વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રની સૌથી તાકાત ઋતુરાજ ગાયકવાડ બન્યો છે. જો આ ટીમ ફાઈનલમાં પહોંચી છે તો તેમાં ગાયકવાડનો મહત્વનો રોલ રહ્યો છે. તેનો રોલ તેના ફોર્મના કારણે મહારાષ્ટ્ર માટે મહ્તવનો છે અને ફાઈનલ મેચમાં પણ તેની તાકાત જોવા મળી છે. ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં મહારાષ્ટ્ર માટે સદી ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં રમાયેલી 5 ઈનિગ્સમાં તેના બેટમાંથી સતત ત્રીજી અને એકંદરે ચોથી સદી છે. હવે તમે આનાથી ઋતુરાજ ગાયકવાડના નામની મચેલી ધમાલથી અંદાજો લગાવી શકો છો.
સૌરાષ્ટ્ર જે વિજય હજારે ટ્રોફીની ત્રીજી ફાઈનલ રમી રહ્યો છે. તેના વિરુદ્ઘ મહારાષ્ટ્રએ પ્રથમ બેટિંગ કરી, પરંતુ જેવી શરુઆતની આશા હતી તેવી ટીમ કરી શકી નહીં. ટીમની ઈનિગ્સની શરુઆત ધીમી રહી હતી. પ્રથમ વિકેટ 8 રન પર પડી હતી. ત્યારબાદ બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી જોવા મળી હતી, પરંતુ ત્રીજી વિકેટ પણ તરત પડી હતી.
2⃣2⃣0⃣* in Quarterfinal 1⃣6⃣8⃣ in Semi-final 💯 up & going strong in the #Final
What a sensational run of form this has been for Maharashtra captain @Ruutu1331! 🙌 🙌
Follow the match 👉 https://t.co/CGhKsFzC4g #VijayHazareTrophy | #SAUvMAH | @mastercardindia pic.twitter.com/jbgdg3O1Eu
— BCCI Domestic (@BCCIdomestic) December 2, 2022
ફાઈનલમાં મહારાષ્ટ્રની ધીમી શરુઆતનો મતલબ ઋતુરાજ ગાયકવાડના બેટમાંથી ફાસ્ટ રન આવવા પરંતુ જે રીતે વિકેટ પર વિરોધી ટીમની નજર પડી ઋતુરાજ ગાયકવાડે બેટમાંથી રનનો વરસાદ શરુ કર્યો. ઋતુરાજ ગાયકવાડે થોડા સમય ક્રીઝ પર રહી સદીની સ્કિપ્ટ લખી. જે ટૂર્નામેન્ટની અંદર બેટમાંથી આવેલી છેલ્લી 5 ઈનિગ્સમાં ચોથી સદી હતી. આ પહેલા તેમણે આસામ વિરુદ્ધ સેમીફાઈનલમાં 168 રન અને યુપી વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. ગાયકવાડની આ ઈનિગ્સથી એ સ્પષ્ટ થાય છે કે તે મોટી રમતનો ખેલાડી છે.
વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં ઋતુરાજ ગાયકવાડની ઈનિગ સદી બાદ ધીમી પડી હતી. તેમણે 131 બોલનો સામનો કરતો 108 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 4 સિક્સ સામેલ છે. તેમણે આ સદીની મદદથી મહારાષ્ટ્રની ટીમ ફાઈનલમાં સૌરાષ્ટ્ર વિરુદ્ધ 250 રનની લીડ જોવા મળી રહી છે.