Sabarkantha: હિંમતનગર-અમદાવાદ હાઇવે પર ‘કર્કવૃત્ત નિદર્શન સાયન્સ પાર્ક’ શરુ થવાની જોવાઇ રહી છે રાહ, ગત બજેટમાં આપી હતી ભેટ
ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે બજેટમાં કર્કવૃત જ્યાંથી પસાર થાય છે ત્યાં સલાલ નજીક સાયન્સ પાર્ક સ્થાપવાની જાહેરાત કરી હતી.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં થઇને કર્કવૃત રેખા (Cancer Line) પસાર થઇ રહી છે. જિલ્લાના પ્રાંતિજ અને હિંમતનગર તાલુકા વિસ્તારમાંથી પસાર થઇ રહેલ આ રેખાને લઇને ગુજરાત સરકાર દ્વારા કર્કવૃત નિદર્શન સાયન્સ પાર્ક (Cancer Demonstration Science Park) સ્થાપવા માટેનુ ગત વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવ્યુ હતુ. પરંતુ ત્યાર બાદ અત્યા સુધી અહી માત્ર બોર્ડ લગાવવાથી વિશેષ કોઇ જ ડેવલપમેન્ટ કરવામાં આવ્યુ નથી. સ્થાનિકો દ્વારા પણ સાયન્સ પાર્કનુ કાર્ય આગળ ધપાવવા માટે માંગ કરાઇ રહી છે.
સાબરકાંઠા જિલ્લાને ગત વર્ષે રાજ્ય સરકારે સાયન્સ પાર્કના રુપમાં બજેટમાં ભેટ આપતી જાહેરાત કરી હતી. જેને લઇને જિલ્લા વાસીઓમાં પણ આનંદ છવાયો હતો. સરકારે કર્કવૃત જે સ્થળેથી પસાર થાય છે એ સ્થળ પર નિદર્શન સાયન્સ પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી. બજેટમાં જે સ્થળ સૂચવવામા આવ્યુ હતુ તે સ્થળ પર બજેટ બાદ જમીન સંબંધીત કામગીરી હાથ ધરી બોર્ડ લગાવાવમાં આવતા સાયન્સ પાર્ક ઝડપથી ડેવલપ થવાની આશા વર્તાવા લાગી હતી.
પરંતુ હવે બોર્ડ બાદ આગળ કામકાજ નહી વધતા લોકોની ખુશીઓ જાણે કે ઓસરવા લાગી છે, લોકો પણ માની રહ્યા છે સરકારે આપેલી ભેટ હવે હકીકતમાં મળેતો વિસ્તારને એક પ્રકારે વિકાસકાર્યમાં ગતી મળે. સ્થાનિક લોકો અને સ્થાનિક ઔધોગિક એકમોને પણ સાયન્સ ટુરિઝમનો સિધો અને આડકતરો લાભ મળવો શરુ થશે.
સ્થાનિકો શુ કહે છે
વિસ્તારના અગ્રણી અજય પટેલ અગ્રણી ઉદ્યોગકાર કહે છે, આ વિસ્તારમાં સાયન્સ પાર્ક નિર્માણ થવાને લઇને ઉઘોગ-ધંધાને એક ગતી મળશે, વિસ્તારમાં સાયન્સ ટુરિઝમ ઉપરાંત વિધ્યાર્થીઓના એજ્યુકેશનને માટે પણ ખૂબ ફાયદો મળી રહેશે.
નજીકના સલાલ ગામના સ્થાનિક અગ્રણી નિલેષ શાહ કહે છે, અહી સાયન્સ પાર્ક શરુ થશે એવી જાહેરાત કરાઇ હતી પરંતુ હજુ અહી ખાસ કંઇ થયુ નથી તો અમારા વિસ્તારમાંથી પસાર થતી રેખાના સ્થળે સાયન્સ પાર્ક બને તો અમારા વિસ્તારને ગૌરવ મળશે.
રોજગાર-ધંધાને આશા, વિધાર્થીઓને શૈક્ષણિક ફાયદો
સાબરકાંઠા જિલ્લામાં હાલમાં વિકાસને લઇને કોઇ ખાસ યોજનાઓ અમલમાં નથી આ દરમિયાન સાયન્સ પાર્ક વડે વિકાસને ગતી મળવાની આશા છે. વિસ્તારમાં સાયન્સ ટુરિઝમ સ્થાનિક જોવા અને હરવા ફરવાના સ્થળોના પ્રવાસ સાથે લીંક થશે, જેનાથી જિલ્લાના રોજગાર ધંધાને પણ ઓછા વત્તા પ્રમાણમાં ફાયદો થવાની આશા છે.
તો વળી કર્કવૃત રેખા પસાર થવા ના સ્થળ પર કર્કવૃત અને તેના લગતી વિશેષ જાણકારી પણ વિધ્યાર્થીઓને સાયન્સ પાર્ક થકી મળી રહેશે. તેમજ સાયન્સ પાર્કની થીમ વડે બાળકોના શૈક્ષણિક પ્રવાસનુ આકર્ષણ પણ સ્થાનિક ઘોરણે મળી રહેશે. સરકાર ના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ દ્વારા પાર્કનુ નિર્માણ કરનારા છે. જોકે પાર્ક હવે ઝડપથી નિર્માણ પામે એમ આસપાસના ઉઘોગકારો પણ ઇચ્છી રહ્યા છે.