AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024 વચ્ચે ક્રિકેટ ચાહકો માટે દુખદ સમાચાર, પૂર્વ ભારતીય ક્રિકેટરે આત્મહત્યા કરી

ક્રિકેટ ચાહકો માટે દુખદ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર આત્મહત્યા કરી છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ ડેવિડ જોન્સનની આત્મહત્યા પર પોસ્ટ કરી છે.

T20 World Cup 2024 વચ્ચે ક્રિકેટ ચાહકો માટે દુખદ સમાચાર, પૂર્વ ભારતીય ક્રિકેટરે આત્મહત્યા કરી
| Updated on: Jun 20, 2024 | 3:41 PM
Share

ભારત અને કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ જોન્સન નું બેંગલુરુમાં નિધન થયું છે. જ્હોન્સને ભારત માટે બે ટેસ્ટ રમી અને ત્રણ વિકેટ લીધી હતી.કર્ણાટક ક્રિકેટ એસોશિએશનના એક અધિકારીએ જણાવ્યું કે, જોનસનનું એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી. ભારત માટે 1996માં 2 ટેસ્ટ મેચ રમનાર જોનસન છેલ્લા કેટલાક સમયથી બિમારીથી પરેશાન હતો. તેમજ પૂર્વ ક્રિકેટરને 3 દિવસ પહેલાથી હોસ્પિટલમાંથી રજા મળી હતી.

પૂર્વ ક્રિકેટરે કરી આત્મહત્યા

જોનસન 52 વર્ષના હતા અને તેના પરિવારમાં પત્ની એને તેના 2 બાળકો છે. જોનસન તેના ઘરની પાસે એક ક્રિકેટ એકેડમી ચલાવી રહ્યો હતો. એપાર્ટમેન્ટના ચોથા માળેથી છંલાગ લગાવી હતી, KSCA અધિકારીએ જણાવ્યું હતું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.ભારતના પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે, ગૌતમ ગંભીર તેમજ બીસીસીઆઈ સચિવ જય શાહે જોનસનને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે,

ડેવિડ જોનસનનું કરિયર

ડેવિડ જોનસને ભારત માટે 2 ટેસ્ટ મેચ રમી હતી. ફાસ્ટ બોલરે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતુ. આ મેચમાં તેમણે માત્ર એક જ વિકેટ લીધી હતી. તેમણે પહેલી વિકેટ માઈકલ સ્લેટરની લીધી હતી. ત્યારબાદ તેમણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ડરબન ટેસ્ટમાં તક મળી હતી. જ્યાં તેમણે 2 વિકેટ પોતાને નામ કરી હતી.

માત્ર 2 જ મહિનામાં પૂર્ણ થયું કરિયર

ડેવિડ જોનસને માત્ર 2 જ ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. 10 ઓક્ટોમ્બર 1996ના રોજ તેમણે ડેબ્યુ કર્યું હતુ.તેમજ તેજ વર્ષે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ પણ રમી હતી. ત્યારબાદ તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો, ડેવિડ જોનસને કર્ણાટક માટે રણજી ટ્રોફી પણ રમી છે. તેમણે 39 મેચમાં 125 વિકેટ લીધી છે, આ સિવાય 33 લિસ્ટ એ મેચમાં તેના નામે 41 વિકેટ પણ છે. જોનસને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક સદી પણ ફટકારી છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 101 રન અણનમ છે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર મેચ ફિક્સિંગનો આરોપ ! જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">