AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup Qualifiers : આયર્લેન્ડ વર્લ્ડ કપની રેસમાંથી થયું બહાર, શ્રીલંકા ક્વોલિફાયરના સુપર સિક્સ સ્ટેજમાં પ્રવેશ્યું

ક્વોલિફાયર રાઉન્ડમાં શ્રીલંકા સામે હાર બાદ આયર્લેન્ડની ટીમ વર્લ્ડ કપની રેસમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે શ્રીલંકન ટીમ સુપર સિક્સ સ્ટેજમાં ક્વોલિફાય કરવામાં સફળ રહ્યું છે.

ODI World Cup Qualifiers : આયર્લેન્ડ વર્લ્ડ કપની રેસમાંથી થયું બહાર, શ્રીલંકા ક્વોલિફાયરના સુપર સિક્સ સ્ટેજમાં પ્રવેશ્યું
Sri Lanka beat Ireland
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 8:36 PM
Share

વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં શ્રીલંકાની ટીમે આયર્લેન્ડને 133 રને હરાવી ક્વોલિફાયરના સુપર સિક્સ સ્ટેજમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે બીજી તરફ હાર સાથે આયર્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

આયર્લેન્ડનું સપનું થયું ચકનાચૂર

ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવા માટે ચાલી રહેલ મુકાબલામાં આજે શ્રીલંકા સામે આયર્લેન્ડને 133 રનથી મોટી હાર મળી હતી. આ હાર સાથે આયર્લેન્ડનું વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાનું સપનું અધૂરું રહી ગયું હતું. જ્યારે બીજી તરફ કેપ્ટન દાસુન શનાકાની આગેવાનીમાં વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમી રહેલ શ્રીલંકન ટીમે આયર્લેન્ડને હરાવી સુપર સિક્સ સ્ટેજમાં ક્વોલિફાય કર્યું હતું.

શ્રીલંકા સુપર સિક્સ રાઉન્ડમાં પહોંચ્યું

ઝીમ્બાબ્વેના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલ મુકાબલામાં શ્રીલંકા સામે આયર્લેન્ડે ટોસ જીતી પહેલા શ્રીલંકાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા દિમુથ કરુણારત્નેની સદી અને સમરવિક્રમાના 82 રનની મદદથી 325 રન બનાવ્યા હતા અને આયર્લેન્ડને જીતવા 326 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા આયર્લેન્ડની ટીમ 31 ઓવરમાં 192 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકન સ્પિનર વાનિન્દુ હસરંગાએ પાંચ વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ ODI World Cup Qualifiers : સ્કોટલેન્ડના યુવા ખેલાડીએ રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર ચોથો ખેલાડી બન્યો

કરુણારત્નેની સદી, હસરંગાની પાંચ વિકેટ

શ્રીલંકાની ટીમે આયર્લેન્ડ સામે દમદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગમાં દિમુથ કરુણારત્નેએ તેની વનડે કારકિર્દીની સૌપ્રથમ સદી ફટકારી હતી અને ટીમને 300થી વધુનો સ્કોર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે બોલિંગમાં સ્ટાર બોલર વાનિન્દુ હસરંગાએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી આયર્લેન્ડની ટીમના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. બંને ખેલાડીઓ સિવાય આખી ટીમે ફિલ્ડિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. દિમુથ કરુણારત્ને તેની શતકીય ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">