AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA vs SA : સાઉથ આફ્રિકાએ મેચ જીતી, અમેરિકાએ જીત્યું દિલ, ડી કોક બન્યો મેચનો હીરો

T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 રાઉન્ડના પહેલા મુકાબલામાં દ.આફ્રિકાએ અમેરિકાને 18 રનથી હરાવ્યું હતું. હાર છતાં આફ્રિકા સામે અમેરિકાએ શાનદાર રમત બતાવી હતી અને દિલ જીતનારું પ્રદર્શન કર્યું હતું. USAની ટીમ સામે દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા ફાંફા પડી ગયા હતા.

USA vs SA : સાઉથ આફ્રિકાએ મેચ જીતી, અમેરિકાએ જીત્યું દિલ, ડી કોક બન્યો મેચનો હીરો
USA vs SA
| Updated on: Jun 20, 2024 | 5:00 PM
Share

T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સુપર-8 મેચમાં દક્ષિણ આફ્રિકાએ અમેરિકાને 18 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 194 રન બનાવ્યા હતા. જવાબમાં અમેરિકાએ પણ શાનદાર રમત બતાવી દક્ષિણ આફ્રિકાને ટક્કર આપી હતી. અમેરિકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન જ બનાવી શકી હતી.

દક્ષિણ આફ્રિકાની જીતના હીરો

ક્વિન્ટન ડી કોક, કાગીસો રબાડા અને કેશવ મહારાજ દક્ષિણ આફ્રિકાની જીતના હીરો હતા. ડી કોકે 40 બોલમાં 74 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં કાગીસો રબાડાએ 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. કેશવ મહારાજે 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ગ્રુપ-2માં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ગ્રુપ 2માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ટીમો પણ છે.

દક્ષિણ આફ્રિકા 194 રન બનાવ્યા

અમેરિકાએ ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. અમેરિકન ઝડપી બોલર સૌરભ નેત્રાવલકરે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરીને આફ્રિકાની ઓપનિંગ જોડીને તોડી નાખી હતી. રીઝા હેન્ડ્રીક્સ માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. જો કે આ પછી વિકેટકીપર ક્વિન્ટન ડી કોક અને કેપ્ટન એડન માર્કરામે સદીની ભાગીદારી કરીને દક્ષિણ આફ્રિકાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ક્વિન્ટન ડી કોકે શાનદાર ઇનિંગ રમી અને 26 બોલમાં અડધી સદી ફટકારી. આ પછી અમેરિકન સ્પિનર ​​હરમીત સિંહે પહેલા ક્વિન્ટન ડી કોક અને પછી ડેવિડ મિલરને આઉટ કરીને અમેરિકન ટીમમાં વાપસી કરી હતી. પરંતુ અંતે, હેનરિક ક્લાસને અણનમ 36 અને ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 20 રન ફટકારીને ટીમનો સ્કોર 194 રન સુધી પહોંચાડ્યો હતો.અમેરિકાએ જડબાતોડ જવાબ આપ્યો.

અમેરિકાએ જડબાતોડ જવાબ આપ્યો

અમેરિકાએ પણ શાનદાર શૈલીમાં 195 રનના મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો. સ્ટીવન ટેલરે ઝડપી બેટિંગ કરી અને 14 બોલમાં 24 રન બનાવ્યા. એન્ડ્રેસ ગૌસે પણ તેને સારો સાથ આપ્યો હતો. પરંતુ આ દરમિયાન અમેરિકાની વિકેટો પણ પડતી રહી. પ્રથમ સ્ટીવન ટેલરને રબાડાએ આઉટ કર્યો હતો. આ પછી તેણે નીતિશ કુમારની વિકેટ પણ લીધી. કેપ્ટન એરોન જોન્સ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. કોરી એન્ડરસન પણ 12 રન બનાવી નોરખિયાનો શિકાર બન્યો હતો. શયાન જહાંગીર પણ 3 રન બનાવી શક્યો હતો. એક સમયે અમેરિકાએ 76 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ આ પછી હરમીત સિંહ અને ગૌસે શાનદાર ભાગીદારી કરી હતી.

ગૌસ 80 રન બનાવીને અણનમ રહ્યો

ગૌસ-હરમીતે છઠ્ઠી વિકેટ માટે 43 બોલમાં 91 રનની ભાગીદારી કરીને અમેરિકાને મેચમાં પરત લાવ્યું હતું. પરંતુ ત્યારપછી 19મી ઓવરમાં રબાડાએ હરમીત સિંહને આઉટ કરીને આખી મેચ દક્ષિણ આફ્રિકાની તરફેણમાં મૂકી દીધી હતી. ગૌસ 80 રન બનાવીને અણનમ રહ્યો પરંતુ તે અમેરિકાને જીત તરફ લઈ જઈ શક્યો નહીં. જો કે, એકંદરે અમેરિકાએ ચોક્કસપણે તેના પ્રદર્શનથી દરેકના દિલ જીતી લીધા.

આ પણ વાંચો: T20 World Cup 2024 વચ્ચે ક્રિકેટ ચાહકો માટે દુખદ સમાચાર, પૂર્વ ભારતીય ક્રિકેટરે આત્મહત્યા કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">