Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs RCB 2 Live Score, IPL 2023 Highlights: રાજસ્થાન રોયલ્સનો 112 રનથી પરાજય, બેંગ્લોરે મેળવી મોટી જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 6:30 PM

Rajasthan Royals vs Royal Challengers Bangalore, Live Score in Gujarati Highlights: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને રોલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ રહી છે.

RR vs RCB 2 Live Score, IPL 2023 Highlights: રાજસ્થાન રોયલ્સનો 112 રનથી પરાજય, બેંગ્લોરે મેળવી મોટી જીત
RCB vs RR Live Score in Gujarati

IPL 2023 ની 60મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે ટક્કર થઈ રહી છે. આ મેચમાં બંને ટીમો માટે જીત જરુરી છે અને બંને મરણિયા બની એક બીજા સામે ટકરાશે. પ્લેઓફની રેસમાં હાર હવે બહારનો માર્ગ બતાવી શકે છે. આમ ટોપ ફોરમાં પહોંચવા માટે જયપુરમાં જીત માટે બંને ટીમ પૂરી તાકાત લગાવી દેશે. બેંગ્લોર આજે તેની 12 મેચ સિઝનમાં રમી રહી છે, જ્યારે રાજસ્થાન સિઝનમાં પોતાની 13મી મેચમાં ઉતરી રહ્યુ છે. રાજસ્થાન અગાઉ 6 અને બેંગ્લોર 5 મેચ જીત ચૂક્યુ છે.

RCB vs RR Playing XI

રાજસ્થાન રોયલ્સઃ જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, એડમ ઝમ્પા, સંદીપ યાર્મા, આસિફ અને યુઝવેન્દ્ર ચહલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, માઈકલ બ્રેસવેલ, વેઈન પાર્નેલ, કરણ શર્મા, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 14 May 2023 06:18 PM (IST)

    RR vs RCB Live Update: હેટમાયર આઉટ

    મોટી હારનુ સંકટ રાજસ્થાન પર તોળાઈ રહ્યુ છે. 8મી વિકેટ હેટમાયરના રુપમાં ગુમાવી છે. જેણે સૌથી વધારે 35 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેણે 4 છગ્ગા ફટકાર્યા હતા.

  • 14 May 2023 06:09 PM (IST)

    RR vs RCB Live score: અશ્વિન રન આઉટ, ડાયમંડ ડક ગુમાવી વિકેટ

    હેટમાયરે બોલને ફટકાર્યા બાદ રન લીધો હતો. જોકે આ સમયે રાજસ્થાનને વધુ એક ઝટકો લાગ્યો હતો અને હવે મોટી હારનો ખતરો વધી ગયો હતો. રવિચંદ્રન અશ્વિન ડાયમંડ ડક આઉટ થઈ પરત ફર્યો હતો. તે એક પણ બોલ રમ્યા વિના જ વિકેટ ગુમાવી પરત ફર્યો હતો.

  • 14 May 2023 06:04 PM (IST)

    RCB vs RR Live: 31 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ

    રાજસ્થાન પર હવે મોટી હારનો ખતરો તોળાયો છે. રાજસ્થાને 31 રનના સ્કોર પર જ છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. ધ્રૂવ જૂરેલના રુપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.

  • 14 May 2023 05:57 PM (IST)

    RR vs RCB Live Update: રાજસ્થાનની અડધી ટીમ પેવેલિયન

    આ વખતે જો રુટે વિકેટ ગુમાવી દીધી છે. રાજસ્થાન રોયલ્સની અડધી ટીમ પાવર પ્લે સમાપ્ત થાય એ પહેલા જ પેવેલિયન પરત પહોંચી ચુકી છે. વેન પર્નેલે લેગ બિફોર વિકેટ રુટની ઝડપી છે. આમ રુટ 10 રન નોંધાવીને પરત ફર્યો છે.

  • 14 May 2023 05:51 PM (IST)

    RR vs RCB Live score: પડિક્કલ આઉટ

    રાજસ્થાન રોયલ્સની સ્થિતી મુશ્કેલ બની છે. 20 રનના સ્કોર પર જ ચોથી વિકેટ ગુમાવી દેતા ખરાબ સ્થિતી શરુઆતમાં જ બની ચૂકી છે. દેવદત્ત પડિક્કલે 4 રન નોંધાવીને વિકેટ ગુમાવી છે.

