IPLમાં ધીમી સદી ફટકારનારા 5 બેટ્સમેન, જાણો લિસ્ટમાં કેટલા ભારતીયો સામેલ છે

Slowest Centuries in IPL: T20 ક્રિકેટનો એક અલગ જ જોશ છે. પરંતુ તેમા IPL વધુ જોશ ઉમેરે છે. કોઈ ટીમ 20 ઓવરોમાં 250 બનાવે છે તો કોઈ ટીમ 262 નો ટાર્ગેટ પણ ચેસ કરી લે છે. આ બધી બાબતો અવિશ્વસનીય લાગે છે. T20 ક્રિકેટમાં બધું જ ખૂબ ઝડપથી થાય છે, પરંતુ અહિયાં અમુક એવા ખેલાડીઓ છે જેમણે કાચબાની ચાલે સદી ફટકારી છે. તો ચાલો જાણીએ કોણ છે એ 5 ખેલાડીઓ, જેના નામે IPLની સૌથી ધીમી સદી ફટકારવાનો રેકોર્ડ છે.

IPLમાં ધીમી સદી ફટકારનારા 5 બેટ્સમેન, જાણો લિસ્ટમાં કેટલા ભારતીયો સામેલ છે
Image Credit source: Google
| Edited By: | Updated on: Mar 21, 2026 | 3:51 PM

IPLના ઇતિહાસમાં 5 ધીમી સદી

IPLમાં સૌથી ધીમી સદી ફટકારવાનો રેકોર્ડ સંયુક્ત રીતે વિરાટ કોહલી એન મનીષ પાંડે પાસે છે. કોહલીએ 2024 ના સીજનમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 67 બોલમાં સદી પૂરી કરી હતી. આનો અર્થ એ થયો કે ઇનિંગ્સની અડધાથી વધુ બોલ તેણે એકલાએ જ રમી હતી. બીજી તરફ મનીષ પાંડે પણ 67 બોલમાં સદી પૂરી કરવાનો અનિચ્છનીય રેકોર્ડ ધરાવે છે. મનીષ પાંડેએ 2009 માં ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ આ સદી ફટકારી હતી.

‘માસ્ટર બ્લાસ્ટર’ સચિન તેંડુલકર પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમણે 2011 માં કોચ્ચી ટસ્કર્સ કેરળ વિરુદ્ધ 66 બોલમાં સદી ફટકારી હતી. IPL 2019 માં કેએલ રાહુલે પંજાબ કિંગ્સ માટે રમતા સદી પૂરી કરવા માટે 64 બોલ લીધા હતા. આ લિસ્ટમાં પાંચમા સ્થાને અંબાતી રાયડુ છે, રાયડુએ CSK માટે બેટિંગ કરતાં 62 બોલમાં સદી પૂરી કરી હતી.

67 બોલ – વિરાટ કોહલી (IPL 2024),
67 બોલ – મનીષ પાંડે (IPL 2009),
66 બોલ – સચિન તેંડુલકર (IPL 2011),
64 બોલ – કેએલ રાહુલ (IPL 2019),
62 બોલ – અંબાતી રાયડુ (IPL 2018)

IPLમાં સૌથી ધીમી સદી 67 બોલમાં આવી છે, તેની સામે સૌથી ઝડપી સદી ક્રિસ ગેલે 30 બોલમાં ફટકારી હતી. અહી એવું સાબિત થાય છે કે T20 ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. એ પણ એક અદભૂત સંયોગ છે કે સૌથી ધીમી સદી ફટકારનારા ક્રિકેટરોની ટોપ-5 યાદીમાં તમામ ભારતીયો છે.

IPL 2025માં આ 5 બોલરોએ લુટાવ્યા છે સૌથી વધારે રન, લિસ્ટ જોઈને હેરાન થઈ જશો

Published On - 3:39 pm, Sat, 21 March 26

Follow Us