Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shane Warne: શેન વોર્નનું અફેર બન્યું હતુ છૂટાછેડાનું કારણ, હોટલમાં ધ્રુસકે- ધ્રુસકે રડ્યા હતા ક્રિકેટર

શેન વોર્ન ક્રિકેટના ઈતિહાસના શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક હતા તેના નામે ટેસ્ટમાં 708 વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે મુથૈયા મુરલીધરન પછી બીજા ક્રમે હતો.

Shane Warne: શેન વોર્નનું અફેર બન્યું હતુ છૂટાછેડાનું કારણ, હોટલમાં ધ્રુસકે- ધ્રુસકે રડ્યા હતા ક્રિકેટર
Cricketer Shane Warne and Simone Callahan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 9:04 PM

Shane Warne: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું (Shane Warne) 52 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયુ છે. શેન વોર્નને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને વર્ષો થઈ ગયા છતા તે ઘણીવાર ચર્ચામાં રહેતા હતા. જાન્યુઆરીમાં શેન વોર્ન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. ડોક્યુમેન્ટરીમાં તેમના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો બતાવવામાં આવી હતી.

ડોક્યુમેન્ટરીમાં છૂટાછેડા વિશે પણ વાત કરી હતી

ડોક્યુમેન્ટરીમાં શેન વોર્ને પત્ની સિમોન કાલાહાનથી (Simone Callahan) છૂટાછેડા વિશે પણ વાત કરી હતી. ઓસ્ટ્રેલિયન લેજન્ડે સ્વીકાર્યું હતુ કે આ બાબતમાં તેની ભૂલ હતી. શેન વોર્નની પત્નીને જ્યારે તેમના અફેરની ખબર પડી ત્યારે મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો, ત્યારબાદ તે હોટલના રૂમમાં એકલો રડી રહ્યો હતો. આ ઘટના વર્ષ 2005 માં થઈ હતી. તે સમયે શેન વોર્ન એશિઝ શ્રેણી રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો.

અફેરની ખબર પડી ત્યારે મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો

અહેવાલોનુ માનીએ તો શેન વોર્નનું એક વિદ્યાર્થીની લૌરા સેયર્સ અને બીજી કેરી કોલીમોર નામની મહિલા સાથે અફેર હતુ. ડોક્યુમેન્ટરીમાં જણાવવામાં આવ્યું હતુ કે, જ્યારે તેની પત્નીને આ વાતની જાણ થઈ ત્યારે મામલો છુટાછેડા સુધી પહોંચ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?

લૌરા સેયર્સે શેન વોર્ન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો

જો કે બાદમાં વિદ્યાર્થીની લૌરા સેયર્સે ક્રિકેટર શેન વોર્ન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. લૌરાએ કહ્યું હતું કે શેન વોર્ન પરિણીત હતો, છતાં તેણે મને ફસાવી. આટલું જ નહીં શેન પર કેરી કોલિમોર સાથેના સંબધનો આરોપ પણ લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે, ત્યારે કેરી કેલિમોર પણ ત્રણ બાળકોની માતા હતી.

તે સૌથી મુશ્કેલ સમય હતો: શેન વોર્ન

શેન વોર્ને ડોક્યુમેન્ટરીમાં જણાવ્યુ હતુ કે, તે તેનો સૌથી મુશ્કેલ સમય હતો. તેણે કહ્યુ હતુ કે, હું હોટલના રૂમમાં એકલો રડી રહ્યો હતો, કારણ કે તે મારી ભૂલ હતી. વધુમાં શેન વોર્ને કહ્યું હતુ કે, તેના પરિવાર સાથે તેણે જે કર્યું છે તેના કારણે તેણે આખી જિંદગી આ દુઃખ સાથે જીવવું પડશે. તમને જણાવી દઈએ કે, શેન વોર્ન પર તેના મિત્ર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન માઈકલ ક્લાર્કની પત્ની સાથેના સંબધોને લઈને પણ આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો : Shane Warne Passes Away: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની વયે નિધન

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">