ઝિમ્બાબ્વેમાં દીલ જીતી લેનારી બેટીંગ કરનારા શુભમન ગિલને યુવરાજ સિંહે શુ મંત્ર શિખવ્યો? જાતે જ બતાવ્યુ યુવીએ શુ શિખવ્યુ-Video

શુભમન ગિલે (Shubman Gill) ઝિમ્બાબ્વે સામેની વન ડે સિરીઝની અંતિમ મેચમાં શાનદાર સદી નોંધાવી હતી. તેની જબરદસ્ત રમતને લઈ તે મેન ઓફ ધ પ્લેયર તરીકે પસંદ કરાયો હતો.

ઝિમ્બાબ્વેમાં દીલ જીતી લેનારી બેટીંગ કરનારા શુભમન ગિલને યુવરાજ સિંહે શુ મંત્ર શિખવ્યો? જાતે જ બતાવ્યુ યુવીએ શુ શિખવ્યુ-Video
Shubman Gill એ એક વિડીયોમાં બતાવી યુવી સાથેની વાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 8:51 AM

ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી માં ભારતે શાનદાર જીત નોંધાવી હતી. ભારતે (Indian Cricket Team) ઝિમ્બાબ્વેને 3-0 થી ક્લીન સ્વીપ કરી શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ જીતનો સૌથી મોટો હીરો શુભમન ગિલ (Shubman Gill) હતો, જે પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ બાદ ગિલે ઝિમ્બાબ્વેમાં પણ પોતાના બેટથી દિલ જીતી લીધા. ત્રીજી વનડે મેચમાં શુભમને શાનદાર સદી ફટકારી અને કારકિર્દીમાં પ્રથમ વખત આ કારનામું કર્યું. સદી ફટકાર્યા બાદ શુભમન ગિલે કહ્યું કે ઝિમ્બાબ્વે જતા પહેલા તેણે યુવરાજ સિંહ (Yuvraj Singh) સાથે વાતચીત કરી હતી અને આખરે તેની વાત સાચી સાબિત થઈ.

યુવરાજે સિંહે શુ કહ્યુ શુભમન ગિલને?

શુભમન ગિલે બીસીસીઆઈ ટીવી પર ઈશાન કિશન સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે તેણે ઝિમ્બાબ્વે પ્રવાસ પર જતા પહેલા યુવરાજ સિંહ સાથે વાત કરી હતી. શુભમન ગિલે યુવરાજ સિંહને કહ્યું કે તે સારી ઇનિંગ રમી રહ્યો છે પરંતુ તેના બેટને સદી નથી મળી રહી. આના પર યુવરાજે ગિલને લાંબો સમય ક્રિઝ પર રહેવા કહ્યું. યુવરાજે કહ્યું હતું કે સદી જલ્દી આવશે. આખરે યુવરાજની વાત સાચી સાબિત થઈ અને ગિલના બેટમાં શાનદાર સદી લાગી. ત્રીજી વનડેમાં ગિલે 97 બોલમાં 130 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હરારેની મુશ્કેલ પીચ પર તેનો સ્ટ્રાઈક રેટ 134થી વધુ હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઝિમ્બાબ્વેમાં ગિલનું શાનદાર પ્રદર્શન

શુભમન ગિલ ODI શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 3 માંથી 2 મેચમાં 50 થી વધુ રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી એક અડધી સદી અને એક સદી આવી હતી. ગિલે 122થી વધુની એવરેજથી 245 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ગિલ વેસ્ટ ઈન્ડિઝ સીરીઝમાં પણ પ્લેયર ઓફ ધ સીરીઝ હતો અને ત્યાં પણ તેની એવરેજ 100 થી વધુ હતી. ગિલે તે શ્રેણીમાં 2 અડધી સદીની મદદથી 205 રન પણ બનાવ્યા હતા.

ગિલ અગાઉ 98 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે તે સદીથી બે રન દૂર હતો ત્યારે વરસાદ આવ્યો અને ગિલ તેના માટે ખૂબ જ દુઃખી હતો. જોકે હવે ગિલે સદી ફટકારી છે. તમને જણાવી દઈએ કે શુભમન ગિલે અત્યાર સુધી 9 વનડેમાં 499 રન બનાવ્યા છે. તેની બેટિંગ એવરેજ 71.28 છે. તેમજ સ્ટ્રાઈક રેટ 105 થી વધુ છે. સ્પષ્ટ છે કે આ ખેલાડી ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય છે અને તેના બેટમાંથી રન નીકળવાના છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">