AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ આફ્રિકાની હારથી WTC પોઈન્ટ ટેબલમાં ફેરફાર, ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડને ફાયદો, જાણો ભારતની શું છે સ્થિતિ?

દક્ષિણ આફ્રિકાને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ પર પણ અસર પડી છે. દક્ષિણ આફ્રિકાને મોટું નુકસાન થયું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડને ફાયદો થયો છે.

દક્ષિણ આફ્રિકાની હારથી WTC પોઈન્ટ ટેબલમાં ફેરફાર, ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડને ફાયદો, જાણો ભારતની શું છે સ્થિતિ?
WTCImage Credit source: X
| Updated on: Oct 13, 2026 | 9:06 PM
Share

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ડર્બનમાં કિંગ્સમીડ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 214 રનની કારમી હાર બાદ દક્ષિણ આફ્રિકાને પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર નુકસાન થયું છે. આ હાર પહેલા 75 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને રહેલ પ્રોટીઝ હવે ત્રીજા સ્થાને સરકી ગયું છે.

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

કિંગ્સમીડ ખાતે રમાયેલી મેચમાં, ઓસ્ટ્રેલિયન ટીમે સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 390 રનનો મજબૂત સ્કોર બનાવ્યો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 284 રનમાં ઓલઆઉટ થઈ ગયું. પ્રથમ ઇનિંગમાં 106 રનની લીડ મેળવ્યા બાદ, કાંગારૂઓએ 6 વિકેટે 314 રન પર પોતાનો બીજો ઇનિંગ ડિકલેર કર્યો, જેનાથી યજમાન ટીમને જીત માટે 421 રનનો લક્ષ્યાંક મળ્યો. જોકે, સમગ્ર દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 206 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે ઓસ્ટ્રેલિયાને 214 રનના મોટા માર્જિનથી આસાન વિજય મળ્યો.

WTC પોઈન્ટ ટેબલમાં ફેરફાર

આ મેચના પરિણામથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના સ્ટેન્ડિંગમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. પાંચ મેચમાંથી ત્રણ જીત અને બે હાર સાથે, દક્ષિણ આફ્રિકાના પોઈન્ટ ટકાવારી 60.00 પર પહોંચી ગઈ છે, જ્યારે તેમના કુલ પોઈન્ટ હવે 36 છે. દરમિયાન, છ મેચમાંથી ચાર જીત એક હાર અને એક ડ્રો સાથે ન્યુઝીલેન્ડ 72.22 પોઈન્ટ ટકાવારી સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા 11 મેચમાંથી નવ જીત અને માત્ર બે હાર સાથે 81.8 પોઈન્ટ ટકાવારી સાથે ટોચ પર છે.

ભારતની શું છે સ્થિતિ?

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 રેન્કિંગમાં બાંગ્લાદેશ 55.56 પોઈન્ટ ટકાવારી સાથે ચોથા ક્રમે છે. ભારત 51.52 પોઈન્ટ ટકાવારી સાથે પાંચમા ક્રમે છે. ઈંગ્લેન્ડ છઠ્ઠા ક્રમે, શ્રીલંકા સાતમા ક્રમે, વેસ્ટ ઈન્ડિઝ આઠમા ક્રમે અને પાકિસ્તાન નવમા ક્રમે તળિયે છે.

Breaking News: ડબલ હેટ્રિક સાથે એક જ ઓવરમાં 5 વિકેટ, આ બોલરે મચાવી તબાહી

Follow Us
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
g clip-path="url(#clip0_868_265)">