T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાના આ ત્રણ હથિયાર પાકિસ્તાનને રગદોળી દેવા માટે મહત્વના સાબિત થશે, જાણો

|

Oct 19, 2021 | 5:20 PM

24 ઓક્ટોબરે દુબઇમાં મહાસંગ્રામ થનારો છે, ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે રમાનારી એ મેચમાં ભારતીય ટીમ મહત્વના હથિયારને મેદાને ઉતારશે, જે ગેમ ચેન્જર સાબિત થઇ શકશે.

T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાના આ ત્રણ હથિયાર પાકિસ્તાનને રગદોળી દેવા માટે મહત્વના સાબિત થશે, જાણો
Team India

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે આગામી 24 ઓક્ટોબરે દુબઇમાં મેચ રમાનારી છે. T20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માં ભારતીય ટીમ (Team India) પાકિસ્તાન સામેની મેચ સાથે પોતાના અભિયાનની શરુઆત કરશે. આ માટે ભારત અને પાકિસ્તાન બંને ટીમો એક બીજા સામે રણનીતિઓ ઘડી રહી છે. ભારતીય ટીમ પણ પાકિસ્તાનને T20 વિશ્વકપમાં છઠ્ઠી વાર પરાસ્ત કરવા માટે તમામ રીતે તૈયારી છે. જેમાં પહેલો તબક્કો ટીમ ઇન્ડિયાનુ સિલેકશન હતુ. એવા ત્રણ ખેલાડીઓ સમાવાયા છે, જે પાકિસ્તાન સામે હથિયાર સાબિત થશે.

ભારતીય ક્રિકેટ દ્વારા પાકિસ્તાનને તમામ મોરચે પરાસ્ત કરી દેવા માટેની યોજના ઘડી છે. જેમાં એવા ત્રણ ખેલાડીઓને પસંદ કર્યા છે જે, પાકિસ્તાન સામે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જેમાં રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જાડેજા ત્રણેય વિભાગમાં પાવરફુલ

જેમાં સૌથી આગળ નામ આવે છે, રવિન્દ્ર જાડેજાનું. આ ખેલાડી બેટીંગ, ફિલ્ડીંગ અને બોલીંગ ત્રણેય વિભાગમાં તે સારી રીતે પોતાનુ કામ પાર પાડે છે. આઇપીએલમાં પણ તે ધોનીની ટીમનો મહત્વનો ખેલાડી છે. ચેન્નાઇની ટીમ આઇપીએલ 2021 ની સિઝનની વિજેતા ટીમ છે અને જેમાં જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે આઇપીએલ 2021 માં 16 મેચ રમી હતી જેમાં 227 રન નોંધાવ્યા હતા અને 13 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેણે અનેક શાનદાર કેચ ઝડપ્યા છે.

રાહુલનો દમ

બીજો ખેલાડી છે, કેએલ રાહુલ, જેણે આઇપીએલ 2021 દરમ્યાન દમદાર દેખાવ કર્યો હતો. તેણે 13 મેચ રમી હતી અને 626 રન બનાવ્યા હતા. જે માટે તેણે ત્રણ અર્ધશતક ફટકાર્યા હતા. રાહુલની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી, પરંતુ કેપ્ટન તરીકે તેણે પોતાની ટીમને પ્લેઓફની રેસમાં સતત દોડતી રાખી હતી. વોર્મ એપ મેચમાં પણ તેણે ઇંગ્લેન્ડ સામે જબરદસ્ત રમત રમી અર્ધશતક ફટકાર્યુ હતુ.

મીસ્ટ્રી સ્પિનરનુ ચક્ર

મીસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ભારતીય ટીમનુ આ ત્રીજુ અને મહત્વનુ હથિયાર સાબિત થઇ શકવાનુ અનુમાન કરાઇ રહ્યુ છે. તેણે આઇપીએલ દરમ્યાન અનેક દિગ્ગજ ખેલાડીઓને મુંઝવણમાં રાખ્યા હતા. તેને અને તેના બોલને સમજવો દિગ્ગજ બેટ્સમેનો માટે મુશ્કેલ રહ્યુ છે. આઇપીએલની 2021 ની સિઝન દરમ્યાન 17 મેચમાં 18 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે ખૂબજ કરકસર ભરી બોલીંગ કરી હતી, તેની ઇકોનોમી 6.40ની રહી હતી.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: એવો અદ્ભૂત કેચ ઝડપ્યો કે તમે જોઇને દંગ રહી જશો, અસંભવ ને સંભવ બનાવી ઝડપ્યો કેચ, જુઓ Video

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Ind vs Pak: પાકિસ્તાનને હરાવવા માટે ટીમ ઇન્ડિયાએ આ ત્રણ ખતરાઓને સાવધાની થી પાર પાડવા પડશે

 

 

 

Next Article