મુન્નાભાઈની ક્રિકેટમાં એન્ટ્રી, હવે ચાલશે ગાંધીગીરી, સંજય દત્તે T10 ટુર્નામેન્ટમાં ખરીદી ટીમ

બોલીવુડ અભિનેતા સંજય દત્તની ક્રિકેટના મેદાનમાં એન્ટ્રી થઈ છે. સંજય દત્તે ઝીમ્બાબ્વેમાં યોજાનાર T10 ટુર્નામેન્ટમાં એક ટીમ ખરીદી છે.

મુન્નાભાઈની ક્રિકેટમાં એન્ટ્રી, હવે ચાલશે ગાંધીગીરી, સંજય દત્તે T10 ટુર્નામેન્ટમાં ખરીદી ટીમ
Sanjay Dutt co owner Harare Hurricanes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 6:09 PM

જ્યારથી IPL શરૂ થયું છે ત્યારથી વિશ્વભરમાં લીગ ક્રિકેટનો ક્રેઝ સતત વધી રહ્યો છે. IPLની સફળતા બાદ અનેક દેશોમાં T20 લીગ શરૂ થઈ હતી અને છેલ્લા કેટલાક સમયમાં T10 લીગ પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ લીગમાં ટીમ ખરીદી ફ્રેન્ચાઇઝીના માલિક બનવા વિશ્વભરના સેલિબ્રિટીઓમાં હોડ જામી છે, જેમાં હવે વધુ એક બોલીવુડ એક્ટરનું નામ જોડાયું છે.

સંજય દત્તે T10 ટુર્નામેન્ટમાં ટીમ ખરીદી

શાહરુખ ખાન, શિલ્પા શેટ્ટી, પ્રીતિ ઝિન્ટા બાદ હવે સંજય દત્ત પણ ક્રિકેટ લીગમાં એક ટીમના માલિક બન્યા છે. સંજય દત્તે ઝીમ્બાબ્વેમાં યોજાનાર ઝીમ એફ્રો T10 ટુર્નામેન્ટમાં હરારે હરિકેન્સ ટીમનો સહ માલિક બની ગયો છે. સંજય દત્તે એરીજ ગ્રુપ ઓફ કંપનીસના સાર સોહન રોય સાથે મળી આ લીગમાં ટીમ ખરીદી છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

20 જુલાઈથી શરૂ થશે ટુર્નામેન્ટ

ઝીમ એફ્રો T10 ટુર્નામેન્ટ 20 જુલાઈથી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે. જેમાં કલંદર્સ, કેપટાઉન સેમ્સ આર્મી, બુલાવાયો બ્રેવ્સ, જોબર્ગ લાયન્સ અને હરારે હરિકન્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ MS Dhoni Love Story : Dhoni- Sakshiની લવસ્ટોરી ફિલ્મથી હટકે છે, આવી રીતે શરુ થઈ હતી લવસ્ટોરી

હરારે હરિકન્સનો સહ માલિક બન્યો

ઝીમ્બાબ્વેના હરારેમાં યોજાનાર આ સૌપ્રથમ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગ હશે અને ઝીમ એફ્રો T10 ટુર્નામેન્ટની આ પહેલી સિઝન હશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પાંચ ટીમોમાં ડરબન કલંદર્સ પાકિસ્તાન સુપર લીગની ફ્રેન્ચાઇઝી લાહોર કલંદર્સની ટીમ છે, જ્યારે હરારે હરિકન્સનો સહ માલિક ભારતના લોકપ્રિય કલાકાર સંજય દત્ત છે.

સંજય દત્તે ખુશી વ્યક્ત કરી

ઝીમ એફ્રો T10 ટુર્નામેન્ટનમાં હરારે હરિકન્સના સહ માલિક બનવા અંગે સંજય દત્તે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હરારે હરિકન્સની ટીમ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરશે અને સાથે જ ઝીમ્બાબ્વેના ફેન્સને મનોરંજન પૂરું પાડશે. ક્રિકેટની સાથે અલગ અલગ રમતોમાં પણ ઝીમ્બાબ્વેનો ઇતિહાસ સારો રહ્યો છે અને આ ટીમ સાથે જોડાઈને હું ખુશ છું. હું અમારી ટીમના સારા પ્રદર્શન માટે પ્રાથના કરીશ. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ આસમાન પર છે અને હવે વિશ્વભરમાં ક્રિકેટનો વિસ્તાર કરવા આવી લીગ સાથે જોડાયું ખૂબ જ જરૂરી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">