AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC Breaking News: ન્યૂઝીલેન્ડની શાનદાર જીત સાથે સુપર-8માં એન્ટ્રી, કેનેડા ટુર્નામેન્ટમાંથી બહાર

ટી20 વિશ્વ કપ 2026 ના 31માં મુકાબલામાં ન્યૂઝીલેન્ડ અને કેનેડા વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે કેનેડાને ધ્વસ્ત કરી નાખ્યું હતું.

ICC T20 WC Breaking News: ન્યૂઝીલેન્ડની શાનદાર જીત સાથે સુપર-8માં એન્ટ્રી, કેનેડા ટુર્નામેન્ટમાંથી બહાર
Image Credit source: Cricinfo
| Updated on: Feb 17, 2026 | 2:51 PM
Share

ટી20 વિશ્વ કપ 2026 ના 31માં મુકાબલામાં ન્યૂઝીલેન્ડ અને કેનેડા વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં કિવી ટીમે શાનદાર પ્રદર્શન કરતા 8 વિકેટે જીત મેળવી લીધી છે.

ફિલિપ્સ અને રવિન્દ્રની ‘અડધી સદી’

કેનેડા માટે આ ટુર્નામેન્ટની સતત ત્રીજી હાર હતી. આ સાથે જ કેનેડાની ટીમ સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાંથી બહાર (એલિમિનેટ) થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડ માટે આ મેચમાં ગ્લેન ફિલિપ્સ અને રચિન રવિન્દ્રએ શાનદાર અડધી સદી ફટકારી હતી. કિવી ટીમ માટે આ જીત એટલા માટે પણ ખાસ રહી, કારણ કે ટીમે સુપર-8 માટે ક્વોલિફાય કરી લીધું છે. ટીમે ગ્રુપ સ્ટેજમાં રમાયેલી 4 માંથી 3 મેચમાં જીત મેળવી લીધી છે.

2 વિકેટ ગુમાવ્યા બાદ કરી ‘વાપસી’

જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી નહોતી અને ચોથી ઓવર સુધીમાં તેણે પોતાના બંને ઓપનિંગ બેટ્સમેન ટિમ સીફર્ટ (06) અને ફિન એલન (21) ની વિકેટ ગુમાવી દીધી હતી. એલને ડિલન હેઈલિગરના બોલ પર ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો હતો પરંતુ આ જ બોલરે તેની પછીની ઓવરમાં તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં બે વિકેટના નુકસાને 60 રન બનાવ્યા હતા.

કેનેડાની ટીમ આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. કેનેડા ટીમ તરફથી યુવરાજ સામરાએ શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. સામરાએ 65 બોલનો સામનો કરીને 110 રનની તોફાની ઈનિંગ રમી હતી.

યુવરાજની ‘સદી’ એળે ગઈ

ન્યૂઝીલેન્ડને તેના ઝડપી બોલરો પર પૂરો ભરોસો હતો પરંતુ યુવરાજ સામે તેમનું કંઈ જ ચાલ્યું નહીં. કિવી ટીમ તરફથી જેકબ ડફી, કાઇલ જેમીસન, મેટ હેનરી અને જેમ્સ નીશમે એક-એક વિકેટ ઝડપી હતી. યુવરાજની આ શાનદાર ઈનિંગને કારણે જ ટીમે 20 ઓવરમાં 173 રનનો સ્કોર બનાવ્યો હતો, જેને વિરોધી ટીમે (ન્યૂઝીલેન્ડ) સરળતાથી હાંસલ કરી લીધો હતો.

આ પણ વાંચો: Breaking News: ‘2027 વર્લ્ડ કપ’ પહેલા જ ટીમ ઈન્ડિયાના કોચનું રાજીનામું? રાજસ્થાન રોયલ્સે ગંભીરને આપી એક ‘નવી ઓફર’

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">