AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunil Gavaskar Birthday : હેલ્મેટ વિના કર્યો તોફાની બોલનો સામનો, ડેબ્યૂ સિરીઝમાં જ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ ભારતના પહેલા લિટલ માસ્ટરના Video

તેમણે ભારતીય ક્રિકેટ માટે પોતાની બેટથી એવા રન બનાવ્યા કે ભારતીય ટીમ સાથે તેમનું કદ પણ આખી દુનિયામાં આપોઆપ વધી ગયું. ચાલો જાણીએ પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર (Sunil Gavaskar) વિશેની રસપ્રદ વાતો.

Sunil Gavaskar Birthday : હેલ્મેટ વિના કર્યો તોફાની બોલનો સામનો, ડેબ્યૂ સિરીઝમાં જ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ ભારતના પહેલા લિટલ માસ્ટરના Video
Sunil Gavaskar Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 6:48 AM
Share

Sunil Gavaskar Happy Birthday: કોઈપણ વ્યક્તિની સાચી ઓળખ તેના કદ, જન્મસ્થાન, જાતિ કે ધર્મથી નથી થતી, તેના કામથી થતી હોય છે. કોઈપણ માણસની ભાષા, સ્વભાવ અને કામ તેના વ્યક્તિત્વનો અરીસો હોય છે. આજે ભારતના પહેલા લિટલ માસ્ટરનો જન્મદિવસ છે. તેમણે ભારતીય ક્રિકેટ માટે પોતાની બેટથી એવા રન બનાવ્યા કે ભારતીય ટીમ સાથે તેમનું કદ પણ આખી દુનિયામાં આપોઆપ વધી ગયું. ચાલો જાણીએ પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર (Sunil Gavaskar) વિશેની રસપ્રદ વાતો.

સુનિલ ગાવસ્કરનો જન્મ 10 જુલાઈ, 1949ના રોજ મુંબઈમાં થયો હતો. 70-80ના દાયકામાં ગાવસ્કરે ક્રિકેટના પિચ પર એકથી એક શાનદાર ઈનિંગ રમી હતી. એક સમયે તેમના નામે સૌથી વધારે રન અને સદીનો રેકોર્ડ હતો. ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર 10,000 રનનો આંકડો ગાવસ્કરે જ પૂર્ણ કર્યો હતો. ગાવસ્કરે સેટ કરેલો આ રેકોર્ડ આજે દરેક ક્રિકેટ માટે સપના જેવું છે.

આ પણ વાંચો : શાહિદ આફ્રિદીની દીકરીના લગ્નમાં પહોંચ્યા પાકિસ્તાનના સ્ટાર ખેલાડીઓ, જુઓ PHOTOS

કલાસ , ટેકનીક અને નીડરતા એટલે સુનિલ ગાવસ્કર

ગાવસ્કરે એ સમયે પણ આક્રમક ક્રિકેટ રમ્યું જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સૌથી શ્રેષ્ઠ ટીમ હતી. વેસ્ટ ઈન્ડિઝના ખૂંખાર બોલર્સ એન્ડી રોબર્ટ્સ, મેક્લમ માર્શલ, માઈકલ હોલ્ડિંગના નામથી બેટ્સમેન જ્યારે કાંપતા હતા, ત્યારે ગાવસ્કર હેલમેટ વગર રમતા હતા. આવા બોલર્સ સામે હેલમેટ કાઢવાનું કોઈ વિચારી શકતું ના હતું , પણ આવું હિંમતવાળું કામ કરીને તેમણે પોતાનું કદ ખુબ ઊંચું કરી દીધું હતું.

આ પણ વાંચો : PHOTOS : સાજો થઈ ગયો રિષભ પંતનો પગ ? હાર્દિક પડંયા સાથે દેખાયો, ટૂંક સમયમાં મેદાન પર મચાવશે ધમાલ

આજે પણ ગાવસ્કરની બેટિંગની પ્રશંસા થતી રહે છે. તેમની પાસે એકથી એક ચઢિયાતા સ્ટ્રોક હતા. ગાવસ્કરની બેટિંગમાં ક્લાસ હતો જેને કારણે દરેક વ્યક્તિ તેમની બેટિંગના ફેન બની જતા હતા. સુનિલ ગાવસ્કરના કલાસ, ટેકનીક અને નીડરતાને કારણે તેઓ દુનિયાના શ્રેષ્ઠ ક્રિકેટર્સમાંથી એક બન્યા હતા.

આ પણ વાંચો : Asia Cup 2023: એશિયા કપનુ શેડ્યૂલ ક્યારે થશે જાહેર? દક્ષિણ આફ્રિકામાં થશે સ્થળ અને તારીખનો નિર્ણય!

17 વર્ષની ઉંમરથી નામ કમાયું

વર્ષ 1966માં 17 વર્ષની ઉંમરમાં તેમને બેસ્ટ સ્કૂલ બોય ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી તેમને મુંબઈની રણજી ટીમમાં આવ્યો હતો.ટેસ્ટમાં 34 સદી ફટકારનાર ગાવસ્કરની વનડેમાં માત્ર એક જ સદી છે. ગાવસ્કરે ભારત માટે 125 ટેસ્ટ મેચ રમી અને 51.12ની એવરેજથી 10,122 રન બનાવ્યા.

આ દરમિયાન તેણે 34 સદી અને 45 અડધી સદી ફટકારી હતી. વનડેમાં, તેણે ભારત માટે 108 મેચ રમી અને 35.13ની એવરેજથી 3092 રન બનાવ્યા, જેમાં 27 અડધી સદી અને એક સદી સામેલ છે.

ગાવસ્કરે સૌપ્રથમ 1975-76માં ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની કેપ્ટનશીપ કરી હતી.ગાવસ્કરને 1978-79માં સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. ગાવસ્કરને થોડી વાર કેપ્ટન્સી સોંપવામાં આવી અને પછી છીનવી લેવામાં આવી. એક કેપ્ટન તરીકેની તેની સફર કોઈ રોલર-કોસ્ટર રાઈડથી ઓછી નથી.

ગાવસ્કરે 47 ટેસ્ટ મેચોમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું, જેમાંથી તેઓ આઠમાં હારી ગયા હતા અને નવમાં જીત મેળવી હતી, જ્યારે 30 મેચ ડ્રો રહી હતી. વનડેમાં તેણે 37 મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું, 14માં જીત અને નવમાં હાર, બે મેચનું પરિણામ આવી શક્યું નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">