ધોની અને સચિન તેંડુલકર ક્રિકેટ નહીં ટેનિસ કોર્ટમાં ટકરાયા, બંને દિગ્ગજ હાથમાં રેકેટ લઈ આમને સામને થયા

સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને એમએસ ધોની (MS Dhoni) બેટ અને બોલને બદલે ટેનિસ રેકેટ પકડેલા જોવા મળ્યા હતા અને એકબીજા સાથે ટકરાઈ રહ્યા હતા જે એક વિજ્ઞાપન શૂટિંગનો હિસ્સો હતો.

ધોની અને સચિન તેંડુલકર ક્રિકેટ નહીં ટેનિસ કોર્ટમાં ટકરાયા, બંને દિગ્ગજ હાથમાં રેકેટ લઈ આમને સામને થયા
Sachin Tendulkar અને MS Dhoni બંને ટેનિસ રમતા જોવા મળ્યા
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Oct 06, 2022 | 9:59 PM

ભારતીય ક્રિકેટ (Indian Cricket) માં એવા ઓછા ખેલાડીઓ છે જેઓ નિવૃત્તિ પછી પણ ચાહકોમાં એટલા લોકપ્રિય છે જેટલા તેઓ તેમની કારકિર્દી દરમિયાન હતા. આવા ક્રિકેટરોની યાદીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને ટોપ પર મૂકી શકાય છે. ક્રિકેટ ચાહકો બંનેની એક ઝલક જોવા માટે આતુર છે. પછી જો બંનેને રમતા જોવાનો મોકો મળે તો તે વધુ ખાસ છે. હવે જો બંને એક જ મેદાનમાં સાથે રમતા જોવા મળે તો શું કહેવું. તાજેતરમાં જ કંઈક આવું જ બન્યું, ફરક માત્ર એટલો હતો કે ક્રિકેટને બદલે બંને દિગ્ગજ ટેનિસ કોર્ટમાં સામસામે જોવા મળ્યા.

ગુરુવાર, 6 ઑક્ટોબરે, અચાનક સચિન અને ધોનીની એકબીજા સાથે વાત કરતી તસવીરો સોશિયલ મીડિયા પર આવવા લાગી, જેણે બંને દિગ્ગજોના ચાહકોની સાથે સાથે ભારતીય ક્રિકેટના ચાહકોને પણ ખુશ કરી દીધા. દરેક વ્યક્તિ જાણવા માંગતો હતો કે આ બે મહાન ક્રિકેટર શું કરી રહ્યા છે. ત્યારબાદ કેટલીક વધુ તસવીરો સામે આવી, જેમાં બંને હાથમાં ટેનિસ રેકેટ લઈને કોર્ટમાં સામસામે જોવા મળ્યા હતા.

ટેનિસ કોર્ટમાં સચિન-ધોની આમને-સામને

આ પછી, કંઈક સ્પષ્ટ થતું જોવા મળ્યું કે બેટથી બોલરોના છગ્ગા છોડાવનારા આ બે મહાન ક્રિકેટરો ટેનિસ કોર્ટમાં એકબીજા સાથે ટકરાયા હતા. જો કે, અહીં એક જાહેરાત શૂટ કરવા માટે બંને દિગ્ગજ ટેનિસમાં પોતાનો હાથ અજમાવી રહ્યા હતા. કોઈપણ રીતે, બંને ખેલાડીઓ ટેનિસના મોટા ચાહક છે. બંને દિગ્ગજ ખેલાડીઓ ફાજલ સમયમાં ટેનિસ કોર્ટમાં સમય પસાર કરતા હતા. નિવૃત્તિ પછી ધોની અને સચિન ઘણીવાર ટેનિસ અને ગોલ્ફ જેવી રમતોમાં સમય વિતાવે છે. હાલમાં જ ધોની ન્યૂયોર્કમાં યુએસ ઓપનની મજા માણતો જોવા મળ્યો હતો.

ચાહકો થઈ ગયા ખુશ

હવે બંને વચ્ચેની મેચ કેટલી કપરી રહી અને કોણ વિજેતા બન્યું તે વિશે કંઈ જાણી શકાયું નથી, પરંતુ એટલું જરૂર છે કે લાંબા સમય પછી સચિન અને ધોની આ રીતે એકસાથે આવ્યા અને તેમના ચાહકોનું દિલ જીતી લીધું. પ્રશંસકો પણ પ્યાર લુંટાવવા અને પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં પાછળ ન રહ્યા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati