કરવા ચોથના દિવસે શુભમન ગિલ એરપોર્ટ પર “Sara” સાથે જોવા મળ્યો, જુઓ વીડિયો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Oct 14, 2022 | 3:17 PM

ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલનું (Shubman Gill) કરિયર અત્યારે ધમાકેદાર છે અને મેદાનની બહાર પણ તેનો દબદબો છે. શુભમન ગિલ ફરી એકવાર સારા સાથે જોવા મળ્યો હતો.

કરવા ચોથના દિવસે શુભમન ગિલ એરપોર્ટ પર Sara સાથે જોવા મળ્યો, જુઓ વીડિયો
shubman gill
Image Credit source: Instagram

ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલના (Shubman Gill) કરિયરનો ગ્રાફ હાલમાં સતત વધી રહ્યો છે. આ સમયે તે ટેસ્ટ બાદ વનડે ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે સતત સારો દેખાવ કરી રહ્યો છે. શુભમન ગિલે હાલમાં જ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યો હતો અને દક્ષિણ આફ્રિકા સિરીઝમાં પણ સારી બેટિંગ કરી હતી. શુભમન ગિલ માત્ર મેદાન પર જ નહીં પરંતુ તે મેદાનની બહાર પણ બહાર પણ ફોર્મમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શુભમન ગિલ ફરીથી બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) સાથે જોવા મળ્યો હતો.

કરવા ચોથના દિવસે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શુભમન ગિલ અને સારા અલી ખાન એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે. આમાં શુભમન ગિલ પાસે સામાન છે અને તેની પાછળ સારા અલી ખાન જોવા મળી રહી છે. આ વીડિયોમાં સારા અલી ખાન ફ્લાઈટની અંદર જોવા મળે છે જેમાં તે કેબિન ક્રૂના સભ્ય સાથે સેલ્ફી ક્લિક કરતી જોવા મળી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સારા અલી ખાન અને શુભમન ગિલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે, પરંતુ હજુ સુધી આ વાતની કોઈ પણ પુષ્ટિ થઈ નથી.

લંડનમાં પણ સાથે જોવા મળ્યા હતા ગિલ-સારા

તમને જણાવી દઈએ કે શુભમન ગિલ આ પહેલા પણ સારા અલી ખાન સાથે જોવા મળી ચૂક્યો છે. શુભમન ગિલ સારા અલી ખાન સાથે લંડનની એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો. તે ઓગસ્ટની વાત છે જ્યારે શુભમન ગિલ કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ઈંગ્લેન્ડ ગયો હતો. હવે ફરી એકવાર સારા-શુભમન સાથે જોવા મળી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં ફેન્સનો દાવો છે કે બંને રિલેશનશિપમાં છે.

ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચે જૂનો સંબંધ

આ પહેલીવાર નથી જ્યારે કોઈ ક્રિકેટર બોલિવૂડ એક્ટ્રેસ સાથે જોવા મળ્યો હોય. વર્તમાન ટીમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. કેએલ રાહુલ પણ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે રિલેશનશિપમાં છે, એવા અહેવાલ છે કે બંને જલ્દી લગ્ન કરી લેશે. હાર્દિક પંડ્યાએ પણ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા છે. આ પહેલા યુવરાજ સિંહે પણ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. હરભજન સિંહે ગીતા બસરા સાથે લગ્ન કર્યા છે. ઝહીર ખાને સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા છે. તે સ્પષ્ટ છે કે બોલિવૂડ અને ક્રિકેટ વચ્ચે ઊંડો સંબંધ છે અને કદાચ શુભમન ગિલ અને સારા અલી ખાન તેના નવા ચહેરા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati