ભારતીય ટીમ (TeamIndia) લાંબા સમયથી પાકિસ્તાનના પ્રવાસ પર ગઈ નથી. બંન્ને ટીમો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી દ્વિપક્ષીય સિરીઝ રમી નથી. તો આઈસીસી ટૂર્નામેન્ટ માટે ભારત-પાકિસ્તાન જવાના પક્ષમાં ન હતુ. આગામી વર્ષે યોજાનાર એશિયા કપની મેજબાની પાકિસ્તાનને આપવામાં આવી છે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, બીસીસીઆઈ (BCCI)ભારતને એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન મોકલવા માટે તૈયાર છે. તે સરકારની પરવાનગી વિના આ કામ કરી શકે નહીં.
ભારત અને પાકિસ્તાનની ટીમ હાલમાં આઈસીસી ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં એક-બીજાનો સામનો કરી રહી છે. વર્ષ 2008 બાદ બંન્ને ટીમોએ કોઈ પણ દ્વિપક્ષીય સિરીઝ રમી નથી. ભારત છેલ્લી વખત 2008માં પાકિસ્તાન પ્રવાસ પર ગયુ હતુ અને જ્યાં તેમણે કરાંચીમાં 2 વન-ડે મેચ રમી હતી બંન્ને ટીમોએ આ મેચ 1-1થી જીતી હતી.
18 ઓક્ટોબરે યોજાયેલી એજીએમ પછી બીસીસીઆઈએ ગુરુવારે તમામ રાજ્ય એસોસિએશનોને એક નોંધ મોકલી છે, જેમાં આવતા વર્ષ સુધીનું ભારતનું શેડ્યુલ છે. આ શેડ્યુલ મુજબ ભારત આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં મહિલા ટી20 વર્લ્ડ કપ રમવાનો છે તેમજ અંડર 19 ટી 20 વર્લ્ડકપ પાકિસ્તાનમાં રમાનાર છે તો અંડર 19 ટી 20 વર્લ્ડ કપ પાકિસ્તાનમાં યોજાનાર એશિયાકપના પ્લાનનો પણ એક ભાગ છે. પાકિસ્તાનમાં આગામી વર્ષે વનડે ફોર્મેટમાં એશિયા કપ રમાશે. આ એશિયા કપ પછી ભારતમાં વર્લ્ડકપ રમાશે.
એજીએમની નોટની વાત માનીએ તો સરકાર પરવાનગી આપે તો બીસીસીઆઈ ભારતને પાકિસ્તાન મોકલવા તૈયાર છે છેલ્લી વખત જ્યારે પાકિસ્તાનને મેજબાની આપવામાં આવી હતી ત્યારે બીસીસીઆઈ આના માટે તૈયાર ન હતુ અને એશિયા કપ યુએઈમાં રમાડવામાં આવી હતી. આ વિશે ક્રિકબઝે બીસીસીઆઈના અધિકારી સાથે વાત કરી તો તેમણે હંમેશાની જેમ એ જ કર્યું કે, આને લઈ નિર્ણય લઈ શકીએ નહિ, કારણ કે આ સરકારના અધિકાર ક્ષેત્રમાં છે. રસપ્રદ વાત એ છે કે, હવે બીસીસીઆઈ સચિવ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પણ અધ્યક્ષ છે ત્યારે જો ટૂર્નામેન્ટ અન્ય કોઈ જગ્યાએ આયોજિત કરાવવું મુશ્કિલ નથી. અત્યારસુધી આને લઈ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.