SL vs IRE : વનિન્દુ હસરંગાએ કરી કમાલ, આવું કરનાર વિશ્વનો પ્રથમ સ્પિન બોલર બન્યો
શ્રીલંકન સ્પિનર વનિન્દુ હસરંગાએ વર્લ્ડ કપ ક્વોલિફાયરની એક મેચમાં આયર્લેન્ડ સામે પાંચ વિકેટ ઝડપી વનડે ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.

ICC વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં શ્રીલંકાના લેગ સ્પિનર વાનિન્દુ હસરંગાએ ઈતિહાસ રચ્યો હતો. રવિવારે આયર્લેન્ડ સામે રમાયેલી ODI મેચમાં હસરંગાએ શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી. હસરંગાએ સતત ત્રીજી મેચમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી અને આવું કરનાર તે વિશ્વનો માત્ર બીજો બોલર બની ગયો હતો. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યુનિસે સતત ત્રણ મેચમાં પાંચથી વધુ વિકેટ ઝડપી હતી. વકારે નવેમ્બર 1990માં ન્યૂઝીલેન્ડ સામે સતત ત્રણ મેચમાં 11 રનમાં પાંચ વિકેટ, 16 રનમાં પાંચ વિકેટ અને ત્યારબાદ 52 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.
Wanindu Hasaranga’s third consecutive five-for puts Sri Lanka in the Super Six as Ireland’s #CWC23 hopes end!
📝 #SLvIRE: https://t.co/U7ra1VHfI0 pic.twitter.com/JLoXvcMCMV
— ICC (@ICC) June 25, 2023
ત્રણ મેચમાં 16 વિકેટ ઝડપી
સતત ત્રણ મેચમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવા મામલે હસરંગા વિશ્વનો સૌપ્રથમ સ્પિન બોલર બની ગયો છે. આ પહેલા કોઈ પણ સ્પિન બોલર આવી કમાલ કરી શક્યા નથી. હસરંગાએ રવિવારે આયર્લેન્ડ સામે 10 ઓવરમાં 79 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ પહેલા તેણે ઓમાન સામે 13 રન આપીને પાંચ વિકેટ લીધી હતી અને યુએઈ સામે 24 રન આપીને છ વિકેટ લીધી હતી. આમ તેણે સતત ત્રીજી વનડેમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી દમદાર રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.
આ પણ વાંચોઃ Asia Cup : ટીમ ઈન્ડિયાની વધી મુશ્કેલી, શ્રેયસ અય્યર એશિયા કપમાંથી થઈ શકે છે બહાર
શ્રીલંકા સુપર સિક્સ રાઉન્ડમાં
વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં શ્રીલંકાએ આયર્લેન્ડને 133 રનથી હરાવ્યું હતું અને સુપર સિક્સ રાઉન્ડમાં પ્રવેશ્યું હતું, જ્યારે આયર્લેન્ડ વર્લ્ડ કપની રેસમાંથી બહાર થઈ ગયું હતું. શ્રીલંકાએ ટોસ હારી પહેલા બેટિંગ કરતાં કરુણારત્નેની સદીની મદદથી આયર્લેન્ડને 326 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે આયર્લેન્ડની ટીમ 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હસરંગાએ દમદાર બોલિંગનું પ્રદર્શન કરતાં પાંચ વિકેટ ઝડપી હતી અને શ્રીલંકાને મોટી જીત અપાવી હતી.
🖐️🖐️🖐️
Wanindu Hasaranga celebrates his third consecutive five-wicket haul as Sri Lanka advances to the Super Six! 🎉🏏#LionsRoar #SLvIRE #CWC23 pic.twitter.com/riUZGMRQge
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 25, 2023
શ્રીલંકાની જીતમાં વાનિન્દુ હસરંગાનું યોગદાન
વાનિન્દુ હસરંગાએ વનડે વર્લ્ડ કપના ક્વોલિફાયર રાઉન્ડમાં શાનદાર બોલિંગનું પ્રદર્શન કરી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકન ટીમ હવે વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાની નજીક પહોંચી રહી છે અને જો શ્રીલંકા આ જ રીતે આગળ વધતું રહેશે તો વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી લેશે. શ્રીલંકાની જીતનો મુખ્ય આધાર વાનિન્દુ હસરંગાના પ્રદર્શન પર જ રહેશે.