યારે તેમનું ઘનીકરણ ખૂબ જ ઝડપથી થાય છે.

જ્યારે વિશાળ માત્રામાં પાણી ધરાવતું વાદળ પર્વત અથવા ગરમ હવા સાથે અથડાય છે, ત્યારે પૃથ્વીના મર્યાદિત વિસ્તારમાં એક સાથે લાખો લિટર પાણી પડે છે.

વાદળ ફાટવા દરમિયાન, લગભગ 100 મીમી પ્રતિ કલાકના દરે વરસાદ પડે છે. જેના કારણે તે વિસ્તારમાં પૂર આવે છે.

1970માં વૈજ્ઞાનિક ધોરણે પ્રથમ વખત વાદળ ફાટવાની ઘટના નોંધવામાં આવી હતી. જો કે હવે દર વર્ષે ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બનતી રહે છે