Pakistan: પાકિસ્તાનની ટીમનો આ ખેલાડી સૌથી વધારે જૂઠ્ઠો! પૂર્વ ઝડપી બોલરે બતાવી હતી તોફાની હરકતની વાત-Video

Pakistan Cricket: પાકિસ્તાન ક્રિકેટમાં અત્યાર સુધીમાં સૌથી વધારે તોફાની અને જુઠ્ઠો ખેલાડી કયો હશે? પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે એક કોમેડી શોમાં આ અંગેનો ખુલાસો કર્યો હતો અને જેનો વિડીયો હજુ પણ વાયરલ થઈ રહ્યો છે.

Pakistan: પાકિસ્તાનની ટીમનો આ ખેલાડી સૌથી વધારે જૂઠ્ઠો! પૂર્વ ઝડપી બોલરે બતાવી હતી તોફાની હરકતની વાત-Video
Wasim Akram બતાવ્યો આ ખેલાડીને જુઠ્ઠો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 4:25 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. વનડે વિશ્વકપને લઈ આઈસીસીએ શેડ્યૂલ જાહેર કર્યા બાદ પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કેટલાક વાંધાઓ સાથે નિવેદન બાજી કરી રહ્યુ છે. તો વળી બીજી તરફ સુરક્ષાને લઈ તેમનુ પ્રતિનિધિ મંડળ ભારત આવનાર હોવાના મીડિયા રિપોર્ટ્સ છે. ભારતમાં રમાનારા વનડે વિશ્વ કપને લઈ પાકિસ્તાન પોતાની લીગ મેચના સ્થળને નિવેદન બાજી કરી રહ્યુ છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વાસીમ અકરમ પીસીબીને અરીસો બતાવતા નિવેદન કરીને ચર્ચામાં રહ્યો છે. તો વળી આ દરમિયાન ભારતમાં અકરમનો એક જૂનો વિડીયો ખૂબ વાયરલ હાલમાં થવા લાગ્યો છે.

પૂર્વ ઝડપી બોલર વસીમ અકરમનો વિડીયો હાલમાં વાયરલ થવાનુ કારણ એ છે કે, તેણે પાકિસ્તાનના ક્રિકેટરને લઈ એક ખુલાસો કર્યો હતો. એ વિડીયોમાં તેણે બતાવ્યુ છે કે, પાકિસ્તાનનો તોફાની અને જુઠ્ઠો ક્રિકેટર કોણ છે. આ વાત જોકે તેણે કોમેડી શોમાં મજાકમાં કરી છે, પરંતુ તેણે વાસ્તવિક દાખલો જરુર આપ્યો છે.

દુનિયાના ઝડપી બોલરને બતાવ્યો જુઠ્ઠો

વસીમ અકરમે ભારત અને પાકિસ્તાન ક્રિકેટની જૂની મેચને યાદ કરીને કોમેડી શોમાં કેટલીક વાતો કરી હતી. આ વાતો દરમિયાન તેણે વિશ્વના સૌથી ઝડપી બોલિંગ કરનારા બોલરને જૂઠ્ઠો ગણાવ્યો હતો. અકરમે પોતાના સાથી ખેલાડીને સૌથી જૂઠ્ઠા તરીકે ગણાવ્યો હતો. તે ખોટી કસમ ખાતો હોવાથી લઈને તોફાન મસ્તી કરતો હોવાની વાત કરી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કપિલ શર્માના શો દરમિયાન વસિમ અકરમે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ કેટલીક વાતો કરી હતી. આ દરમિયાન કપિલ શર્માએ પાકિસ્તાન ટીમમાં કયા ખેલાડીને હેન્ડલ કરવો મુશ્કેલ રહેતો હતો. વસીમ અકરમને સવાલ કર્યો હતો. આ દરમિયાન વસીમ અકરમે બતાવ્યુ હતુ કે, તેના મુજબ સૌથી જુઠ્ઠો ખેલાડી શોએબ અખ્તર છે. તે વાત વાતમાં કસમ ખાઈ લેતો હતો.

કોલકાતા ટેસ્ટની વાત કરી યાદ

આ દરમિયાન કોલકાતા ટેસ્ટને યાદ કરીને અકરમે કહ્યુ હતુ કે, શોએબ અખ્તરે રાહુલ અને સચિનની વિકેટ બોલ્ડ કરીને ઝડપી હતી. આ મેચ દરમિયાન રાત્રે વસીમ અકરમે શોએબને નાઈટ ક્લબમાં જવાને લઈ વાત કરી હતી. શોએબે જવાબ આપ્યો હતો કે,કેવી વાત કરો છો વસીમભાઈ. હું પાગલ છું? હું ટેસ્ટ ક્રિકેટ મેચ રમી રહ્યો છે. જ્યારે હું (વસીમ)  12 વાગે નિચે પહોંચ્યો તો તે શર્ટ ઉતારીને ડાન્સ કરી રહ્યો હતો. આ જોઈને તેને એકબાજુથી કાન પકડીને રુમમાં લઈ ગયો હતો.

વસીમની આ વાતનો વિડીયો ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે. અને હજુ પણ તેની પર ફેન્સ મજા લઈ રહ્યા છે. શોએબ અખ્તરે વિશ્વનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. તેણે 161.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વર્ષ 2003 માં બોલ ડિલિવર કર્યો હતો.

આ પણ વાંચોઃ World Cup 2023: વિશ્વકપ પહેલા પાકિસ્તાન થી ડેલિગેશન આવશે ભારત, તો અમદાવાદ સહિતના સ્થળ બદલાશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">