AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy Final: સૌરાષ્ટ્રની સ્થિતી મજબૂત, 230 રનની લીડ સામે બંગાળનો ‘મોટી’ હારથી બચવા સંઘર્ષ

Saurashtra vs Bengal, Ranji Trophy Final: બંગાળની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનીંગમાં 174 રનમાં જ સમેટાઈ ગયુ હતુ, જ્યારે સૌરાષ્ટ્રે 400 પ્લસ સ્કોર નોંધાવ્યો હતો.

Ranji Trophy Final: સૌરાષ્ટ્રની સ્થિતી મજબૂત, 230 રનની લીડ સામે બંગાળનો 'મોટી' હારથી બચવા સંઘર્ષ
Jaydev Unadkat એ બીજી ઈનીંગમાં પણ શાનદાર બોલિંગ કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 7:09 PM
Share

સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ ફરી એકવાર રણજી ચેમ્પિયન બનવા તરફ આગળ વધી રહી છે. સૌરાષ્ટ્ર ટીમે બંગાળ સામે 230 રનની લીડ મેળવી હતી. મોટી લીડ સામે બંગાળની ટીમ ઈનીંગથી હાર રણજી ફાઈનલમાં ટાળવા માટે સંઘર્ષ કરી રહી છે. જોકે એક રીતે બંગાળે બીજી ઈનીંગમાં મરણીયા બની સંઘર્ષ કર્યો છે. સૌરાષ્ટ્રની લીડ સામે હજુ બંગાળ 61 રન દૂર છે અને 6 વિકેટ હાથ પર છે. પ્રથમ ઈનીંગમાં 174 રનમાં જ સમેટાઈ જનારી બંગાળની ટીમ સુકાની મનોજ તિવારીની કેપ્ટન ઈનીંગની મદદ વડે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ચાર વિકેટ ગુમાવીને 169 રન નોંધાવ્યા છે.

રણજી ટ્રોફી ફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. સૌરાષ્ટ્ર ટીમના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતીને બંગાળને પ્રથમ બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ઉનડકટ અને સાકરીયાની જબરદસ્ત બોલિંગ સામે બંગાળ ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રે 404 રનના સ્કોર પર પોતાની પ્રથમ ઈનીંગ સમાપ્ત કરી હતી. બીજી ઈનીંગમાં જયદેવ ઉનડકટ અને સાકરીયાએ 2-2 વિકેટ ઝડપી હતી.

બંગાળની શરુઆત ખરાબ

ફરી એકવાર સૌરાષ્ટ્ર સામે બંગાળની ટીમની શરુઆત ખરાબ રહી હતી. 47 રનમાં જ બંગાળે ટોપ ઓર્ડરની વિકેટો ગુમાવી દીધી હતી. સુમંતા ગુપ્તાએ 1 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી હતી. જ્યારે અભિમન્યુ ઈશ્વરન 16 રનનુ યોગદાન આપીને 22 રનના સ્કોર પર ચેતન સાકરીયાનો શિકાર થયો હતો. બાદામં સુદીપ કુમાર ઘરામી 14 રન નોંધાવીને જયદેવ ઉનડકટનો શિકાર થયો હતો. આમ ત્રણેય ટોપની વિકેટ ઝડપથી ગુમાવતા મુશ્કેલીઓ બંગાળ પર ઉતરી આવી હતી. બાદમાં અનુસ્તુપ અને સુકાની તિવારીએ અર્ધશતકીય ઈનીંગ રમી હતી.

જોકે બાદમાં અનુસ્તુપ મજમુદારે ઈનીંગ સંભાળી હતી. તેની સાથે સુકાની મનોજ તિવારીએ રમતને આગળ વધારી હતી. મજબુદારે 61 રનનુ યોગદાન આપીને બંગાળની સ્થિતી સુધારવા પ્રયાસ કર્યો હતો. જોકે જયદેવ ઉનડકટ તેને આખરે પેવેલિયન મોકલવામં સફળ રહ્યો હતો. મજબુદારની વિકેટ ગુમાવવા દરમિયાન બંગાળનો સ્કોર 146 રન હતો. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં બંગાળની ટીમે 4 વિકેટ ગુમાવીને 169 રન નોંઘાવ્યા હતા. સુકાની તિવારી દિવસના અંતે 57 રન સાથે રમતમાં હતો. જ્યારે શાહબાઝ અહેમદ 13 રનના સાથે રમતમાં રહ્યો હતો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">