India vs Pakistan: એક સમયે ભારતની જીતનુ ઝનૂન હતુ આ ત્રણ ક્રિકેટરોને, સમયે કરવટ બદલતા પાકિસ્તાનની ટીમનો હિસ્સો બની ગયા!
ભારતીય ટીમ આગામી રવિવારે પાકિસ્તાન સામે દુબઇમાં મેદાને ઉતરશે. આ સાથે જ ટીમ ઇન્ડિયાનુ T20 વિશ્વકપ (T20 World Cup) અભિયાન શરુ થઇ જશે.
ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup) ની રોમાંચ વર્તાવાઇ લાગ્યો છે. ક્રિકેટના ચાહકો આનંદ લેવા લાગ્યા છે. પરંતુ અસલી આનંદ અને અસલી રોમાંચ 24 ઓક્ટોબરે આવશે. કારણ કે આ દિવસે ક્રિકેટનો સૌથી મોટો જંગ ખેલાશે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે ની મેચનો આનંદ લેવા માટે ખૂબ રાહ જોવાઇ રહી છે. ભારત વિશ્વકપમાં તેનુ અભિયાન પણ પાકિસ્તાન સામેની મેચ સાથે કરશે. બંને દેશના ક્રિકેટરો પણ આ ટક્કરને તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટના સંબંધોની શરુઆત 1952 માં થઇ હતી. દિલ્હીમાં બંને દેશો વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ હતી. જે મેચ સાથે જ રમત જગતના ચાહકોને ગજબનો રોમાંચ આપતી મેચના બીજ રોપાયા હતા. બસ એ પછી બંને દેશો વચ્ચે રોમાંચક મેચોનો સિલસિલો શરુ થયો હતો. જે હાલમાં કેવા માહોલમાં છે, તે જોઇ અને અનુભવી શકાય છે. પરંતુ એવા પણ ત્રણ ખેલાડીઓ છે કે, જે ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોની ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. કારણ કે દેશના ભાગલા પડ્યા બાદ કેટલાક ખેલાડીઓ પાકિસ્તાનમાં ચાલ્યા ગયા હતા.
આ ત્રણ ખેલાડીઓેમાં અબ્દુલ હાફિઝ કારદાર (Abdul Hafeez Kardar), આમિર ઇલાહી અને ગુલ મોહંમ્મદ નો સમાવેશ થાય છે. જે પહેલા ભારતીય ટીમનો હિસ્સો હતા. તેઓ ભારત માટે પોતાની રમતનુ ઝનૂન દર્શાવતા હતા. એ જ ખેલાડીઓ પાકિસ્તાનની ટીમના હિસ્સો બન્યા હતા. દેશના ભાગલા થવા દરમ્યાન અનેક કિંમતી ચિજોને પાકિસ્તાનને આપી હતી. જેમાં રમત ગમતે પણ અનેક ખેલાડીઓ પાકિસ્તાનમાં પહોંચ્યા હતા.
પાકિસ્તાન ક્રિકેટના જનક કારદાર
અબ્દુલ હાફિઝ કારદાર જેમણે પાકિસ્તાન માટે 23 ટેસ્ટ મેચ રમી હતી. જે મેચોમાં તે કેપ્ટન પણ રહ્યા હતા. તેમણે ટેસ્ટ રમનારી તમામ ટીમો સામે પાકિસ્તાનને જીત અપાવી હતી. 1958માં તેઓએ વેસ્ટ ઇન્ડીઝ સામે અંતિમ મેચ રમી હતી. તેઓએ 927 રન બનાવ્યા હતા અને 21 વિકેટ આ દરમિયાન ઝડપી હતી. અબ્દુલને પાકિસ્તાન ક્રિકેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ભારત થી અલગ દેશ બન્યા પછી તેમણે પાકિસ્તાનમાં ક્રિકેટને ઉભી કરી હતી.
ઇલાહીએ કરિયરની શરુઆત ભારતીય ટીમથી કરી
આમિર ઇલાહી પણ ભારત અને પાકિસ્તાન એમ બંને દેશો તરફ થી ક્રિકેટ રમી ચૂક્યા છે. તેઓ લેગ સ્પિનર હતા પરંતુ આ પહેલા મીડિયમ પેસર તરીકે બોલીંગ કરતા હતા. તેમણે ભારત વતી એક ટેસ્ટ મેચ 1947 માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમી હતી. 1952 માં તેઓએ પાકિસ્તાન ટીમ વતી ડેબ્યૂ કર્યુ હતુ. તેમણે 6 ટેસ્ટ મેચ રમીને 7 વિકેટ ઝડી હતી.
ભારત વતી પાકિસ્તાન સામે મેદાને ઉતર્યા
ગુલ મોહમ્મદ બેટીંગ, બોલીંગ અને ફીલ્ડીંગ એમ ત્રણેય વિભાગમાં જબરદસ્ત ખેલાડી હતા. તેઓ 1946 માં ભારતીય ટીમમાં સામેલ થયા હતા. તેઓએ ભારત માટે 7 ટેસ્ટ મેચોમાં હિસ્સો લીધો હતો. ઇંગ્લેન્ડના લોર્ડઝ મેદાનમાં તેમણે પોતાની ડેબ્યૂ મેચ રમી હતી. ભારતીય ટીમ વતી તેમણે 2 મેચ પાકિસ્તાન સામે રમી હતી. પરંતુ 1955 માં તે પાકિસ્તાન સ્થાયી થઇ ગયા હતા. જ્યાં તેઓ પાકિસ્તાન ટીમનો હિસ્સો બન્યા હતા. ગુલ મોહમ્મદે 9 ટેસ્ટ મેચમાં 205 રન બનાવ્યા હતા અને 2 વિકેટ ઝડપી હતી.