T20 World Cup 2024 : ‘ચોકર્સ’નું ટેગ હટાવીને ફાઈનલમાં પહોંચી સાઉથ આફ્રિકાની ટીમ, જાણો શું છે આ ‘ચોકર્સ’
સાઉથ આફ્રિકાની ટીમને ચોકર્સ કહેવામાં આવતું હતુ, પરંતુ આ વખતે ટીમે ઈતિહાસ રચી દીધો છે. પહેલી વખત ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી સાઉથ આફ્રિકાની ટીમે ચોકર્સનો ટેગ દુર કર્યો છે. હવે સાઉથ આફ્રિકાની ટીમ સીધી ફાઈનલમાં રમશે.
![T20 World Cup 2024 : 'ચોકર્સ'નું ટેગ હટાવીને ફાઈનલમાં પહોંચી સાઉથ આફ્રિકાની ટીમ, જાણો શું છે આ 'ચોકર્સ'](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/South-Africa-.jpg?w=1280)
તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકાની ટીમનું પરફોર્મન્સ ટી20 વર્લ્ડકપમાં શાનદાર રહ્યું છે. બોલિંગથી લઈ બેટિંગ તમામમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે. વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં આ ટીમ મોટી મેચ હારી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જતી હતી. ટૂર્નામેન્ટમાં શાનદાર રમત રમ્યા બાદ પણ ટીમ અંતે હારી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જતી હતી.
આવો આ ટીમનો ઈતિહાસ રહ્યો છે, પરંતુ 2024 ટી20 વર્લ્ડકપમાં ટીમ ફાઈનલમાં પહોંચી તેના પર લાગેલો ચોકર્સનો ટેગ દુર કરી દીધો છે.એવું પણ જોવા મળ્યું કે, ટીમ ખરાબ કિસ્મતના કારણે વર્લ્ડકપ ખિતાબ જીતવાનું ચુકી જતી હતી.
વર્ષ 1992 વર્લ્ડકપ સેમીફાઈનલને કોણ ભુલી શકે, જેને સાઉથ આફ્રિકાની ટીમને ચોકર્સનો ટેગ આપ્યો છે. કિસ્મત અને નિયમને કારણે ટીમ ફાઈનલમાં પહોંચી ન હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમ રમી રહી હતી. ટીમ 252 રનનો ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને વરસાદે રમત બગાડી હતી. નવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ કારણે ટીમ હારી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ હતી.
T-20 વર્લ્ડ કપ 2024માં આફ્રિકન ટીમની કિસ્મત બદલાઈ ગઈ
વર્લ્ડકપ 2024ના ટી20 વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાની ટીમે શાનદાર રમત રમી હતી, પોતાના ગ્રુપ સ્ટેજમાં ટીમે 4 મેચ રમી અને ચારેય મેચમાં જીત મેળવી હતી. ત્યારબાદ સુપર 8માં ટીમે પોતાની 3 મેચ જીતી સેમીફાઈનલમાં સ્થાન બનાવી લીધું હતુ એટલે કે, ટીમ જીત સાથે સેમીફાઈનલમાં પહોંચી હતી.
સેમીફાઈનલમાં ટીમે અફઘાનિસ્તાનને હાર આપી ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. હવે 29 જૂનના રોજ ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાની ટીમ રમશે.તમને જણાવી દઈએ કે, ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત આ ટીમ વર્લ્ડકપની ફાઈનલ રમશે. અત્યારસુધી આ ટીમ ટી20 વર્લ્ડકપમાં વિજેતા રહી છે.
ચોકર્સ એટલે શું ?
એક કહેવત છે કે, હારકર જીતને વાલો કે બાજીગર કહેતે હૈ પરંતુ ક્રિકેટના વર્લ્ડકપમાં જીતીને હારનારને ચોકર્સ કહેવામાં આવે છે.સાઉથ આફ્રિકા એક એવી ટીમ છે જે કોઈપણ વર્લ્ડ કપ કે મોટી ટૂર્નામેન્ટમાં દાવેદાર તરીકે શરૂઆત કરે છે, પરંતુ દરેક વખતે કંઈક એવું બને છે કે આ ટીમ અંતે પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન આપે છે. આ જ કારણ છે કે આફ્રિકન ટીમને ચોકર્સનો ખિતાબ મળ્યો હતો.
આ પણ વાંચો : આ છે અફઘાનિસ્તાનના ક્રિકેટ ચાહકોનો પ્રેમ, T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ જોવા રસ્તાઓને સ્ટેડિયમ બનાવી દીધુ, જુઓ ફોટો