PSL 2022: કેચ છોડ્યો તો બદલામાં સિનીયરે થપ્પડ ઘસી દીધી, Live મેચમાં જ પાકિસ્તાની ખેલાડીએ અપમાનજનક હરકત કરી, જુઓ Video

પાકિસ્તાન સુપર લીગ (Pakistan Super League) માં જેન્ટલમેનની ક્રિકેટની રમતની છબી ખરડાઈ છે. પાકિસ્તાની ખેલાડીની હરકતને કારણે આવું બન્યું છે.

PSL 2022: કેચ છોડ્યો તો બદલામાં સિનીયરે થપ્પડ ઘસી દીધી, Live મેચમાં જ પાકિસ્તાની ખેલાડીએ અપમાનજનક હરકત કરી, જુઓ Video
Kamran Ghulam એ કેચ ડ્રોપ કરતા જ Haris Raufનો ગુસ્સો સાતમા આસામાને પહોંચી ગયો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 10:29 AM

ક્રિકેટ એક ટીમ ગેમ છે, જ્યાં દરેક ખેલાડી એકબીજા સાથે ખભે ખભા મિલાવીને ઊભો રહે છે. આ ગુણને કારણે તેને જેન્ટલમેન ગેમ પણ કહેવામાં આવે છે. પરંતુ, પાકિસ્તાનની ટી-20 લીગ (Pakistan Super League) માં આ જેન્ટલમેન ગેમની ઈમેજ કલંકિત થઈ છે. પાકિસ્તાની ખેલાડીની હરકતને કારણે આવું બન્યું છે. આમ પણ રમતમાં ભૂલો તો થતી રહે છે, પરંતુ કોઈ ખેલાડી જાણી જોઈને ભૂલ કરતો નથી. તમામ ખેલાડીઓ આ વાત સારી રીતે સમજે છે. તેમ છતાં, પાકિસ્તાન સુપર લીગ (PSL) માં જ્યારે એક ખેલાડી એક કેચ ચૂકી ગયો તો તેનો એક સિનિયર ખેલાડી ગુસ્સે થઈ ગયો. ગુસ્સાની તીવ્રતા એટલી હતી કે તેણે તેને મેદાનમાં જ સાથી ખેલાડીને થપ્પડ મારી દીધી હતી. થપ્પડ મારનાર પાકિસ્તાની ખેલાડીનું નામ હેરિસ રઉફ (Haris Rauf) છે.

આ મામલો 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સુપર લીગમાં રમાયેલી પેશાવર ઝાલ્મી અને લાહોર કલંદર્સ વચ્ચેની મેચ સાથે સંબંધિત છે. આ મેચમાં લાહોર કલંદરનો બોલર હેરિસ રઉફ તેની પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો. ત્યારપછી તેના બીજા બોલ પર હઝરતુલ્લાહ ઝઝઈનો કેચ કામરાન ગુલામ તરફ ગયો, જેને તેણે ડ્રોપ કરી દીધો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

PSL માં થપ્પડ કાંડ

કેચ છોડતાની સાથે જ હેરિસ રઉફ ભડકી ગયો હતો. તે પણ જ્યારે રમત હમણાં જ શરૂ થઈ હતી. તે ગુસ્સામાં કામરાન પાસે આવ્યો અને તેને જોરદાર થપ્પડ મારી. હરિસ રઉફની તેની ટીમના સાથી સાથેની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પહેલા ફટકાર્યો, પછી ભેટ્યો

જો કે, મેચમાં 1.2 ઓવરમાં બનેલી આ ઘટનાના સિક્કાની બીજી બાજુ પણ વહેલી જોવા મળી હતી. આ વખતે ઓવર 16.4 હતી અને બોલર શાહીન શાહ આફ્રિદી હતો, હેરિસ રઉફ નહીં. પેશાવરના બેટ્સમેન તલતે શોટ રમ્યો અને બોલ ફરી એકવાર કામરાન ગુલામ પાસે ગયો. તેણે તેને ફિલ્ડ કરી અને સીધો વિકેટ પર થ્રો કર્યો હતો. તલત રન આઉટ થયો હતો. પછી શું, હેરિસ રઉફે તરત જ તેને ગળે લગાડ્યો. જાણે પોતાની થપ્પડ મારવાની ભૂલ સમજાઈ ગઈ હોય એમ.

આ પણ વાંચોઃ IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 ટક્કરમાં 200 રનનો આંકડો વાત વાતમાં પાર થઇ જાય છે, જાણો અત્યાર સુધીના 5 સૌથી મોટા સ્કોર

આ પણ વાંચોઃ IND vs SL: ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ બાદ હવે શ્રીલંકાનો વારો, ટીમ ઇન્ડિયા પડશે ભારે! જાણો સિરીઝનુ પુરુ શિડ્યૂલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">