Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSL 2022: શાહિદ આફ્રિદીની રેકોર્ડ બ્રેક ધોલાઇ, ચોગ્ગા અને છગ્ગા ‘ઉડવા’ લાગતા 4 ઓવરમાં 67 રન લુટાવ્યા

ક્વેટા ગ્લેડીયેટર્સના બોલરોનું શરમજનક પ્રદર્શન, ઈસ્લામાબાદ યુનાઈટેડએ 4 વિકેટે 229 રન બનાવ્યા, મેચમાં શાહિદ આફ્રિદી (Shahid Afridi)ની બરાબર ધોલાઇ થઇ ગઇ હતી.

PSL 2022: શાહિદ આફ્રિદીની રેકોર્ડ બ્રેક ધોલાઇ, ચોગ્ગા અને છગ્ગા 'ઉડવા' લાગતા 4 ઓવરમાં 67 રન લુટાવ્યા
Shahid Afridi એ પોતાના સ્પેલમાં 8 છગ્ગા લુટાવ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 8:58 AM

પાકિસ્તાન સુપર લીગ 2022 (PSL 2022) ની 10મી મેચ ક્વેટા ગ્લેડીયેટર્સ વચ્ચે રમાઇ હતી. ક્વેટા ગ્લેડીયેટર્સના બોલરોની આ મેચમાં ખૂબ ધોલાઇ થઇ હતી અને એમાંય ખાસ કરીને શાહિદ આફ્રિદી (Shahid Afridi) ને જાણે કે ધોળા દિવસે તારા બતાવવા સમાન ધોલાઇ કરી હતી. ઈસ્લામાબાદ યુનાઈટેડ (Islamabad United) ના બેટ્સમેનોએ મેચમાં છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા હતા. ઈસ્લામાબાદના 3 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી અને બીજી તરફ ક્વેટા ગ્લેડીયેટર્સના બોલરોએ હોલસેલના દરે રન લૂંટાવી દીધા હતા. જેમાં ખાસ કરીને શાહિદ આફ્રિદી ખરાબ રીતે પીટાયો હતો, જેણે 4 ઓવરમાં 67 રન આપ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ઈસ્લામાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 229 રનનો પર્વત જેવો સ્કોર ક્વેટા ગ્લેડીયેટર્સ સામે બનાવ્યો હતો. PSL 2022 માં શાહિદ આફ્રિદીની આ પ્રથમ મેચ હતી, તેને કોવિડ થયો હતો અને તેને પોતાના ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. જોકે, આફ્રિદીની વાપસી ઘણી નિરાશાજનક રહી. આફ્રિદીએ તેની 4 ઓવરમાં 8 સિક્સર લુટાવી હતી અને તેણે પ્રતિ ઓવર 16.80 રન આપ્યા હતા.

તો વળી હોલસેલ રન લુટાવનાર શાહિદ આફ્રિદી PSL ઈતિહાસમાં સૌથી વધુ રન આપનારો બોલર બની ગયો છે. આફ્રિદી પહેલા ગત સિઝનમાં જ ઝફર ગોહરે 4 ઓવરમાં 65 રન આપ્યા હતા. 2019માં શાહીન આફ્રિદીએ પણ 4 ઓવરમાં 62 રન આપ્યા છે. આમ હવે આફ્રિદી પીએસએલના ઇતિહાસમાં સૌથી વધુ ધુલાઇ થયેલા બોલર તરીકે પ્રથમ સ્થાને નોંધાઇ ગયો છે.

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

સ્ટર્લિંગ, મુનરો અને આઝમખાનની આક્રમક રમત

ઈસ્લામાબાદ યુનાઈટેડના બેટ્સમેનોની વાત કરીએ તો પોલ સ્ટર્લિંગે માત્ર 28 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી. તેના બેટ વડે 3 છગ્ગા અને 7 ચોગ્ગા હતા. કોલિન મુનરોએ 39 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. આઝમ ખાને પણ 35 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાં 6 છગ્ગા અને 2 ચોગ્ગા હતા. ઇસ્લામાબાદ ટીમ તરફ થી 17 ચોગ્ગા અને 1 છગ્ગા નોંધાયા હતા.

એહસાન અલીએ પણ ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી 27 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. એહસાને 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઇસ્લામાબાદે મેચમાં ક્વેટા ગ્લેડીયેટર્સ ને 43 રન હાર આપી હતી. ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમ 186 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. હસલ અલીએ ક્વેટા તરફ થી અર્ધશતકીય ઇનીંગ રમી હતી. કોલિન મુનરોને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Sabarkantha: તલોદ નગર પાલિકાના સભ્યોએ અચાનક રાજકીય માહોલ ગરમ કરી દીધો, રાજીનામા ધરી ધારાસભ્ય અને પ્રમુખને ભીંસમાં લીધા

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર-અમદાવાદ હાઇવે પર ‘કર્કવૃત્ત નિદર્શન સાયન્સ પાર્ક’ શરુ થવાની જોવાઇ રહી છે રાહ, ગત બજેટમાં આપી હતી ભેટ

g clip-path="url(#clip0_868_265)">