ODI World Cup Qualifiers : સ્કોટલેન્ડના યુવા ખેલાડીએ રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર ચોથો ખેલાડી બન્યો
ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ પહેલા ઝીમ્બાબ્વેમાં રમાઈ રહેલ વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલામાં સ્કોટલેન્ડ અને ઓમાન વચ્ચેની મેચમાં સ્કોટલેન્ડના યુવા ખેલાડીએ સદી ફટકારી હતી અને એક ખાસ લિસ્ટમાં સામેલ થયો હતો.
વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં સ્કોટલેન્ડ અને ઓમાન વચ્ચેના મુકાબલામાં સ્કોટલેન્ડના બ્રાન્ડોન મેકમુલેને શાનદાર સદી ફટકારી હતી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચ પહેલા સ્કોટલેન્ડનો મુકાબલો આયર્લેન્ડ સામે થયો હતો, જેમાં પણ બ્રાન્ડોન મેકમુલેને દમદાર પ્રદર્શન કરી પાંચ વિકેટ ઝડપી હતી. સતત બે મેચમાં મેકમુલેને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
વર્લ્ડ કપમાં સદી અને પાંચ વિકેટ
ICC વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023ની 16મી મેચમાં સ્કોટલેન્ડના બ્રાન્ડોન મેકમુલેને ઈતિહાસ રચ્યો હતો. ઓમાન સામે સદી ફટકાર્યા બાદ મેકમુલન ચોથો ખેલાડી બન્યો પાંચ વિકેટ ઝડપવાની સાથે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હોય. તે સદી અને પાંચ વિકેટ લેનારો ચોથો એવો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં પહેલું નામ ભારતના મનોજ પ્રભાકરનું છે. બીજા નંબરે લાન્સ ક્લુઝનર, ત્રીજા નંબરે પાકિસ્તાનના અબ્દુલ રઝાક અને ચોથા નંબરે બ્રાન્ડોન મેકમુલનનું નામ જોડાયું છે.
What a knock!
Brandon McMullen notches up his maiden ODI century 👏#CWC23 | 📝 #SCOvOMA: https://t.co/BplNbwniOe pic.twitter.com/labFoQyZzV
— ICC (@ICC) June 25, 2023
ODI કારકિર્દીની પ્રથમ સદી
સ્કોટલેન્ડના સ્ટાર ખેલાડીઓમાંથી એક બ્રાન્ડોન મેકમુલેને વનડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. મેકમુલને શાનદાર બેટિંગ કરતાં તેની ઇનિંગ્સમાં 121 બોલમાં 112.40ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 136 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 14 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. મેકમુલેને બીજી વિકેટ માટે મેથ્યુ ક્રોસ સાથે 106 બોલમાં 82 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. મેકમુલેને તેની પ્રથમ સદી 90 બોલનો સામનો કરીને ફટકારી હતી.
આ પણ વાંચોઃ ODI World Cup Qualifiers : 35 વર્ષની ઉંમરે પ્રથમ ODI સદી ફટકારી આ ખેલાડીએ કરી કમાલ
Brandon McMullen is certainly a some player to watch out from associate nation. He notches up his maiden ODI century today in just 92 balls and he had taken 5 wicket hual against Ireland in world cup qualifier. What a player 👏👏👏#CWC23 #SCOvOMA pic.twitter.com/aT3cchWlky
— Asheesh (@Asheesh00007) June 25, 2023
ઓમાનને 321 રનનો ટાર્ગેટ
ઓમાન અને સ્કોટલેન્ડ વચ્ચેની ક્વોલિફાયર મેચમાં ઓમાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને સ્કોટલેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. સ્કોટલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 320 રન બનાવ્યા હતા. બ્રાન્ડોન મેકમુલેને શાનદાર સદી ફટકારી હતી જ્યારે કેપ્ટન બેરિંગટને અડધી સદી ફટકારી હતી. ઓમાન તરફથી બિલાલ ખાને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે ફયાઝ બટ્ટ બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.