  • 14 May 2023 05:35 PM (IST)

    RR vs RCB Live Update: સંજૂ સેમસન આઉટ

    બેંગ્લોરના લક્ષ્યને પાર કરવા માટે શરુઆત કરતા જ રાજસ્થાનની શરુઆત ખરાબ થઈ ચુકી છે. માત્ર 7 જ રનના સ્કોર પર ત્રીજી વિકેટ રાજસ્થાને ગુમાવી છે. કેપ્ટન સંજૂ સેમસને વિકેટ ગુમાવી દીધી છે.

  • 14 May 2023 05:32 PM (IST)

    RR vs RCB Update: જોસ બટલર શૂન્ય રને આઉટ

    બીજી ઓવર લઈને આવેલા પર્નેલે જોસ બટલરને ફસાવ્યો હતો. બટલર શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠો હતો અને પેવેલિયન પરત ફર્યો હતો. આમ હોમગ્રાઉન્ડમાં રાજસ્થાન મુશ્કેલીમાં મુકાયુ હતુ.

  • 14 May 2023 05:28 PM (IST)

    RR vs RCB Live: જયસ્વાલ શૂન્ય રને આઉટ

    મોહમ્મદ સિરાજે બેંગ્લોરને પ્રથમ ઓવરમાં જ પ્રથમ સફળતા અપાવી છે. રાજસ્થાનના ફોર્મમાં રહેલા ઓપનર યશસ્વી જયસ્વાલને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેનો કેચ વિરાટ કોહલીએ ઝડપ્યો હતો.

  • 14 May 2023 05:27 PM (IST)

    RR vs RCB Live Update: રાજસ્થાનની બેટિંગ શરુ

    યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર મેદાનમાં આવ્યા હતા અને રમતની શરુઆત કરી હતી. મોહમ્મદ સિરાજ પ્રથમ ઓવર બેંગ્લોર તરફથી લઈને આવ્યો હતો.

  • 14 May 2023 04:57 PM (IST)

    RR vs RCB Live Update: મેક્સવેલ અડધી સદી બાદ બોલ્ડ

    સંદીપ શર્માએ ગ્લેન મેક્સવેલને ક્લીન બોલ્ડ કરી દીધો છે. રિવર્સ સ્વીપ રમવાના ચક્કરમાં જ મેક્સવેલ સંદીપનો શિકાર બન્યો હતો અને વિકેટ ગુમાવી બેઠો હતો. મેક્સવેલે મહત્વની અડધી સદી બેંગ્લોર માટે નોંધાવી હતી.

  • 14 May 2023 04:51 PM (IST)

    RR vs RCB Update: મેક્સવેલની અડધી સદી

    17મી ઓવરમાં મેક્સવેલે શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ મેક્સવેલે પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી. મેક્સવેલે બેંગ્લોર માટે જ્યારે રનની જરુર હતી. એવા સમયે જ ઉપયોગી ઈનીંગ રમી હતી.

  • 14 May 2023 04:48 PM (IST)

    RR vs RCB Live: વધુ એક ઝટકો, દિનેશ કાર્તિક આઉટ

    એડમ જંપાએ ઓવરમાં બીજો ઝટકો બેંગ્લોરને આપ્યો છે. બેંગ્લોરની બેટિંગ લાઈન હવે તૂટી ગઈ છે. દિનેશ કાર્તિક શૂન્ય રનમાં જ પરત ફર્યો છે. લેગબિફોર વિકેટ એડમ જંપાએ ઝડપી હતી.

  • 14 May 2023 04:46 PM (IST)

    RR vs RCB Live score: લોમરોર 1 રન નોંધાવી આઉટ

    16મી ઓવર લઈને એડમ જમ્પા આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ જંપાએ મહિપાલ લોમરોરની વિકેટ ઝડપી હતી. લોમરોર 1 જ રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો.

  • 14 May 2023 04:40 PM (IST)

    RCB vs RR Live: ડુપ્લેસી આઉટ

    આસીફની કમાલની બોલિંગ રહી છે. તેણે વિરાટ કોહલી બાદ બેંગ્લોરના બીજા ઓપનરને પોતાનો શિકાર બનાવ્યો છે. જયસ્વાલના હાથમાં ડુપ્લેસી અડધી સદી નોંધાવ્યા બાદ કેચ આઉટ થયો છે.

