RCB vs KKR Match Highlights, IPL 2022: દિનેશ કાર્તિકે જીતનો ચોગ્ગો ફટકાર્યો, બેંગ્લોરે લીગમાં પોતાની પહેલી જીત મેળવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 11:26 PM

IPL 2022 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કરતા લીગમાં પોતાની પહેલી જીત મેળવી છે. બેંગ્લોરે 3 વિકેટે કોલકાતાને માત આપી.

RCB vs KKR Match Highlights, IPL 2022: દિનેશ કાર્તિકે જીતનો ચોગ્ગો ફટકાર્યો, બેંગ્લોરે લીગમાં પોતાની પહેલી જીત મેળવી
RCB vs KKR

IPL 2022 માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ વચ્ચે રોમાંચક જંગ રમાશે. બંને ટીમોએ પોત પોતાની પહેલી મેચ રમી લીધી છે. જેમાં કોલકાતા ટીમે પોતાની પહેલી જ મેચમાં ગત ચેમ્પિયન ચેન્નઇ ટીમને માત આપી હતી. જ્યારે બેંગ્લોર ટીમે પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજ કોલકાતા પોતાની જીત જાળવી રાખવા માટે મેદાન પર ઉતરશે જ્યારે બેંગ્લોરની ટીમ પોતાની પહેલી જીત મેળવવા માટે મેદાન પર ઉતરશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Mar 2022 11:25 PM (IST)

    Bangalore vs Kolkata Match : બેંગ્લોરે 3 વિકેટે જીત મેળવી

    દિનેશ કાર્તિકે વિજય ચોગ્ગો ફટકારીને બેંગ્લોરને લીગમાં પહેલી જીત અપાવી હતી. બેંગ્લોરે 20મી ઓવરના 2 બોલમાં વિજયી ચોગ્ગા સાથે જીત મેળવી હતી.

  • 30 Mar 2022 11:20 PM (IST)

    Bangalore vs Kolkata Match : હસરંગા આઉટ

    સાઉદીએ તેની છેલ્લી ઓવરના પાંચમા બોલ પર પોતાની ટીમને વધુ એક સફળતા અપાવી હતી. ઓવરના પાંચમા બોલ પર હસરંગાએ મિડ-ઓફ પર શોટ રમ્યો જ્યાં ઉભેલા રસેલે કેચ પકડ્યો. RCB હવે મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે કારણ કે KKRએ સારી વાપસી કરી છે.

  • 30 Mar 2022 11:06 PM (IST)

    Bangalore vs Kolkata Match : શાહબાજ એહમદ આઉટ

    16મી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ શાહબાઝ અહેમદને આઉટ કર્યો હતો. ઓવરના પાંચમા બોલ પર શાહબાઝે ડીપ મિડ-વિકેટ પર શાનદાર સિક્સર ફટકારી હતી. જોકે, પછીના બોલ પર શાહબાઝ સ્ટમ્પ આઉટ થઈ ગયો હતો. શાહબાઝે વિકેટ ગુમાવી પરંતુ ટીમ માટે મહત્વના રન બનાવ્યા હતા. તેણે 20 બોલમાં 27 રન બનાવ્યા હતા.

  • 30 Mar 2022 10:45 PM (IST)

    Bangalore vs Kolkata Match : શહબાજ અહમદ આક્રમક મુડમાં

    આન્દ્રે રસેલ 12મી ઓવરમાં 15 રન આવ્યા. ઓવરના ત્રીજા બોલ પર શાહબાઝ અહેમદે ડીપ મિડ-વિકેટ પર સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ પાંચમા બોલ પર ડીપ સ્ક્વેર પર બીજી સિક્સર ફટકારી. ઓવરનો બીજો બોલ નો બોલ હતો.

  • 30 Mar 2022 10:23 PM (IST)

    Bangalore vs Kolkata Match : રદરફોર્ડનો શાનદાર છગ્ગો

    તક મળતાં જ રધરફર્ડ પોતાની આક્રમક શૈલીમાં દેખાડી. વરુણ ચક્રવર્તી આઠમી ઓવર લાવ્યો. જેમાં રધરફોર્ડ અને વિલીએ 12 રન બનાવ્યા. ઓવરના પ્રથમ બોલ પર, વિલીએ એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો. જ્યારે ત્રીજા બોલ પર રધરફોર્ડે મિડ-વિકેટ પર સિક્સર ફટકાર્યો.

