T20 World Cup 2021: ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે તૈયારીઓમાં બની વ્યસ્ત, હાર્દિક પંડ્યાએ પણ બોલીંગ પ્રેકટીશ કરી

પ્રથમ મેચમાં પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમે (Team India) હવે ન્યૂઝીલેન્ડ સામે કોઈપણ ભોગે જીત મેળવવી જરૂરી છે. 31 ઓક્ટોબરે યોજાનારી આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

T20 World Cup 2021: ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે તૈયારીઓમાં બની વ્યસ્ત, હાર્દિક પંડ્યાએ પણ બોલીંગ પ્રેકટીશ કરી
Team India Practice sessions
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 9:17 AM

T20 World Cup 2021 માં ટીમ ઈન્ડિયા (Team India) માટે આગામી કેટલાક દિવસો ખૂબ જ મહત્વના રહેવાના છે. જો ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીતવાની પોતાની આશા જીવંત રાખવી હોય તો 31 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની મેચમાં તમામ તાકાત, વ્યૂહરચના અને હિંમત લગાવવી પડશે. આ પહેલા તેના માટે ટીમે બાકી રહેલા દિવસોમાં સારી રીતે મેચની તૈયારી કરવી પડશે. આ પ્રયાસમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ બુધવારે જોરદાર પ્રેક્ટિસ કરી હતી.

પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામેની હાર બાદ દબાણમાં આવી ગયેલી ભારતીય ટીમે બે દિવસનો બ્રેક લીધો હતો. ત્યાર પછી મેદાન પર પરત ફરીને સૌથી મહત્વપૂર્ણ મેચની તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગથી લઈને બેટિંગ અને બોલિંગ સુધી ઘણી મહેનત કરી હતી. જેમાં સૌથી વધુ નજર હાર્દિક પંડ્યા (Hardik Pandya) પર હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પાકિસ્તાન સામે 24 ઓક્ટોબરે રમાયેલા વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડમાં ભારતીય ટીમને ગ્રુપ-2ની પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન વિરૂદ્ધ તમામ વર્લ્ડ કપમાં સતત 12 મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. જેણે બધાને ચોંકાવી દીધા હતા. પાકિસ્તાને 10 વિકેટે જીત નોંધાવીને ભારત માટે રાહ મુશ્કેલ બનાવી દીધી હતી. જો કે, ભારતીય ટીમ પાસે પોતાને તૈયાર કરવા માટે ઘણો સમય છે. કારણ કે ટીમની બીજી મેચ 31 ઓક્ટોબરે છે. આવી સ્થિતિમાં ટીમે બે દિવસ આરામ કર્યો અને પછી બુધવાર 27 ઓક્ટોબરે મેદાનમાં પરત ફરી હતી.

ટીમ ઈન્ડિયાની ખાસ ફિલ્ડિંગ ડ્રીલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે સાંજે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં ભારતીય ખેલાડીઓ ખાસ પ્રકારની ફિલ્ડિંગ ડ્રિલમાં વ્યસ્ત નજર આવતા હતા. કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, કેએલ રાહુલ સહિત ઘણા ખેલાડીઓને 4-4 ના ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. દરેક જૂથના ચાર ખેલાડીઓ એકબીજાને જોતા ખૂબ નજીકથી ઉભા હતા અને પછી બોલ ફેંકતી વખતે કેચ કરવાની પ્રેક્ટિસ કરતા હતા.

હાર્દિકની ફિટનેસ અને બોલિંગ પર નજર

જો કે, પ્રેક્ટિસ સેશનમાંથી બહાર આવેલા સૌથી મોટા સમાચાર તસવીરોમાં જોવા મળ્યા ન હતા. પરંતુ તે ટીમ ઈન્ડિયા અને પ્રશંસકો માટે ઉત્સાહિત હતા. આ સમાચાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસના હતા. અહેવાલો અનુસાર, પાકિસ્તાન સામેની મેચમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયેલા હાર્દિકે પ્રેક્ટિસ સેશન દરમિયાન ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો. આ પછી હાર્દિક પહેલીવાર બોલિંગ કરતો જોવા મળ્યો હતો. હાર્દિકે શાર્દુલ ઠાકુર અને ભુવનેશ્વર કુમારની સામે નેટમાં થોડી ઓવર પણ ફેંકી હતી. જો કે, તે ન્યુઝીલેન્ડ સામે બોલિંગ કરશે કે નહીં તે કહેવું વહેલું છે, પરંતુ આ શરૂઆતથી થોડી રાહત મળી હશે.

વિરાટ કોહલીએ બોલરો પર પ્રહાર કર્યા

આ પછી હાર્દિકે થોડો સમય બેટિંગ પણ કરી હતી. તે જ સમયે, હાર્દિક સિવાય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ બેટનું જોર અજમાવતો જોવા મળ્યો હતો. દુબઈમાં TV9ના રિપોર્ટર શુભાયન ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નેટ્સ સેશન દરમિયાન બોલરો પર પ્રહાર કરી રહ્યો હતો અને મોટા શોટ રમી રહ્યો હતો. જે આગામી મેચની તૈયારીના સંદર્ભમાં સારો સંકેત છે.

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Points Table: નામીબિયાએ સ્કોટલેન્ડ સામે જીત મેળવી ભારતીય ટીમની સ્થિતી વધુ મુશ્કેલ બનાવી દીધી!

આ પણ વાંચોઃ  T20 World Cup: ટીમ ઇન્ડીયા પર ટૂર્નામેન્ટથી બહાર થવાનુ તોળાતુ સંકટ, આ 4 બાબતો છે મુખ્ય કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">