IPL 2026 : આ સ્ટાર ખેલાડી માટે રાજસ્થાન રોયલ્સ છોડવા માંગે છે સંજુ સેમસન, સત્ય બહાર આવી ગયું!
રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને બદલવા માટે વાતચીત શરૂ કરી છે. આ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે સેમસન એક ખેલાડીને રિલીઝ કરવાને કારણે રાજસ્થાન છોડવા માંગે છે. જાણો શું છે સમગ્ર મામલો.

IPL 2025માં સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ઘણો વિવાદ થયો હતો, જેના સમાચાર હવે બહાર આવી રહ્યા છે. મામલો એ હદ સુધી પહોંચી ગયો છે કે સંજુ સેમસન હવે રાજસ્થાન રોયલ્સ ટીમમાં રહેવા માંગતો નથી. એટલું જ નહીં, રાજસ્થાન ટીમે તેને ટ્રેડ કરવા માટે પણ વાતચીત શરૂ કરી દીધી છે.
સંજુ સેમસનને થયું દુઃખ
ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત કેટલીક અન્ય ટીમો સાથે સેમસનને ટ્રેડ કરવા માટે વાતચીત ચાલી રહી છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે એવું શું થયું કે સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ ટીમથી અલગ થવા માંગે છે. અહેવાલો અનુસાર, આનું એક મોટું કારણ એક ખેલાડી છે, જેને રાજસ્થાન રોયલ્સ દ્વારા ડ્રોપ કરવામાં આવ્યો હતો અને સંજુ સેમસન આ વાતને પચાવી શકતો નથી.
બટલરના જવાથી સેમસનનું દિલ તૂટયું હતું
12 વર્ષથી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા સેમસનને રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટ સાથે ઘણા મુદ્દાઓ પર મતભેદો રહ્યા છે, પરંતુ તેનું એક સૌથી મોટું કારણ જોસ બટલરને ટીમમાંથી રિલીઝ કરવાનું છે. અહેવાલો અનુસાર, સેમસનને આ નિર્ણય બિલકુલ ગમ્યો ન હતો અને તે તેની સાથે સહમત ન હતા.
બટલરની વિદાય સંજુ માટે મુશ્કેલ નિર્ણય
સેમસને ગયા IPL સિઝન પહેલા સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તેણે કહ્યું, ‘બટલરનું વિદાય મારા માટે સૌથી મુશ્કેલ નિર્ણયોમાંનો એક હતો. ઈંગ્લેન્ડ શ્રેણી દરમિયાન, મેં તેને ડિનર પર કહ્યું હતું કે હું હજુ પણ આ નિર્ણયમાંથી બહાર આવ્યો નથી. જો હું IPLમાં એક વસ્તુ બદલી શકું, તો તે દર ત્રણ વર્ષે ખેલાડીઓને મુક્ત કરવાનો નિયમ હશે.’
બટલરની જગ્યાએ હેટમાયરની પસંદગી
રાજસ્થાન રોયલ્સે બટલરને બદલે શિમરોન હેટમાયરને જાળવી રાખવાનો નિર્ણય લીધો, જેનાથી સેમસન વધુ નિરાશ થયો હતો. આ ઉપરાંત, સેમસન અને હેડ કોચ રાહુલ દ્રવિડ વચ્ચે કેટલાક મતભેદો થયા છે. જોકે, દ્રવિડે આ અહેવાલોને ફગાવી દીધા અને કહ્યું કે એવું કંઈ નથી.
આ પણ વાંચો: Sanju Samson: જોસ બટલર માટે રાજસ્થાન રોયલ્સ છોડવા માંગે છે સંજુ સેમસન, સત્ય બહાર આવી ગયું!
