ICC Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રોમો લોન્ચ થયો, ચાહકોએ પાકિસ્તાનની મજાક ઉડાવી

ચેમ્પિયન ટ્રોફીનો પ્રોમો લોન્ચ થયો. ત્યારબાદ ભારતીય ચાહકો પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યા છે. સ્ટાર સ્પોર્ટસે ચેમ્પિયન ટ્રોફીનો પ્રોમો લોન્ચ કર્યો છે.

ICC Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રોમો લોન્ચ થયો, ચાહકોએ પાકિસ્તાનની મજાક ઉડાવી
Follow Us:
| Updated on: Dec 10, 2024 | 1:18 PM

ચેમ્પિયન ટ્રોફીનું આયોજન આઈસીસી 7 વર્ષ બાદ કરવા જઈ રહી છે. મેગા ઈવેન્ટની યજમાની પાકિસ્તાનને આપવામાં આવી છે. જો કે, પાકિસ્તાન ટુર્નામેન્ટનું સંપૂર્ણ આયોજન કરશે કે નહીં તેના પર હજુ આઈસીસી ટુંક સમયમાં નિર્ણય સંભળાવશે. ભારતે ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી દીધી છે. ત્યારે આ ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ પર રમવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે સ્ટાર સ્પોર્ટસે ચેમ્પિયન ટ્રોફીનો એક પ્રોમો લોન્ચ કર્યો છે. જેના પર ભારતીય ચાહકો પાકિસ્તાનની મજા લઈ રહ્યા છે.

ચાહકો પાકિસ્તાનની લઈ રહ્યા છે મજા

સ્ટાર્ સ્પોર્ટસે જે પ્રોમો લોન્ચ કર્યો છે. તેમાં એક પર પાકિસ્તાનનું સ્ટેડિયમ જોવા મળતું નથી. હવે આ વાત પર ભારતીય ચાહકો પાકિસ્તાનની મજા લઈ રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું યજમાની કરનાર દેશનું નામ નથી. બીજા યુઝરે કહ્યું હોસ્ટિંગ નેશનનું નામ નથી.

B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
શિયાળામાં મળતી ચીલની ભાજી ખાવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-12-2024
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો

સ્ટાર સ્પોર્ટસે ચેમ્પિયન ટ્રોફીના પ્રોમોમાં યજમાન દેશ પાકિસ્તાનનું નામ આપ્યું નથી અને ન તો પ્રોમોમાં પાકિસ્તાનનું સ્ટેડિયમમાં દેખાડવામાં આવ્યું છે. હવે આના પર ભારતીય ચાહકો મજા લઈ રહ્યા છે.

પાકિસ્તાને રાખી શરત

રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાને હાઈબ્રિડ મોડલમાં હા પાડી છે પરંતુ હાઈબ્રિડ મોડલ માટે વર્ષ 2031 સુધી પાકિસ્તાન આઈસીસી ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ કરશે નહિ. હજુ અંતિમ નિર્ણય આઈસીસીને લેવાનો છે.

8 ટીમ ભાગ લેશે

ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારતનો મુકાબલો યુએઈમાં થઈ શકે છે. ભારત , પાકિસ્તાન સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ,ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન,ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ચેમ્પિયન ટ્રોફીમાં ભાગ લેશે. છેલ્લી વખત ચેમ્પિયન ટ્રોફી યજમાન ઈંગ્લેન્ડે કરી હતી. પાકિસ્તાને સરફરાઝ અહમદની આગેવાનીમાં ભારતને ફાઈનલમાં હરાવ્યું હતુ.

ટીમ ઈન્ડિયા તાજેતરની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે.જો ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવું હોય તો તેમના માટે સૌથી સરળ રસ્તો એ છે કે ઓસ્ટ્રેલિયા સામે એક પણ મેચ ન હારવી. હાલમાં ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર છે. જો ટીમ ઈન્ડિયા બાકીની ત્રણ મેચોમાં એક પણ મેચ હારશે નહીં અને 4-1થી જીતશે તો તે ફાઈનલમાં પહોંચી જશે. એટલું જ નહીં, જો ટીમ ઈન્ડિયા 3-1થી જીતી જાય તો પણ ફાઈનલમાં સીધી એન્ટ્રી મળી જશે.

g clip-path="url(#clip0_868_265)">