Sunil Gavaskar Birthday: સુનીલ ગાવસ્કરે પોતાની બેટિંગથી કર્યા હેરાન, પોતાના ખેલાડીને જ ‘અપશબ્દો’ કહેવા લાગ્યો ઇમરાન ખાન
Sunil Gavaskar Birthday: 1987 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઇ હતી જે સુનીલ ગાવસ્કરના કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી હતી. ટેસ્ટ શ્રેણી દરમિયાન એક મેચમાં સુનીલ ગાવસ્કરને ઇમરાન ખાન આઉટ કરવામાં સતત અસફળ જઇ રહ્યો હતો.
સુનીલ ગાવસ્કર તેમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ફકત ભારત જ નહીં વિશ્વભરના ક્રિકેટ ફેન્સના ફેવરિટ ખેલાડીમાંથી એક હતા. સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) ટેસ્ટ કેરિયરમાં 10,122 રન કર્યા હતા જેમાં 354 સદી સામેલ હતી. તેનો બેસ્ટ ટેસ્ટ સ્કોર 236 નોટ આઉટ છે.
સુનીલ ગાવસ્કરનો જન્મ 10 જુલાઇ 1949 ના રોજ મુંબઇમાં થયો હતો, અને તે આજે 74 વર્ષના થઇ ગયા છે. ભારતના આ દિગ્ગજ ક્રિકેટ ખેલાડીએ 1971 થી 1987 ની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના દમ બતાવ્યો હતો. તેની રમત જોઇને એક ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનના ઇમરાન ખાન પોતાના જ ખેલાડી રમીઝ રાજાને સ્લેજ કરવા લાગ્યો હતો.
આ પણ વાંચો: Canada Open Badminton: લક્ષ્ય સેનની કેનેડા ઓપનમાં શાનદાર જીત, ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન લી શી ફેંગને આપી માત
1987 માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસ પર આવી હતી અને એક મેચ દરમિયાન રમીઝ રાજા સુનીલ ગાવસ્કર માટે શોર્ટ લેગ પર ઊભો હતો. ઇમરાન ખાન બોલિંગ કરી રહ્યો હતો. ભારતનો દિગ્ગજ બેટ્સમેન ઓફ સાઇડની બોલને છોડી રહ્યો હતો.
જ્યારે પણ ઇમરાન ખાન સ્ટમ્પ તરફ બોલિંગ કરતો હતો ત્યારે સુનીલ ગાવસ્કર લેગ સાઇડમાં શોર્ટ લેગ તરફ ફોર માટે ફટકારી દેતો હતો. રમીઝ રાજા ત્યારે શોર્ટ લેગ પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. ઇમરાન ખાન સુનીલ ગાવસ્કરને આઉટ કરવામાં અસફળ જઇ રહ્યો હતો અને તેથી ગુસ્સામાં તે રમીઝ રાજાને અપશબ્દ બોલવા લાગ્યો હતો. તેણ રમીઝ રાજાને સુનીલ પાસેથી ઓપનિંગ બેટીંગ કેવી રીતે કરાઇ તે શીખવા કહ્યું હતું.
A tale of tears and triumph!
| Sunil Gavaskar gets emotional while recalling the historic 1983 World Cup win, and recalls Bishan Singh Bedi’s heartwarming gesture.
Let’s celebrate the legacy & pride once again ahead of the Little Master’s birthday.#SunilGavaskar #Cricket pic.twitter.com/O0ZOg1N2GH
— Star Sports (@StarSportsIndia) July 9, 2023
રમીઝ રાજાને કહ્યા ‘અપશબ્દ’
રમીઝ રાજાએ થોડા વર્ષો પહેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે ઇમરાન ગાવસ્કરને આઉટ કરવાની જગ્યાએ તેને અપશબ્દ કહી રહ્યો હતો. રમીઝ રાજા પ્રમાણે સુનીલ ગાવસ્કરે દુનિયાના બેસ્ટ બોલિંગ એટેકની ધાર ઓછી કરી દીધી હતી. ભારતની ટીમે આ શ્રેણી 0-1 થી ગુમાવી દીધી હતી. શરૂઆતની 4 મેચ ડ્રો રહી હતી, પણ બેંગ્લુરૂમાં રમાયેલ અંતિમ ટેસ્ટમાં પાકિસ્તાને 16 રનથી જીત મેળવી ને શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો.
અંતિમ ટેસ્ટમાં રહ્યો પ્લેયર ઓફ ધ મેચ
બેંગ્લુરૂ ટેસ્ટ સુનીલ ગાવસ્કરના કેરિયરની અંતિમ ટેસ્ટ હતી. સુનીલ અંતિમ ટેસ્ટમાં માત્ર 4 રનથી સદી ચૂકી ગયો હતો. ગાવસ્કર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો તો ઇમરાન ખાન પ્લેયર ઓફ ધ સીરીઝ રહ્યો હતો. ગાવસ્કરે ભારત માટે 125 ટેસ્ટ અને 108 વનડે મેચ રમી છે. વનડેમાં તેણે 3092 રન બનાવ્યા છે. વનડેમાં સુનીલે એક સદી અને 27 અર્ધી સદી ફટકારી છે.