SA20 League ની ફાઈનલ મેચ મુલતવી, જાણો હવે ક્યારે રમાશે ટાઈટલ મેચ
SA20 League ની ફાઈનલ મેચ શનિવારે જ્હોનિસબર્ગમાં રમાનારી હતી જોકે હવે વરસાદી માહોલને કારણે ટાળી દેવામાં આવી છે. શનિવારની મેચને લઈ ખૂબ આતુરતા ક્રિકેટ રસિકોમાં વર્તાઈ રહી હતી.
દક્ષિણ આફ્રિકાની ટી20 ક્રિકેટ લીગની આજે શનિવારે ફાઈનલ મેચ રમાનારી હતી. પરંતુ પ્રથમ સિઝનની ફાઈનલ મેચને શનિવારે મુલતવી રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકા ટી20માં જ્હોનિસબર્ગમાં પ્રિટોરિયા કેપિટલ્સ અને સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ વચ્ચે ફાઈનલની ટક્કર થનારી હતી. જોકે સમયે ફાઈનલ મેચ શરુ થઈ શકી નહોતી. વરસાદી માહોલને લઈ મેદાનમાં અનેક ઠેકાણે પાણી ભરાયેલી સ્થિતી હોવાને લઈ મેચ શરુ કરી શકાય એવી સ્થિતી નહોતી. આમ હવે ફાઈનલ મેચને રવિવારે રમાડવામાં આવશે.
જ્હોનિસબર્ગમાં ભારે વરસાદને લઈ આ સ્થિતી સર્જાઈ હતી અને જેને ફાઈનલ રમાવાની હતી એ સ્થળ પર જ ખૂબ પાણી ભરાયુ હતુ. ભારે વરસાદને લઈ મેદાનમાં મેચને શરુ કરવી અશક્ય લાગી રહી હતી. જેને લઈ આખરે આયોજકોએ મેચને શનિવારે મોકૂફ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. આ માટે એક એક નિવેદન બહાર પાડીને જાણકારી આપવામાં આવી હતી.
The #Betway #SA20 Final planned for today has been postponed due to a waterlogged field and inclement weather. The match will start at 13h30 tomorrow and all tickets remain valid for the reserve day. Fans who have booked Park and Ride can use the same tickets for this service. pic.twitter.com/BnOT4VOv8k
— Betway SA20 (@SA20_League) February 11, 2023
ત્રણ દિવસથી ઢાંકી રાખી પિચ
આયોજકો દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યુ છે જેમાં બતાવ્યુ હતુ કે, ત્રણ દિવસથી પિચને કવર્સ વડે ઢાંકી રાખવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગ્રાઉન્ડની તૈયારીઓ પ્રભાવિત થઈ છે. પિચ પર ત્રણ દિવસથી કવર હતા અને બુધવારથી અત્યાર સુધીમાં 200 મિલી વરસાદ પડ્યો છે.દક્ષિણ આફ્રિકાના હવામાન વિભાગે શનિવારે વધુ વરસાદની આગાહી કરી છે. રવિવારે વાદળો સાફ રહેવાની શક્યતા છે”.
લીગ કમિશનર ગ્રીમ સ્મિથે કહ્યું: “અમે મેચ અધિકારીઓ, ટીમો, ગ્રાઉન્ડ્સમેન, સ્ટેકહોલ્ડર્સ અને એસએ મેટ ઓફિસ સાથે વાત કરી છે અને નિર્ણય લીધો છે કે સંપૂર્ણ મેચ યોજવા કરતાં મેચને મુલતવી રાખવી એ વધુ સારો વિકલ્પ છે. અમે ટીમો અને દર્શકોને યાદગાર ફાઈનલ આપવા માંગીએ છીએ”.
સનરાઈઝર્સ અને પ્રિયોરિયા કેપિટલ્સ ફાઈનલમાં આમને સામને
આ લીગમાં મોટા ભાગના નામ આઈપીએલ ટીમોમાં સાંભળવા મળતા જેવા છે. એસએ20 લીગની ટીમોની ફ્રેન્ચાઈઝી આઈપીએલ ટીમોએ જ ખરીદી છે. ફાઈનલમાં સનરાઈઝર્સ અને પ્રિયોરિયા કેપિટલ્સની ટીમો પહોંચી હતી. સનરાઈઝર્સે સેમિફાઈનલમાં જ્હોનિસબર્ગ સુપર કિંગ્સને હાર આપી હતી. જ્યારે પ્રિટોરિયાએ પાર્લ રોયલ્સને હરાવ્યુ હતુ.