  • 30 Mar 2022 09:59 PM (IST)

    Bangalore vs Kolkata Match : વિરાટ કોહલી પણ થયો આઉટ

    ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ઉમેશ યાદવે વિરાટ કોહલીને પેવેલિયન મોકલી દીધો હતો. બોલ કોહલીના બેટની કિનારી સાથે અથડાયો અને જેક્સને કેચ લઈને સ્ટાર બેટ્સમેનને પેવેલિયન મોકલી દીધો હતો. તે સાત બોલમાં 12 રન બનાવીને પરત ફર્યો હતો. આ ઇનિંગમાં તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 30 Mar 2022 09:57 PM (IST)

    Bangalore vs Kolkata Match : સુકાની આઉટ

    બીજી ઓવરમાં બેંગ્લોરને બીજો ઝટકો લાગ્યો હતો. ફાફ ડુ પ્લેસિસે ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને પછીના જ બોલ પર આઉટ થયો. ડુ પ્લેસિસ ઓવરના છેલ્લા બોલ પર સ્વિંગ કરવા માંગતો હતો પરંતુ રહાણેના હાથે કેચ થયો હતો. ચાર બોલમાં માત્ર પાંચ રન બનાવ્યા.

  • 30 Mar 2022 09:43 PM (IST)

    Bangalore vs Kolkata Match : અનુજ રાવત આઉટ

    અનુજ રાવત પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. રાવત ઉમેશ યાદવના બોલને થર્ડ મેન તરફ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ શેલ્ડન જેક્સને એક આસાન કેચ લીધો અને અનુજને ખાતું ખોલવાની તક પણ ન આપી.

  • 30 Mar 2022 09:17 PM (IST)

    Bangalore vs Kolkata Match : કોલકાતા 128 રનમાં ઓલઆઉટ

    કોલકાતા ટીમનો આજે ધબડકો થયો હતો. પુરી ટીમ 128 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમનો એક પણ ખેલાડી 25 રનથી વધુનો સ્કોર કરી શક્યો ન હતો. બેંગ્લોર તરફથી હસરંગાએ 4 વિકેટ અને આકાશ દીપે 3 વિકેટ ઝડપી હતી.

  • 30 Mar 2022 09:09 PM (IST)

    Bangalore vs Kolkata Match : હર્ષલ પટેલના નામે નવો રેકોર્ડ

    હર્ષલ પટેલ IPL નો બીજો બોલર છે જેણે સતત બે મેડન ઓવર ફેંકી છે. તેના પહેલા વર્ષ 2020 માં બેંગ્લોર ટીમના જ મોહમ્મદ સિરાજે કોલકાતા સામે જ આ કારનામું કર્યું હતું.

  • 30 Mar 2022 09:01 PM (IST)

    Bangalore vs Kolkata Match : હસરંગાએ ચોથી વિકેટ ઝડપી

    હસરંગાએ 15મી ઓવરમાં ટિમ સાઉથીને આઉટ કરીને કોલકાતાને નવમો ઝટકો આપ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર ટિમ સાઉથી યોગ્ય સમય સાથે શોટ રમી શક્યો ન હતો અને લોંગ ઓન પર ફાફ ડુ પ્લેસિસના હાથે કેચ આઉટ થયો હતો. તે પાંચ બોલમાં માત્ર એક રન બનાવીને પાછો ફર્યો હતો.

  • 30 Mar 2022 08:55 PM (IST)

    Bangalore vs Kolkata Match : કોલકાતા ટીમને મોટો ઝટકો, આંદ્રે રસેલ આઉટ

    પોતાની બીજી ઓવરમાં હર્ષલ પટેલે કોલકાતાને સૌથી મોટો ઝટકો આપ્યો અને ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન આન્દ્રે રસેલને પેવેલિયન મોકલી દીધો. જે સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. ઓવરના પાંચમા બોલ પર રસેલે કટ રમ્યો પરંતુ બોલ સીધો વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથમાં ગયો. આરસીબી માટે આ વિકેટ ઘણી મહત્વની છે. રસેલ 18 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તેણે એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી.

  • 30 Mar 2022 08:54 PM (IST)

    Bangalore vs Kolkata Match : રસેલે એક જ ઓવરમાં 2 છગ્ગા ફટકાર્યા

    13મી ઓવરમાં રસેલની બે શાનદાર સિક્સના કારણે કોલકાતાને આ ઓવરમાં 16 રન મળ્યા હતા. ઓવરના બીજા બોલ પર રસેલે પહેલા મિડ-વિકેટ પર સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ ચોથા બોલ પર, લોંગ ઓફ પર 84 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો.

  • 30 Mar 2022 08:46 PM (IST)

    Bangalore vs Kolkata Match : રસેલનો શાનદાર છગ્ગો

    આંદ્રે રસેલે શાનદાર છગ્ગો ફટકાર્યો. ઓવરના પાંચમા બોલ પર રસેલે મિડ-વિકેટ પર શાનદાર સિક્સર ફટકાર્યો હતો. બોલને પૂરી તાકાતથી રમ્યો અને તેને બાઉન્ડ્રીની પાર મોકલ્યો હતો.

  • 30 Mar 2022 08:45 PM (IST)

    Bangalore vs Kolkata Match : રસેલનો શાનદાર ચોગ્ગો

    મોહમ્મદ સિરાજ ત્રીજી ઓવર નાખવા આવ્યો અને નવ રન આપ્યા. ઓવરના ચોથા બોલ પર આન્દ્રે રસેલે એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો. કોલકાતાને આ સમયે આ પ્રકારના મોટા શોટ્સની જરૂર છે કારણ કે ટીમની ઓછા સ્કોર પર વધુ વિકેટ પડી ગઇ છે.

