T20 વર્લ્ડ કપ 2024: એનરિક નોરખિયાએ રચ્યો ઈતિહાસ, 18 બોલમાં એક પણ રન ન આપ્યા, 4 વિકેટ લીધી

|

Jun 03, 2024 | 11:42 PM

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોરખિયાએ શ્રીલંકાની ટીમને તબાહ કરી નાખી હતી. ન્યૂયોર્કમાં રમાયેલી મેચમાં નોરખિયાએ 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. પોતાની શાનદાર બોલિંગના આધારે તેણે 3 મોટા રેકોર્ડ બનાવ્યા હતા.

T20 વર્લ્ડ કપ 2024: એનરિક નોરખિયાએ રચ્યો ઈતિહાસ, 18 બોલમાં એક પણ રન ન આપ્યા, 4 વિકેટ લીધી
Anrich Nortje

Follow us on

IPL દરમિયાન જે બોલરે દરેક ઓવરમાં 13.36 રન આપ્યા હતા તે જ બોલરે T20 વર્લ્ડ કપ 2024ની પહેલી જ મેચમાં કમાલ કર્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ આફ્રિકાના પેસ બોલર એનરિક નોરખિયાની જેણે ન્યૂયોર્કમાં શ્રીલંકાના બેટિંગ યુનિટને ધ્વસ્ત કરી નાખ્યું હતું. આ જમણા હાથના ફાસ્ટ બોલરે શ્રીલંકા સામે 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મોટી વાત એ છે કે નોરખિયાએ 18 ડોટ બોલ નાખ્યા અને તેનો ઈકોનોમી રેટ પણ માત્ર 1.80 હતો.

નોરખિયાનો ધમાલ

નોરખિયાએ ન્યૂયોર્કની બોલિંગ ફ્રેન્ડલી વિકેટ પર પોતાની બોલિંગથી શ્રીલંકાને ઘણી મુશ્કેલી આપી હતી. આ ખેલાડીએ કામિન્દુ મેન્ડિસને પહેલો શિકાર બનાવ્યો હતો. નોરખિયાએ તેને રીઝા હેન્ડ્રીક્સના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી તેણે કુસલ મેન્ડિસની વિકેટ લીધી. થોડી જ વારમાં નોરખિયાએ અસલંકા અને એન્જેલો મેથ્યુઝને પણ આઉટ કરી દીધા. આ રીતે નોરખિયા સામે શ્રીલંકાની ટીમે શરણાગતિ સ્વીકારી અને ટીમ માત્ર 77 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

નોરખિયાએ 3 મોટા રેકોર્ડ બનાવ્યા

પોતાની શાનદાર બોલિંગના દમ પર નોરખિયાએ T20 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો હતો. નોરખિયા T20 વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનાર દક્ષિણ આફ્રિકાનો બોલર બન્યો. નોરખિયાએ 7 રનમાં 4 વિકેટ લઈને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. અગાઉ 2021માં તેણે 10 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

T20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત 4 વિકેટ લીધી

નોરખિયાએ T20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત 4 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ઝડપી બોલર છે. તેણે મોર્ને મોર્કેલ અને મુસ્તાફિઝુર રહેમાન અને ઉમર ગુલ જેવા બોલરોને પાછળ છોડી દીધા. જો આપણે સ્પિનરોની વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં સઈદ અજમલ અને શાકિબ અલ હસને પણ 3-3 વખત મેચમાં ચાર વિકેટ ઝડપી છે.

4 ઓવરના સપ્લેમાં સૌથી ઓછા રન આપ્યા

એનરિક નોરખિયા એવો બોલર પણ બની ગયો છે જેણે T20 વર્લ્ડ કપમાં પોતાની 4 ઓવરના સંપૂર્ણ ક્વોટામાં સૌથી ઓછા રન આપ્યા હતા. તેણે શ્રીલંકા સામે માત્ર 7 રન જ આપ્યા હતા. અગાઉ અજંતા મેન્ડિસ, મહમુદુલ્લાહ, વેનેન્દુ હસરાંગાએ 4 ઓવરમાં 8 રન આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે સ્પષ્ટ છે કે એનરિક નોરખિયાએ IPL 2024ની નિષ્ફળતામાંથી પાઠ શીખ્યો છે અને હવે T20 વર્લ્ડ કપમાં તે એક અલગ રણનીતિ સાથે મેદાનમાં ઉતર્યો છે જે શ્રીલંકા સામે 100 ટકા સાચો સાબિત થયો છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના નામ પર હસ્યો યુવરાજ સિંહ, કહ્યું- T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ માટે આ 3 ટીમો વચ્ચે છે ખરી લડાઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:41 pm, Mon, 3 June 24

Next Article