IPL 2021: એમએસ ધોની સામે આવતા જ વેંક્ટેશ ઐય્યરની બોલતી બંધ થઇ ગઇ હતી બંધ, કહ્યુ, ધોનીને રુબરુ જોતા આવો રહ્યો અનુભવ

વેંકટેશ ઐય્યરે (Venkatesh Iyer) IPL 2021 માં 10 મેચમાં 370 રન બનાવ્યા હતા અને કોલકાતા નાઈટ રાઈડર્સને ત્રણ વિકેટ લઈને ફાઈનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

IPL 2021: એમએસ ધોની સામે આવતા જ વેંક્ટેશ ઐય્યરની બોલતી બંધ થઇ ગઇ હતી બંધ, કહ્યુ, ધોનીને રુબરુ જોતા આવો રહ્યો અનુભવ
MS Dhoni-Venkatesh Iyer
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:38 PM

IPL 2021 માં ભારતને ફરી નવા સ્ટાર્સ મળ્યા છે. સ્ટાર્સ જે ભવિષ્યમાં તેમની ચમક ફેલાવશે. આમાંથી એક છે વેંકટેશ ઐય્યર (Venkatesh Iyer). ઐય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) તરફથી રમ્યો હતો. IPL 2021 ના ​​પહેલા તબક્કામાં તેને તક મળી નહોતી, પરંતુ બીજા તબક્કામાં તેણે શાનદાર બેટિંગ કરી હતી અને કોલકાતાને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) કોલકાતાને હરાવ્યું હતું.

દરમિયાન, ઐય્યરે ધોનીને મળવાની તક ગુમાવી નહીં, પરંતુ ધોનીની સામે ગયા પછી ઐય્યરના મોંમાંથી શબ્દો જ નીકળ્યા નહીં. ઐય્યરે પોતે આ વાત કહી છે. ઐય્યરે મીડિયા રિપોર્ટમાં વાત કરતા આ વાત કરી હતી. જ્યારે અય્યરને પૂછવામાં આવ્યું કે ધોનીને મળવાનું તેને કેવું લાગે છે, ત્યારે તેણે કહ્યું હતુ.

તેણે કહ્યુ કે, હું તેમની સાથે વાત કરી શકતો નહતો. હું તેમની આભામાં હતો. હું તેમને જોતો રહ્યો અને મેદાનમાં માત્ર તેમને નોટીસ કરતો રહ્યો. તેઓ એ રીતે જ છે કે, તેમના વિશે જેવુ કહેવામાં આવ્યુ હતુ. તેમને પોતાની સામે જોવાની એક અલગ જ લાગણી હતી. તે એકદમ શાંત છે. દૂરથી મને ખ્યાલ આવી શકે છે, કે તે પોતાને કેટલા શાંત રાખે છે અને વ્યૂહરચના બનાવે છે. જે મેચનો રસ્તો બદલી નાંખે છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

યુએઇમાં ટીમ ઇન્ડિયા સાથે રહેશે

ઐય્યરે IPL 2021 માં 10 મેચમાં 370 રન બનાવ્યા અને ત્રણ વિકેટ પણ લીધી. આ પ્રદર્શન માટે ઐય્યરને ઈનામ પણ મળ્યું. તે યુએઈમાં છે અને ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને મદદ કરવા તેમની સાથે જોડાયો છે. જ્યારે ઐય્યરને ટીમ ઇન્ડિયા સાથે જોડાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, હું આ વાતનું વર્ણન કરી શકતો નથી. હું બહુ ખુશ છું. મને આ તક આપવામાં આવી છે. હું મારી પૂરી ક્ષમતા સાથે જે કંઈ કરી શકું તે યોગદાન આપીશ. મને ખબર નથી કે ભવિષ્ય શું હશે. જ્યારે પણ હું ગમે તે રીતે યોગદાન આપી શકું, હું મારું સંપૂર્ણ 100% આપીશ.

મોર્ગન સાથે સરખામણી કરાતા આમ કહ્યુ

અય્યરે ફાઇનલમાં મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 50 રન બનાવ્યા. અય્યરે 32 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેણે શુભમન ગિલ સાથે મળીને ટીમને સારી શરૂઆત આપી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 91 રન જોડ્યા હતા. પરંતુ જલદી આ જોડી પેવેલિયન પરત ફરી. કોલકાતાની ટીમ બેકફૂટ પર આવી. અય્યરે જે રીતે બેટિંગ કરી છે તે જોઈને તેની સરખામણી કોલકાતા નાઈટ રાઈડર્સ અને ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન સાથે કરવામાં આવી છે. જ્યારે તેને આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તે એક મહાન ખેલાડી છે, ચેમ્પિયન છે. તે વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન છે. તે આખી ટીમને પોતાની સાથે લઈ જાય છે, હું તેની સાથે રમવા માટે ઉત્સાહિત હતો.

આ પણ વાંચોઃ IPL 2021: ચેમ્પિયન ચેન્નાઇનો ‘હિરો’ ઓરેન્જ કેપ જીતીને ઘરે પહોંચતા જ શાનદાર સ્વાગત કરાયુ

આ પણ વાંચોઃ T20 World Cup 2021: પ્રથમવાર 7 ભારતીય ખેલાડીઓ વિશ્વકપમાં રમશે, આ 4 ખેલાડીઓની સફર પાકિસ્તાન સામેની મેચ થી શરુ થશે!

g clip-path="url(#clip0_868_265)">