  • 14 May 2023 04:37 PM (IST)

    RR vs RCB Live score: ડુપ્લેસીની અડધી સદી

    15મી ઓવરમાં ફાફ ડુપ્લેસીએ છગ્ગો જમાવીને પોતાની અડધી સદી પુરી કરી લીધી છે. આસીફની ઓવરમાં પુલ કરીને બોલને મિડ વિકેટ પરથી સીધો સ્ટેન્ડમાં મોકલ્યો હતો.

  • 14 May 2023 04:22 PM (IST)

    RCB vs RR Live Update: 10 ઓવર પૂર્ણ, સ્કોર 78/1

    10 ઓવરની રમત સમાપ્ત થઈ ચુકી છે. બેંગ્લોરની રમત અહીં ધીમી જોવા મળી રહી છે. જયપુરમાં બેંગ્લોરના બેટર્સ રન નિકાળવામાં મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. 10 ઓવરના અંતે 78 રન બેંગ્લોરે નોંધાવ્યા છે. ડુપ્લેસી સાથે મેક્સવેલ ક્રિઝ પર મોજુદ છે.

  • 14 May 2023 04:03 PM (IST)

    RR vs RCB Live score: વિરાટ કોહલી આઉટ

    આસિફ 7મી ઓવર લઈને આવ્યો હતો. ઈનીંગમાં પોતાની પ્રથમ ઓવર લઈને આવ્યો હતો અને જેમાં તેણે ટીમને મહત્વની સફળતા અપાવી હતી. આસિફે કોહલીને પોતાની જાળમાં ફસાવતા યશસ્વી જયસ્વાલે તેનો ખૂબ ઉંચે ચડેલો કેટ ઝડપ્યો હતો. કોહલી 18 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 14 May 2023 04:00 PM (IST)

    RCB vs RR Live Update: પાવર પ્લેમાં બેંગ્લોરનો સ્કોર 42/0

    પાવર પ્લે સમાપ્ત થયો છે. છઠ્ઠી ઓવર લઈને રવિચંદ્ન અશ્વિન આવ્યો હતો અને તેણે 8 રન આપ્યા હતા. ડુપ્લેસીએ પાવર પ્લેના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. કોહલી અને ડુપ્લેસીએ ધીમે ધીમે રમતને આગળ વધારી હતી.

  • 14 May 2023 03:50 PM (IST)

    RR vs RCB Update: ડુપ્લેસીએ છગ્ગો જમાવ્યો

    એડમ જમ્પા ચોથી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવર બેંગ્લોર માટે સારી રહી હતી. ઓવરના પ્રથમ બોલ પર ડુપ્લેસીએ કટ કરીને ગેપમાંથી બાઉન્ડરી નિકાળી હતી. જ્યારે ઓવરના પાંચમાં બોલ પર ડુપ્લેસીએ ફુલર બોલને ડ્રાઈવ કરીને મિડ ઓન પર છગ્ગો જમાવ્યો હતો.

  • 14 May 2023 03:34 PM (IST)

    RR vs RCB Live score: બેંગ્લોરની બેટિંગ શરુ

    વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીએ બેંગ્લોરની બેટિંગની શરુઆત કરી છે. રાજસ્થાન તરફથી પ્રથમ ઓવર લઈને સંદીપ શર્મા આવ્યો હતો. જેણે 9 રન પ્રથમ ઓવરમાં આપ્યા હતા. કોહલીએ કટ કરીને પાંચમાં બોલ પર પોઈન્ટ તરફ બાઉન્ડરી મેળવી હતી.

  • 14 May 2023 03:18 PM (IST)

    RR vs RCB Update: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની પ્લેઈંગ 11

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, માઈકલ બ્રેસવેલ, વેઈન પાર્નેલ, કરણ શર્મા, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ

  • 14 May 2023 03:17 PM (IST)

    RR vs RCB Live Update: રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ 11

    રાજસ્થાન રોયલ્સઃ જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, એડમ ઝમ્પા, સંદીપ યાર્મા, આસિફ અને યુઝવેન્દ્ર ચહલ

  • 14 May 2023 03:02 PM (IST)

    RCB vs RR Live Update: બેંગ્લોરે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ પસંદ કરી

    જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થઈ રહી છે. બેંગ્લોરના કેપ્ટને ટોસ જીતીને જયપુરમાં પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે.

Published On - May 14,2023 2:53 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">