IND vs SA: ટીમ ઇન્ડિયાના ‘7 હિન્દુસ્તાની’ જે દક્ષિણ આફ્કિાના મેદાનમાં પ્રથમ વાર પગ રાખતા જ દેખાડશે દમ

ટીમ ઈન્ડિયા (Team India) ને દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં સાત એવા ખેલાડીઓ છે, જેઓ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમશે.

IND vs SA: ટીમ ઇન્ડિયાના '7 હિન્દુસ્તાની' જે દક્ષિણ આફ્કિાના મેદાનમાં પ્રથમ વાર પગ રાખતા જ દેખાડશે દમ
Indian Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 8:18 AM

હવે દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર બે દિવસ બાકી છે. 26 ડિસેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) ની ટીમ મેચ માટે સેન્ચુરિયન મેદાનમાં ઉતરશે. બંને ટીમોની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. ભારતીય ટીમ (Indian Cricket Team) ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની હોમ સિરીઝ જીતીને સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે. આ શ્રેણીની પ્રથમ મેચ માટે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવ્યો નથી.

આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે જો કોઈ ખેલાડી સંક્રમિત જોવા મળે તો પણ શ્રેણી ચાલુ રહેશે. આ શ્રેણી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં સાત ખેલાડીઓ એવા છે જેઓ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા ગયા છે. આમાંથી ઘણા ખેલાડીઓ એવા છે કે પ્લેઇંગ 11માં તેમનું સ્થાન પણ નિશ્ચિત છે. આ તમામ ખેલાડીઓના પ્રદર્શન વિશે વાત કરવી જરૂરી છે કારણ કે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનો નિર્ણય તેમના પ્રદર્શન પર જ થશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

કોણ છે તે 7 હિન્દુસ્તાની

મયંક અગ્રવાલ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, હનુમા વિહારી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને જયંત યાદવ આ યાદીમાં સામેલ છે. બાય ધ વે, પ્રિયાંક પંચાલ પણ પહેલીવાર ભારતીય ટીમ સાથે જોડાયો છે. પરંતુ અમે હાલમાં તેની ગણતરી કરી રહ્યા નથી કારણ કે તેણે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં શ્રેણી રમી છે. અમે જે સાત ખેલાડીઓના નામનો ઉલ્લેખ કર્યો છે તેમાંથી ચારથી પાંચ ખેલાડીઓ પ્લેઇંગ 11 માં રમવાના છે. બેટિંગમાં મયંક અગ્રવાલ, શ્રેયસ ઐયર અને રિષભ પંત કોઈપણ સંજોગોમાં ટીમના પ્લેઈંગ 11 નો ભાગ હશે.

બોલિંગમાં મોહમ્મદ સિરાજની રમત નિશ્ચિત છે. શાર્દુલ ઠાકુર અને હનુમા વિહારીને પણ પ્લેઈંગ 11માં સ્થાન માટે દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયાના નિયમિત ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) ના ઈજાના કારણે બહાર થવાથી પ્લેઈંગ 11નું સમીકરણ પણ બદલાઈ ગયું છે. સાઉથ આફ્રિકાની પિચોના મિજાજને સમજીને માની શકાય છે કે ભારતીય બેટ્સમેનો માટે આનાથી મોટો પડકાર બની શકે છે.

આ સાત હિન્દુસ્તાનીના રેકોર્ડ શું કહે છે?

તમને આ તમામ ખેલાડીઓના પ્રદર્શનના આંકડા પણ જણાવી દઇએ છીએ. મયંક અગ્રવાલે 16 ટેસ્ટ મેચમાં 47.92ની એવરેજથી 1294 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 5 અડધી સદી સામેલ છે. રિષભ પંતે 25 ટેસ્ટ મેચમાં 39.71ની એવરેજથી 1549 રન બનાવ્યા છે. તેમાં ત્રણ સદી અને પાંચ અડધી સદી છે. શ્રેયસ અય્યરે 2 ટેસ્ટ મેચમાં 202 રન બનાવ્યા છે. તેની સરેરાશ 50.50 છે અને તેના ખાતામાં 1 સદી અને 1 અડધી સદી છે. બોલિંગમાં મોહમ્મદ સિરાજે 10 ટેસ્ટ મેચમાં 33 અને શાર્દુલ ઠાકુરે 4 ટેસ્ટ મેચમાં 14 વિકેટ ઝડપી છે.

હનુમા વિહારી નીચલા ક્રમમાં ટીમના પ્લેઇંગ 11નો ભાગ છે. તેણે 12 ટેસ્ટ મેચમાં 624 રન બનાવ્યા છે. તેના ખાતામાં 1 સદી અને 4 અડધી સદી છે. લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર જયંત યાદવે 5 ટેસ્ટ મેચમાં 16 વિકેટ ઝડપી છે.

આ આંકડાઓને જાણવું મહત્વપૂર્ણ છે કારણ કે તે ટેસ્ટ ક્રિકેટમાં આ તમામની ક્ષમતા દર્શાવે છે. આ આંકડાઓને હજુ વધુ સુધારવાનો પડકાર છે. જેના માટે ટેસ્ટ દક્ષિણ આફ્રિકાના મેદાનમાં યોજાશે.

આ પણ વાંચોઃ R Ashwin: રવિ શાસ્ત્રીનુ ચોંકાવનારુ નિવેદન, કહ્યુ રવિચંદ્રન અશ્વિનને મારા કારણે દુઃખ પહોંચ્યુ હોય તો હું ખૂશ છું!

આ પણ વાંચોઃ IPL 2022 Mega Auction: આગામી ફેબ્રુઆરીમાં બેંગલુરુમાં યોજાશે મેગા ઓક્શન, અમદાવાદ અને લખનઉ સહિતની 10 ફેન્ચાઇઝી આ દિવસે થશે એકઠા

g clip-path="url(#clip0_868_265)">