  • 30 Mar 2022 08:29 PM (IST)

    Bangalore vs Kolkata Match : હસરંગાએ સતત બીજા બોલ પર બીજી વિકેટ ઝડપી

    નવમી ઓવરના છેલ્લા બોલ પર હસરંગાએ સતત બીજા બોલે શેલ્ડન જેક્સનને આઉટ કર્યો. જેક્સન હસરાંગાની ગુગલી સમઝી ન શક્યો અને બોલ્ડ થઇ ગયો. હસરંગાએ તેને ખાતું ખોલવાની તક પણ આપી ન હતી.

  • 30 Mar 2022 08:28 PM (IST)

    Bangalore vs Kolkata Match : સુનીલ નારીને આઉટ

    વાનિન્દુ હસરંગાએ નવમી ઓવરમાં છગ્ગો ખાધા બાદ સુનીલ નારીનને આઉટ કર્યો. ઓવરના બીજા બોલે, બિલિંગ્સે મિડ-વિકેટ પર સિક્સર ફટકારી. ઓવરના પાંચમા બોલ પર સુનીલ નારીને બેટની બહારની કિનારે બોલ લાગ્યો અને આકાશદીપે એક સરળ કેચ લીધો. તે 8 બોલમાં 12 રન બનાવીને પરત ફર્યો હતો.

  • 30 Mar 2022 08:23 PM (IST)

    Bangalore vs Kolkata Match : આકાશદીપની મોંઘી ઓવર

    આકાશ દીપની મોંઘી ઓવર રહી. જેમાં તેણે 12 રન આપ્યા હતા. ઓવરના પહેલા બોલ પર, નારીને મિડ-ઓફ પર ચોગ્ગો માર્યો, જ્યારે બીજા જ બોલ પર પુલ કરીને કાર્તિકના માથા પર સિક્સર ફટકારી. ત્યાર બાદ ચાર બોલમાં માત્ર 2 રન આપ્યા.

  • 30 Mar 2022 08:21 PM (IST)

    Bangalore vs Kolkata Match : કેપ્ટન આઉટ

    શ્રીલંકાના બોલર વનિન્દુ હસરંગાએ પોતાની પહેલી જ ઓવરમાં ટીમને મોટી સફળતા અપાવી. કોલકાતાના સુકાની શ્રેયસ અય્યરને આઉટ કર્યો. અય્યરે આગળ વધીને લોંગ ઓન તરફ બોલ રમ્યો. ફાફ ડુ પ્વેસિસે કોઈ ભૂલ ન કરી અને કેચ પકડી લીધો. તે 10 બોલમાં 13 રન બનાવીને પરત ફર્યો હતો.

  • 30 Mar 2022 08:08 PM (IST)

    Bangalore vs Kolkata Match : નીતિશ રાણાનો શાનદાર છગ્ગો

    આકાશ દીપની બીજી ઓવર મોંઘી રહી. ઓવરના બીજા બોલ પર નીતિશ રાણાએ મિડ-વિકેટ પર શાનદાર સિક્સર ફટકારી. આકાશ દીપે ઓવરના ત્રીજા બોલ પર ઓવર સ્ટેપ કર્યો અને તે નો બોલ રહ્યો. રાણાએ તેનો ફાયદો ઉઠાવીને બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો.

  • 30 Mar 2022 08:06 PM (IST)

    Bangalore vs Kolkata Match : રહાણે આઉટ

    પાંચમી ઓવર કરવા આવેલ મોહમ્મદ સિરાજે રહાણેને આઉટ કર્યો. ઓવરના છેલ્લા બોલ પર રહાણેએ ડીપ સ્ક્વેર લેગ પર શોટ રમ્યો જ્યાં શાહબાઝ અહેમદે તેનો કેચ પકડ્યો. રહાણે 10 બોલમાં માત્ર 9 જ રન બનાવી શક્યો હતો.

  • 30 Mar 2022 07:23 PM (IST)

    Bangalore vs Kolkata Match : કોલકાતાની પ્લેઇંગ ઇલેવન

    કોલકાતા ટીમની પ્લેઈંગ ઈલેવનઃ શ્રેયસ ઐયર (સુકાની), વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે, નીતિશ રાણા, સેમ બિલિંગ્સ, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન (વિકેટ કીપર), સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

  • 30 Mar 2022 07:09 PM (IST)

    Bangalore vs Kolkata Match : બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન

    બેંગ્લરો ટીમની પ્લેઈંગ ઈલેવનઃ ફાફ ડુ પ્લેસિસ (સુકાની), અનુજ રાવત, વિરાટ કોહલી, રધરફોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), ડેવિડ વિલી, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

  • 30 Mar 2022 07:07 PM (IST)

    Bangalore vs Kolkata Match : બેંગ્લોરે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે.

Published On - Mar 30,2022 7:04 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">