AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ટુર્નામેન્ટ શરૂ થવાના 100 દિવસ પહેલા ICC જાહેર કરશે વર્લ્ડ કપનું શેડ્યૂલ

ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપની રાહ જોઈ રહેલ ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 27 જૂનના દિવસે મંગળવારે ICC વનડે વર્લ્ડ કપની સત્તાવાર જાહેરાત કરી શકે છે અને મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી શકે છે.

World Cup 2023: ટુર્નામેન્ટ શરૂ થવાના 100 દિવસ પહેલા ICC જાહેર કરશે વર્લ્ડ કપનું શેડ્યૂલ
World Cup 2023 schedule
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 6:59 PM
Share

ODI વર્લ્ડ કપને હવે ઓછો સમય બાકી રહ્યો છે. જેમ-જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ-તેમ ફેન્સમાં ક્રિકેટ વર્લ્ડ કપને લઈ ઉત્સાહ સતત વધી રહ્યો છે. આ વર્ષે વનડે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે, જેને લઈ ભારતીય ક્રિકેટ ચાહકો ખૂબ જ ખુશ છે અને હવે બધા જ ક્રિકેટના મહાકુંભના શેડ્યૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફેન્સ માટે સારા સમાચાર

ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપની રાહ જોઈ રહેલ ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 27 જૂનના દિવસે મંગળવારે ICC વનડે વર્લ્ડ કપની સત્તાવાર જાહેરાત કરી શકે છે અને મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી શકે છે. જેમાં મેચોની તારીખની સાથે વેન્યુ પણ જાહેર કરવામાં આવશે.

100 દિવસ પહેલા જાહેર થશે શેડ્યૂલ

વર્લ્ડ કપ 2023નો શેડ્યૂલ 27 જૂનના દિવસે જાહેર કરવામાં આવશે. ICC વર્લ્ડ કપ શરૂ થવાના 100 દિવસ પહેલા શેડ્યૂલ જાહેર કરશે. વર્લ્ડ કપ સંભવિત 5 ઓક્ટોબરે શરૂ થશે અને 27 જૂનથી 5 ઓકટોબર વચ્ચે 100 દિવસનો સમય છે, એવામાં વર્લ્ડ કપ શરૂ થવાના 100 દિવસ પહેલા ICC વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરશે એવું માનવામાં આવી રહ્યું છે.

10 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે

વનડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની યજમાનીમાં રમાવાનો છે. જેનું સંપૂર્ણ શેડ્યૂલ હજી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે. જેમાં આઠ ટીમો પહેલાથી જ ક્વોલિફાય કરી ચૂકી છે અને બે સ્થાન માટે ઝીમ્બાબ્વેમાં ક્વોલિફાયર રાઉન્ડ ચાલી રહ્યા છે, જેમાં ટોપ-2માં રહેનાર ટીમ નવમી અને દસમી ટીમ તરીકે ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

આ પણ વાંચોઃ ODI WC Qualifier: ક્યારેય નહીં જોયો હોય આવો કેચ, કેરેબિયન ખેલાડીએ બાઉન્ડ્રીની બહાર જઈને કર્યો કમાલ, જુઓ Video

27 જૂને ICC શેડ્યૂલ જાહેર કરશે

વર્લ્ડ કપ પહેલા એશિયા કપ પણ યોજાશે, જેના પાકિસ્તાનમાં આયોજનને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડની નારાજગીના કારણે હવે શ્રીલંકામાં અમુક મેચો યોજાશે, જે બાદ પાકિસ્તાનની ભારતમાં વર્લ્ડ કપ ન રમવાની ધમકીના કારણે વનડે વર્લ્ડ કપના શેડ્યૂલને જાહેર કરવામાં વિલંબ થયો છે. જોકે હવે સૂત્રોના જણાવ્યા અનુસાર 27 જૂનના દિવસે ICC વનડે વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">