AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Championship of Legends 2025: શિખર ધવને પાકિસ્તાનનો ઘમંડ તોડ્યો, કહ્યું હું એક પણ મેચ નહીં રમું,મારા માટે દેશ પહેલા

ભારતીય ટીમના પૂર્વ ઓપનર શિખર ધવને એક મોટો નિર્ણય લીધો છે. ધવને WCL ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ રમવાથી સ્પષ્ટ ના પાડી દીધી છે. ત્યારે શિખર ધવને પાકિસ્તાનનો ધમંડ તોડ્યો છે.

World Championship of Legends 2025:  શિખર ધવને પાકિસ્તાનનો ઘમંડ તોડ્યો, કહ્યું હું એક પણ મેચ નહીં રમું,મારા માટે દેશ પહેલા
| Updated on: Jul 20, 2025 | 10:23 AM
Share

ભારતના પૂર્વ બેટ્સમેન શિખર ધવને એક મોટો નિર્ણય લીધો છે. તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડસ ( WCL ) 2025માં ભારત અને પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચથી પોતાનું નામ પરત લઈ લીધું છે. આ મેચ રવિવારના રોજ બર્મિધમના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ધવને સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. તેણે પાકિસ્તાન સામેની બધી મેચોમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. તેણે આ વર્ષે એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલાને આ નિર્ણયનું કારણ ગણાવ્યું છે. જો કે ભારત પાકિસ્તાનની આખી મેચ રદ થઈ ચૂકી છે.

શિખર ધવને પાકિસ્તાનનો ઘમંડ તોડ્યો

શિખર ધવને સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, 11 મેના રોજ જે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના પર આજે પર કાયમ છું. ધવને કહ્યું જે પગલું 11 મેના રોજ લીધું , તેના પર આજે પર ઉભો છું, મારો દેશ મારા માટે બધું જ છે અને દેશથી વધુ કાંઈ નહી. ધવને પહેલા 11 મેના રોજ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની વાત કરી હતી પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું હતુ કે, પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ મેચ રમશે નહી.

ધવને લખ્યો મેલ

ધવને પોતાની ટીમની સાથે એક ઈમેલ પર વાત કરી હતી. તેમણે લખ્યું હતુ કે,WCL લીગમાં પાકિસ્તાન વિરુદ્ધ રમશે નહી. તેમણે એ પણ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધવને આ બાબતે લીગને સહયોગ માટે વિનંતી કરી હતી.ધવને ઈમેલમાં લખ્યું હતુ કે, પ્રિય ટીમ મને વિશ્વાસ છે કે, આ ઈમેલ તમને મળશે,આ ઔપચારિક રીતે પુનરાવર્તિત કરવા અને પુષ્ટિ કરવા માટે છે કે, શિખર ધવન આગામી WCL લીગમાં પાકિસ્તાન ટીમ સામેની કોઈપણ મેચમાં ભાગ લેશે નહીં. આ નિર્ણય 11 મે 2025ના રોજ કોલ અને વોટસ્એપ પર અમારી ચર્ચા દરમિયાન પહેલા આ જણાવવામાં આવ્યું હતુ.

તેમણે આગળ લખ્યું હતુ કે, વર્તમાન ભૂ-રાજનીતિક સ્થિતિ અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવને જોઈ ધવને અને ટીમે વિચાર-વિમર્શ કર્યા બાદ આ વલણ અપનાવ્યું છે. અમે આ બાબતે લીગની સમજણ અને સહયોગની આદરપૂર્વક વિનંતી કરીએ છીએ.’ આનો અર્થ એ થયો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે લીગને આ બાબતે સહયોગ કરવા વિનંતી કરીએ છીએ.

પહેલગામમાં થયો હતો હુમલો

પહેલગામમાં 22 એપ્રિલના રોજ એક આંતકી હુમલો થયો હતો. આ હુમલામાં 26 નાગરિકોના મૃત્યું થયા હતા. આ હુમલો જમ્મુ કાશ્મીરની પાસે થયો હતો. આ હુમલાની જવાબદારી ધ રેજિસ્ટેસ ફ્રંટે લીધી હતી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, TRF લશ્કર એ તૈયબા સાથે જોડાયેલ છે.

WCL 2025 માટે ભારત ચેમ્પિયન ટીમ : યુવરાજ સિંહ, શિખર ધવન, હરભજન સિંહ, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, પીયૂષ ચાવલા, સ્ટુઅર્ટ બિન્ની, વરુણ એરોન, વિનય કુમાર, અભિમન્યુ મિથુન, સિદ્ધાર્થ કૌલ, ગુરકીરત માન.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">