T20 World Cup 2021: એવો અદ્ભૂત કેચ ઝડપ્યો કે તમે જોઇને દંગ રહી જશો, અસંભવ ને સંભવ બનાવી ઝડપ્યો કેચ, જુઓ Video

શનાકા (Dashun Shanaka) એ મેચમાં બે કેચ લીધા અને બંને અદભૂત હતા. બીજા કેચ વિશે શું કહેવું? જાણે કોઈ અશક્ય કાર્ય શક્ય બન્યું હોય.

T20 World Cup 2021: એવો અદ્ભૂત કેચ ઝડપ્યો કે તમે જોઇને દંગ રહી જશો, અસંભવ ને સંભવ બનાવી ઝડપ્યો કેચ, જુઓ Video
Dashun Shanaka made an amazing catch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 9:09 AM

આ એક કહેવત ક્રિકેટમાં પ્રખ્યાત છે કે, કેચ ઝડપો, મેચ જીતો. શ્રીલંકા (Sri Lanka) એ પણ એવું જ કંઇક કર્યું છે. નામિબિયા (Namibia) સામેની તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં તેણે કેચ ઝડપીને મેચ જીતી હતી. સૌથી અદભૂત શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા (Dasun Shanaka) એ ઝડપેલો કેચ હતો. શનાકાએ મેચમાં બે કેચ ઝડપ્યા હતા અને બંને અદભૂત હતા. બીજા કેચ વિશે તો શું કહેવું? જાણે કોઈ અશક્ય કાર્ય શક્ય બન્યું હતુ. કેવી રીતે, તમે તે કેચ જોઈને અને તેના વિશે જાણીને જ સમજી શકો છો. આવો જાણીએ કે તે કેચ કેટલો રસપ્રદ હતો.

નામિબિયાના દાવની 19 મી ઓવર ચાલી રહી હતી. બોલર શ્રીલંકાનો ચામીરા હતો. નામિબિયાના બેટ્સમેન રૂબેને આ ઓવરનો બીજો બોલ સીધા બેટ વડે રમ્યો હતો. બોલ બોલર તરફ હવામાં ગયો. પરંતુ ચામીરા સમજી ગયો કે તે તેને પકડી શકશે નહીં, તેથી પ્રયત્ન પણ કર્યો નહીં. પરંતુ પછી ખબર પડી કે બેટ્સમેન રૂબેનની વિકેટ પડી ગઈ છે. તેનો કેચ પકડાઇ ચૂક્યો છે. ચામીરાએ જે કેચ અશક્ય તરીકે છોડી દીધો હતો. પંરતુ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ તે અશક્ય કેચને શક્ય બનાવતા ઝડપી લીધો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શનાકાએ અશક્ય કેચ શક્ય બનાવ્યો

જ્યારે બોલ જમીન પર પડવાનો હતો. તે પહેલા શનાકાએ તેને પોતાની મુઠ્ઠીમાં કરી લીધો હતો. આ દ્રશ્ય જોઈને સ્ટેડિયમમાં બેઠેલા લોકો દંગ રહી ગયા હતા. શું થયું તેનુ કોઈને ખ્યાલ જ નહોતો આવી રહ્યો. આ કેવી રીતે થયું? જોકે એ પણ સાચું છે કે આવા કેચ પકડીને મેચ જીતી જવાય છે.

શનાકાએ કેચ પકડ્યો, શ્રીલંકાએ મેચ જીતી લીધી

આ મેચમાં દસુન શનાકાનો આ બીજો કેચ હતો. આ આશ્ચર્યજનક કેચ પહેલા તેણે નામીબિયાના ઓપનર જેન ગ્રીનનો કેચ પકડ્યો હતો. શ્રીલંકાએ નામીબિયા સામેની મેચ 39 બોલ પહેલા જ 7 વિકેટે જીતી હતી.

પ્રથમ બેટીંગ રમતા નામીબિયાની ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શકી નહોતી. તે 19.3 ઓવરમાં 96 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી મહિષ ટિકસાનાએ 3 વિકેટ લીધી હતી. જ્યારે વાનિંદુ અને લાહિરુ કુમારાને 2-2 વિકેટ મેળવી હતી. જવાબમાં શ્રીલંકાએ 97 રનના લક્ષ્યાંકને 13.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા તરફથી રાજપક્ષે 42 રને અણનમ રહ્યો હતો. જ્યારે આવિષ્કા ફર્નાન્ડોએ અણનમ 30 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ Bandula Warnapura : શ્રીલંકાના ખેલાડીએ આજે તેની છેલ્લી ઈનિંગ રમી દુનિયાને અલવિદા કહ્યું, વર્લ્ડ ક્રિકેટમાં ફેલાયો સન્નાટો

આ પણ વાંચોઃ Ravi Shastri જૂનો Profession પસંદ કરશે ? બેટિંગ કોચની નજર Promotion પર ! ટીમ ઇન્ડિયા સાથે કરાર સમાપ્ત થયા બાદ જાણો દરેકનો ફ્યુચર પ્લાન

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">