શેન વોર્ન (Shane Warne) ના દુઃખદ સમાચારે ક્રિકેટ જગતને શોકમગ્ન બનાવી મુક્યુ છે. 52 વર્ષની ઉમરે જ જાદુઇ સ્પિનરના નિધનના સમાચાર જાણીને ક્રિકેટ રસિકોમાં શોકની લાગણી ફેલાઇ છે. હ્રદયરોગના હુમલાથી શેન વોર્નનુ અવસાન થયાના સમાચાર મળી રહ્ય છે. શેન વોર્નના બોલમાં જાદુ હતો અને તેના બોલના ચકરાવા સામે વિશ્વભરના અનેક મહાન બેટ્સમેનો મુશ્કેલી અનુભવતા હતા. તેની આ જબરદસ્ત સ્પિન વડે તેમણે 700 થી વધુ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી.
ક્રિકેટની દુનિયામાં સ્પિનના મહાન જાદુગર એવા વોર્ને ભલ ભલા બેટ્સમેનોને ચકમો આપ્યો છે. અનેક બોલ એવા ફેંક્યા છે, જેની પર બેટ્સમેનો થાપ ખાઇ ચૂક્યા છે. તેમના જાદુઇ બોલને જોવા માટે એક વાર નહી પરંતુ અનેકવાર મજબૂક કરી દે છે. ટીવી પર રિપ્લાય જ નહી પરંતુ તેના બોલને ફરી થી હાઇલાઇટ્સ ના રુપે કે સોશિયલ મીડિયામાં જોવાનુ ફેન્સ આજે પણ ચુકતા નથી. એકવાર તેઓએ આવો જ બોલ ડિલીવર કર્યો હતો. જે બોલને ઇતિહાસમાં ‘બોલ ઓફ ધ સેન્ચ્યુરી’ તરીકે ઓળખવામાં આવે છે.
તે કાતિલ બોલનો વિડીયો જોઇને જ ફેન્સ આજે પણ તેને અનેક વાર જોઇ રહ્યા છે. જે બોલને જોઇને વર્તમાન યુગના ક્રિકેટ ચાહકો જ નહી પણ બોલર્સ અને નિષ્ણાંતો આશ્વર્ય અનુભવે છે. કારણ કે તે કાતિલ બોલ અશક્ય હતો. જુઓ
Ball of the century pic.twitter.com/1tmF6JBMTN
— N. (@Relax_Boisss) March 4, 2022
વિડીયોમાં જોવા મળતો એ બોલ 90 ડીગ્રી ટર્ન લઇ રહ્યો છે. જે બોલ પર બેટ્સમેન માત્ર આશ્વર્ય જ નહોતો અનુભવતો પરંતુ તે વાતનો જવાબ નહોતો મળી રહ્યો કે બોલ તેની ગીલ્લીઓને કેવી રીતે ઉડાવી ગઇ. તે વિડીયો આજે પણ ખૂબ વાયરલ થઇ રહયો છે.
90 ડીગ્રીએ ટર્ન લેનાર એ બોલમાં વિકેટ ઉડવાનો તે વિડીયો વર્ષ 1993 નો છે. જે એશિઝ સિરીઝ વખતનો છે. વોર્ને જૂન 1993 માં ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં બોલ ઓફ ધ સેન્ચ્યુરી તરીકે જાણીતો બનેલ તે બોલ ફેંક્યો હતો. માંચેસ્ટરમાં રમાયેલ એ મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન માઇક ગેટિગને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેની વિકેટ મેળવનાર તે બોલને ત્યાર થી શતાબ્દીનો શ્રેષ્ઠ બોલ માનવામાં આવી રહ્યો છે અને જે બાદ વોર્નની ઓળખ અને જીવન બદલાઇ ગયુ હતુ.