IND vs WI: શાર્દુલ ઠાકુરને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થવાનો ડર નથી, શ્રેષ્ઠ પ્રદર્શન બાદ જાણો શું કહ્યું?

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં શાર્દુલ ઠાકુરે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. 2019 વર્લ્ડ કપ બાદ 50 ODI વિકેટ લેનાર તે એકમાત્ર ભારતીય બોલર છે, છતાં તેનું વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સ્થાન નિશ્ચિત નથી. જે અંગે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ બાદ તેણે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

IND vs WI: શાર્દુલ ઠાકુરને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થવાનો ડર નથી, શ્રેષ્ઠ પ્રદર્શન બાદ જાણો શું કહ્યું?
Shardul Thakur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 6:43 PM

શાર્દુલ ઠાકુર (Shardul Thakur) પોતાની ODI કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા છતાં વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થવાથી ડરતો નથી. વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયા (Team India)ની જીત બાદ તેણે પોતે આ વાત કહી હતી. શાર્દુલે ત્રીજી મેચમાં કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. તેણે 37 રનમાં 4 વિકેટ લીધી હતી. આ પછી શાર્દુલે કહ્યું કે તે એવો ખેલાડી નથી જે ટીમમાં પોતાની જગ્યા માટે રમે છે. જો ટીમ મેનેજમેન્ટ તેને વર્લ્ડ કપ (World Cup 2023) માટે પસંદ ન કરે તો તે બોર્ડનો નિર્ણય હશે. તેણે કહ્યું કે જો તે વિચારે કે તેને ટીમમાં તેના સ્થાન માટે રમવાની જરૂર છે તો તે ખોટું હશે.

વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ થવાની રેસ

ટીમ ઈન્ડિયાનું આ વર્ષનું સૌથી મોટું લક્ષ્ય વર્લ્ડ કપ 2023 છે, જે ભારતમાં 5 ઓક્ટોબરથી રમાશે. ભારતીય ખેલાડીઓએ પણ વર્લ્ડ કપ માટે તૈયારી કરી લીધી છે. વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવા માટે દરેક ખેલાડી મહેનત કરી રહ્યા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જેવા કેટલાક ખેલાડીઓનું વર્લ્ડ કપમાં રમવાનું લગભગ નિશ્ચિત છે, પરંતુ બાકીના સ્થાનો માટે ખેલાડીઓમાં પણ જોરદાર સ્પર્ધા છે. શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન પોતાની તાકાત બતાવી રહ્યા છે. બોલરો પણ પાછળ નથી. શાર્દુલ ઠાકુર વર્લ્ડ કપ 2023માં જગ્યા બનાવવાની રેસમાં તમામ બોલરોમાં સૌથી આગળ છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

2019 વર્લ્ડ કપ બાદ સૌથી વધુ વિકેટ લેનાર બોલર

શાર્દુલ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે વર્લ્ડ કપ 2019 બાદ ODIમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ દરમિયાન મુંબઈના આ ખેલાડીએ 32 મેચમાં 48 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરની આસપાસ માત્ર કુલદીપ યાદવ છે, જેણે 32 મેચમાં 46 વિકેટ લીધી હતી. 2019 વર્લ્ડ કપ બાદ ODIમાં 50 વિકેટ લેનાર તે એકમાત્ર ભારતીય બોલર છે. શાર્દુલ માત્ર બોલથી જ કમાલ નથી કરી રહ્યો, તે બેટથી પણ ધમાકો કરી રહ્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર તેની ODI કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી હતી.

ODI કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

શાર્દુલે વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 મેચની ODI શ્રેણીમાં કુલ 8 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ વનડેમાં એક વિકેટ લીધી હતી. બીજી ODIમાં 3 વિકેટ જ્યારે ત્રીજી અને છેલ્લી ODIમાં શાર્દુલે 37 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જે તેની ODI કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. વર્ષ 2017માં શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર શાર્દુલે 38 વનડેમાં 6.16ની ઈકોનોમી સાથે 58 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો : Viral: પૃથ્વી શોની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ, મેદાનમાં ચારો તરફ કરી ફટકાબાજી, જુઓ Video

પુનરાગમન પછી શાનદાર ફોર્મ બતાવ્યું

2019 વર્લ્ડ કપ પહેલા તેને માત્ર 5 મેચ રમવાની તક મળી હતી જેમાં તેણે 6 વિકેટ ઝડપી હતી. તેને છઠ્ઠી વનડે રમવા માટે લગભગ એક વર્ષ રાહ જોવી પડી હતી. તેણે ડિસેમ્બર 2019માં પુનરાગમન કર્યું અને ત્યારથી શાર્દુલે સતત સાદું પ્રદર્શન કર્યું હતું. તે નીચલા ક્રમમાં દમદાર બેટિંગ પણ કરે છે. તેણે 38 મેચમાં એક ફિફ્ટી સહિત કુલ 315 રન બનાવ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">