Canada Open Badminton: લક્ષ્ય સેનની કેનેડા ઓપનમાં શાનદાર જીત, ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન લી શી ફેંગને આપી માત

Canada Open 2023: લક્ષ્ય સેને કેનેડા ઓપનની ફાઇનલમાં ચીનના ખેલાડી લી શી ફેંગને માત આપી હતી અને કેનેડાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. લક્ષ્ય સેને સારા પ્રદર્શનને ફાઇનલમાં યથાવત રાખી જીત મેળવી હતી.

Canada Open Badminton: લક્ષ્ય સેનની કેનેડા ઓપનમાં શાનદાર જીત, ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન લી શી ફેંગને આપી માત
Lakshya Sen wins Canada Open 2023 title
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 1:40 PM

ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને (Lakshya Sen) જબરદસ્ત રમત દેખાડી ને પોતાની કારકિર્દીનો બીજો BWF Super 500 ખિતાબ જીત્યો હતો. લક્ષ્ય સેને કેનેડા ઓપનની ફાઇનલમાં ચીનના લી શી ફેંગને સીધા સેટમાં માત આપી હતી. 21 વર્ષીય લક્ષ્ય સેને પોતાની કારકિર્દીનું પ્રથમ સુપર 500 ખિતાબ 2022 ઇન્ડિયન ઓપનના રૂપમાં જીત્યુ હતુ.

ફાઇનલમાં સેનની શાનદાર રમત

લક્ષ્ય સેને કેનેડા ઓપનની ફાઇનલમાં પોતાની ઝડપ અને પાવર ગેમ સાથે ચીનના ખેલાડીને માત આપી હતી. ચીની ખેલાડી ફાઇનલમાં એક પણ સેટ જીતવામાં અસફળ રહ્યો હતો. લક્ષ્ય સેને પ્રથમ સેટ 21-18 થી જીત્યો હતો અને બીજો સેટ 22-20 થી જીત્યો હતો. સંપૂર્ણ મેચ દર્શકો માટે રોમાંચક રહી હતી અને તનાવથી ભરપૂર મેચમાં સેને જીત મેળવીને પાતોની આગવી છાપ કોર્ટ પર છોડી હતી.

કોમનવેલ્થ ગેમ્સમાં સેને જીત્યો હતો ગોલ્ડ મેડલ

લક્ષ્ય સેને ગત વર્ષ ઓગષ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ આ પ્રથમ વખત ટાઇટલ જીત્યો હતો. સેન આ વર્ષે ટાઇટલ જીતનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે, આ પહેલા મે મહિના માં એચ એસ પ્રણોયે મલેશિયા માસ્ટર્સનો ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચો: Asian Games: એશિયન ગેમ્સ માટે 36 સભ્યોની સ્વિમિંગ ટીમની જાહેરાત, માના પટેલ અને આર્યન નહેરા ટીમમાં સામેલ

સેનનો બીજા સેટમાં શાનદાર કમબેક

બીજા સેટમાં લક્ષ્ય સેન 16-20 થી પાછળ ચાલી રહ્યો હતો અને તેની સામે ચીનના ખેલાડી પાસે ચાર ગેમ પોઇન્ટ હતા પણ સેને તે બાદ સતત 6 પોઇન્ટ જીતીને સેટની સાથે સાથે મેચ પણ જીતી લીધી હતી. બંને ખેલાડીની જો વાત કરીએ તો હેડ-ટુ-હેડ રેકોર્ડમાં લક્ષ્ય સેને આ જીત સાથે 5-2 થી સરસાઇ મેળવી લીધી છે. 7 વખત બંને ખેલાડીની ટક્કર થઇ છે પણ સેનનો દબદબો રહ્યો છે. સેન ખરાબ ફોર્મના કારણે રેન્કિંગમાં 19 માં ક્રમે પહોંચી ગયો હતો પણ ગત વર્ષ દરમિયાન કરાયેલ નાકની સર્જરી બાદ સેન ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો હતો. આ જીત બાદ સેનના આત્મવિશ્વાસમાં વધારો થશે તેવુ દેખાઇ રહ્યું છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માગ પ્રબળ- Video
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માગ પ્રબળ- Video
એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપ
એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપ
રાણીપમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
રાણીપમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
ભાજપે મહારાષ્ટ્રમા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને આપ્યા લખલૂંટ વચનો
ભાજપે મહારાષ્ટ્રમા ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને આપ્યા લખલૂંટ વચનો
BJP કાર્યકરે કંકોત્રીમાં લખાવ્યુ ‘બટોગે તો કટોગે’નું સૂત્ર
BJP કાર્યકરે કંકોત્રીમાં લખાવ્યુ ‘બટોગે તો કટોગે’નું સૂત્ર
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
રામોલ પોલીસ તોડકાંડમાં DCPએ હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">