T20 World Cup Breaking : USA એ જીત્યો ટોસ, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ, સંજુ-બુમરાહ ટીમમાંથી બહાર
ભારત અને અમેરિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની ત્રીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. T20 વર્લ્ડ કપ 2026 માં બંને ટીમોની આ પહેલી મેચ છે. ભારતમાં રમાઈ રહેલા આ વર્લ્ડ કપની USA એ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો કર્યો નિણર્ય. જેનો અર્થ એ થયો કે ભારત પહેલા બેટિંગ કરશે.

ભારત T20 વર્લ્ડ કપ 2026 માં પોતાના અભિયાનની શરૂઆત કરવા માટે તૈયાર છે. ભારતનો પહેલો મુકાબલો યુનાઇટેડ સ્ટેટ્સ સામે છે. આ મેચ માટે ટોસ થઈ ચૂક્યો છે. યુએસએના કેપ્ટન મોનંક પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરશે. ટોસ પછી, બંને ટીમોએ તેમની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી.
સંજુ સેમસન-બુમરાહ બહાર
ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી બે ખેલાડીઓને બાકાત રાખવાની જાહેરાત કરી. તેણે કહ્યું કે સંજુ સેમસન ટીમમાંથી બહાર છે, અને કમનસીબે, બુમરાહ પણ વાયરલ ફીવરને કારણે બહાર થઈ ગયો છે.
Toss Update #TeamIndia have been put into bat first!
Updates ▶️ https://t.co/Rlm2ARPVEt#MenInBlue | #T20WorldCup | #INDvUSA pic.twitter.com/oTIl8rS557
— BCCI (@BCCI) February 7, 2026
તિલક વર્મા-મોહમ્મદ સિરાજ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ
સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ ટીમમાંથી બહાર થયા છે તો બીજી તરફ તિલક વર્મા અને મોહમ્મદ સિરાજ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં પાછા ફર્યા છે. તિલક વર્મા સંજુ સેમસનનું સ્થાન લેશે, જ્યારે મોહમ્મદ સિરાજ જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે.
સિરાજનું વનડે ટીમમાં કમબેક
સિરાજ શરૂઆતમાં ભારતની T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ નહોતો. જોકે, ઘૂંટણની ઇજાને કારણે હર્ષિત રાણા ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ તેને બોલાવવામાં આવ્યો હતો, અને બુમરાહને તાવ હોવાને કારણે તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
Presenting #TeamIndia‘s Playing XI for our opening game
Updates ▶️ https://t.co/Rlm2ARPnOV#MenInBlue | #T20WorldCup | #INDvUSA pic.twitter.com/NwiHkAvNbg
— BCCI (@BCCI) February 7, 2026
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન
ભારત
અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટ કિપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, વરુણ ચક્રવર્તી.
USA
એન્ડ્રીસ ગોસ (વિકેટ કિપર), સૈતેજા મુકામલ્લા, મોનાંક પટેલ (કેપ્ટન), મિલિંદ કુમાર, સંજય કૃષ્ણમૂર્તિ, શુભમ રાંજને, હરમીત સિંહ, મોહમ્મદ મોહસીન, શેડલી વાન શાલ્કવિક, અલી ખાન, સૌરભ નેત્રાવલકર
