AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: અફઘાનિસ્તાન ના કેપ્ટન મોહમ્મદ નબીને તાલિબાન પર સવાલ કરાયો, જવાબમાં બતાવ્યુ ‘દર્દ’

અફઘાનિસ્તાન પર તાલિબાનો (Taliban) ના કબજા બાદ પ્રથમ વખત ત્યાંની ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરવા જઈ રહી છે. ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) પહેલા અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબી (Mohammad Nabi) એ ટીમની સમસ્યાઓ કહી હતી.

T20 World Cup 2021: અફઘાનિસ્તાન ના કેપ્ટન મોહમ્મદ નબીને તાલિબાન પર સવાલ કરાયો, જવાબમાં બતાવ્યુ 'દર્દ'
Mohammad Nabi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 6:31 PM
Share

નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, શેરીઓમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે. નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે અને આ બધા દુઃખ અને દર્દ વચ્ચે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (Afghanistan Cricket Team) કંઈક કરવા માંગે છે. વિશ્વમાં નામ કમાવા માંગે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનો (Taliban) ના કબજા બાદ પ્રથમ વખત ત્યાંની ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરવા જઈ રહી છે. ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે ટીમના ખેલાડીઓ UAEપહોંચી ગયા છે. કેપ્ટન મોહમ્મદ નબી (Mohammad Nabi) ને વિશ્વાસ છે કે તે સારું પ્રદર્શન કરશે અને ટીમને આગળ લઈ જશે.

તમને જણાવી દઈએ કે નબીને 10 ઓક્ટોબરે અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કારણ કે સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાને કેપ્ટન બનવાનો ઇનકાર કર્યો હતો. આ માટે તેણે કહ્યું કે ટીમ પસંદ કરતા પહેલા તેનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી. 36 વર્ષીય નબી 2013 થી 2015 વચ્ચે ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

રવિવારે શરૂ થનાર ટી20 વર્લ્ડકપ પહેલા તેણે મીડિયા સમક્ષ કોન્ફરન્સ કોલમાં કહ્યું હતું કે, ‘કેપ્ટનશિપ ખૂબ જ મુશ્કેલ જવાબદારી છે. હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ કે ટીમ ટૂર્નામેન્ટમાં સારું રમે. હું કેપ્ટન તરીકે રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. અફઘાનિસ્તાનની ટીમની પ્રથમ મેચ 25 ઓક્ટોબરે પહેલા તબક્કાની ક્વોલીફાયર ટીમ સામે રમવાનુ છે. તે ને ગ્રુપ બેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને એક ક્વોલિફાયર સાથે રાખવામાં આવ્યા છે.

નબીને તાલિબાન પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો

અફઘાનિસ્તાનમાં તાલિબાનો સત્તા પર આવ્યા હોવા છતાં ટીમે ટી20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું છે. અમેરિકન દળોને પાછો ખેંચી લીધા પછી, અફઘાનિસ્તાનમાં ખૂબજ લોહી વહ્યુ અને હિંસા થઈ. નબી એ આ મુદ્દે બોલવાનો ઇનકાર કર્યો અને માત્ર વિઝા સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, ટીમ છેલ્લા દોઢેક મહિનાથી તૈયારી કરી રહી છે. વિઝા બાબતમાં કેટલીક સમસ્યાઓ હતી, જેના કારણે ખેલાડીઓ યુએઈમાં વહેલા ન આવી શક્યા. તેઓ કતારમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે પૂર્વ ઝિમ્બાબ્વે ક્રિકેટર અને ઈંગ્લેન્ડના કોચ એન્ડી ફ્લાવર અફઘાનિસ્તાન માટે બેટિંગ સલાહકાર હશે, જ્યારે દક્ષિણ આફ્રિકાના લાન્સ ક્લુસનર મુખ્ય કોચ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર શોન ટેટ બોલિંગ કોચ હશે.

ટી 20 વર્લ્ડ કપ 2021 માટે અફઘાનિસ્તાન ટીમ

મોહમ્મદ નબી (કેપ્ટન), હઝરતુલ્લાહ ઝઝઈ, ઉસ્માન ગની, મોહમ્મદ શહઝાદ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, હશમતુલ્લાહ શાહિદી, અસગર અફઘાન, ગુલબદીન નાયબ, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જન્નત, રશીદ ખાન, મુજીબ ઉર રહેમાન, હમીદ હસન , ફરીદ અહેમદ અને નવીન-ઉલ-હક.

આ પણ વાંચોઃ IPL 2021: ફાઇનલ પહેલા જ કોલકાતા નાઇટ રાઇડર્સ ની છાવણી સૂમસામ બની ગઇ, આ કારણ થી KKR માં છવાઇ ગઇ નિરાશા

આ પણ વાંચોઃ IPL 2021: ધોની આજે આઇપીએલની અંતિમ મેચ રમશે ? કોલકાતા સામે ફાઇનલ પહેલા ચાહકોને થવા લાગી ચિંતા

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">