AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: પૃથ્વી શોની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ, મેદાનમાં ચારો તરફ કરી ફટકાબાજી, જુઓ Video

પૃથ્વી શોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો અને હવે તે વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કાઉન્ટી ક્રિકેટમાં તેણે શાનદાર શરૂઆત કરી છે.

Viral: પૃથ્વી શોની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ, મેદાનમાં ચારો તરફ કરી ફટકાબાજી, જુઓ Video
Prithvi Shaw
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 6:25 PM
Share

પૃથ્વી શો (Prithvi Shaw) ને એક સમયે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય કહેવામાં આવતો હતો. તેની કપ્તાની હેઠળ ભારતની અંડર-19 ટીમ વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ જ્યારે તે 2018માં પાછો ફર્યો ત્યારે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેણે તે જ વર્ષે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી તે ટેસ્ટ મેચમાં સદી પણ ફટકારી હતી. પરંતુ ત્યારબાદ શોની કારકિર્દીનો ગ્રાફ વધવાને બદલે નીચે ગયો અને હવે તેણે ટીમ ઈન્ડિયા (Team India) માં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

કાઉન્ટી ક્રિકેટ તરફ વળ્યો પૃથ્વી શો

ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા પૃથ્વી શો કાઉન્ટી ક્રિકેટ તરફ વળ્યો છે અને પહેલી જ મેચમાં શાનદાર ઇનિંગ રમી છે. પૃથ્વી શો ઈંગ્લેન્ડની કાઉન્ટી નોર્થમ્પટનશાયર તરફથી રમવા માટે પહોંચ્યો છે. શોએ આ કાઉન્ટી સાથે તેની પહેલી જ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી અને અડધી સદી ફટકારી હતી.

પૃથ્વી શોએ અડધી સદી ફટકારી

નોર્થમ્પટનશાયરની બીજી XI ટીમનો સામનો લંડન સ્કૂલ સામે થયો હતો. શોએ આ મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરી અને પોતાની તોફાની શૈલી બતાવીને ટીમના મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. શોએ આ મેચમાં 39 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં આ બેટ્સમેને સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેણે હસન આઝાદ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી. શો 65ના સ્કોર પર આઉટ થયો હતો. જ્યારે આઝાદે આ મેચમાં સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા નોર્થમ્પટનશાયરની ટીમે 305 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : Viral : ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, કેએલ રાહુલે શરૂ કરી પ્રેક્ટિસ, જુઓ Video

એશિયન ગેમ્સમાં પૃથ્વીને તક ન મળી

ભારતે આ વર્ષની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ સામે T20 સીરિઝ રમી હતી જેમાં શોની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તે પ્લેઈંગ-11માં સ્થાન મેળવી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયા આ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સમાં ભાગ લેશે અને તેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ મળી છે. પૃથ્વી શોને તે ટીમમાં પણ સ્થાન મળ્યું નથી. આ ટીમમાં ઘણા દિગ્ગજોને આરામ મળ્યો છે છતાં પૃથ્વી શોને હજુ તક મળી નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">