IND vs NZ: શ્રેયસ અય્યરે ડેબ્યુ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારી, 157 બોલમાં 100 રન કર્યા પૂર્ણ

શ્રેયસ અય્યર ભારતની મર્યાદિત ઓવરોની ટીમનો મહત્વનો હિસ્સો છે અને તેણે હવે તેની ટેસ્ટ કારકિર્દીની શાનદાર શરૂઆત તેના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને કરી છે.

IND vs NZ: શ્રેયસ અય્યરે ડેબ્યુ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારી, 157 બોલમાં 100 રન કર્યા પૂર્ણ
Shreyas Iyer ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 12:59 PM

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer)  કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી રહ્યો છે અને તેણે તેની પહેલી જ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર તે ભારતનો 16મો બેટ્સમેન છે. શ્રેયસ અય્યર બે વર્ષથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો નથી અને લાંબા સમય પછી લાલ બોલથી રમી રહ્યો છે. તેને ટેસ્ટમાં તક મળી અને આ જમણા હાથના બેટ્સમેને તેનો પૂરેપૂરો ઉપયોગ કર્યો.અય્યરે 157 બોલમાં આ સદી પૂરી કરી છે.

આ મેદાન પર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર તે ભારતનો બીજો બેટ્સમેન છે. તેમના પહેલા 1969માં ગુનપ્પા વિશ્વનાથે આ મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. વિશ્વનાથે ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂમાં સદી ફટકારી હતી.

અય્યરે મુશ્કેલ સમયમાં ભારત માટે આ ઇનિંગ રમી છે. ભારતીય ટીમ પ્રથમ દિવસે સંઘર્ષ કરી રહી હતી. તેણે 145 રનમાં પોતાની ચાર મોટી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અય્યરે આગેવાની લીધી અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી. તેણે રવિન્દ્ર જાડેજા સાથે સદીની ભાગીદારી કરી હતી. અય્યર પ્રથમ દિવસે 75 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. બીજા દિવસે તેણે જ્યાં પહેલા દિવસે પુરી કરી હતી ત્યાંથી જ શરૂઆત કરી અને સદી પૂરી કરીને ઈતિહાસ રચ્યો. તેણે જાડેજા સાથે 121 રનની ભાગીદારી કરી હતી. જાડેજા બીજા દિવસે 266ના કુલ સ્કોર પર આઉટ થયો હતો. તેણે 50 રન બનાવ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારનાર ત્રીજો ભારતીય અય્યર ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્સમેન છે. સૌ પ્રથમ, એજી ક્રિપાલ સિંહે નવેમ્બર 1955માં પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે અણનમ 100 રન બનાવ્યા હતા. આ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. તેમના પછી, સુરિન્દર અમરનાથે જાન્યુઆરી 1976માં ઓકલેન્ડના ઈડન પાર્કમાં ડેબ્યૂ કરતી વખતે સદી ફટકારી હતી. હવે અય્યરે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે આ કર્યું છે.

કાનપુર સાથે ખાસ સંબંધ અય્યરને આ મેદાન સાથે ખાસ લગાવ છે. સાત વર્ષ પહેલા તેણે આ મેદાન પર આવી ઈનિંગ્સ રમી હતી જેણે તેની કારકિર્દીને નવી દિશા આપી હતી. તેણે 2014માં ફર્સ્ટ ક્લાસ મેચમાં ઉત્તર પ્રદેશ સામે રણજી ટ્રોફીમાં શાનદાર ઇનિંગ રમી હતી. તે સમયે અય્યરની ઉંમર માત્ર 19 વર્ષની હતી. આ મેચમાં અય્યરે મુશ્કેલ સમયમાં 75 રન બનાવ્યા હતા. આનાથી મુંબઈને મેચમાં એક ધાર મળી અને મુંબઈએ મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો : Live IND vs NZ, Live, 1st Test, Day 2: સદી ફટકારશે અય્યર કે કીવીની બોલિંગ પડશે ભારે ?

 આ પણ વાંચો : LPG Connection : હવે માત્ર આધાર કાર્ડ બતાવવાથી મળશે LPG કનેક્શન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">